Aapnu Gujarat
બિઝનેસ

શેરબજારમાં તેજીનો માહોલ રહે તેવી વકી : આંકડાઓ ઉપર નજર

શેરબજારમાં આવતીકાલથી શરૂ થઇ રહેલા નવા કારોબારી સેશનમાં તેજી જોવા મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. પરંપરાગતરીતે ખાતાકીય વર્ષ સંવત ૨૦૭૪ને લઇને જેવી ગણતરી રહી હતી તેવી જ ગણતરી ફરી જોવા મળી શકે છે. ગુરુવારના દિવસે મુહુર્ત સેશનમાં સૌથી મોટો ઘટાડો સેંસેક્સમાં જોવા મળ્યો હતો. મુહુર્ત સેશન દરમિયાન સેંસેક્સમાં ૧૯૪ પોઇન્ટનો ઘટાડો નોંધાતા સેંસેક્સ ૩૨૩૯૦ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૬૪ પોઇન્ટ ઘટીને ૧૦૧૪૭ની સપાટીએ રહ્યો હતો. આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા, એફ એન્ડ ઓ સહિતના પરિબળોની અસર જોવા મળી શકે છે. ત્રિમાસિક ગાળાના કમાણી આંકડા આ સપ્તાહ દરમિયાન જારી કરવામાં આવનાર છે. આવતીકાલે સોમવારના દિવસે હિન્દુસ્તાન ઝીંક અને ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ તરફથી તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે જ્યારે ઇન્ફોસીસ, એચડીએફસી, એશિયન પેઇન્ટ્‌સ અને અંબુજા સિમેન્ટ દ્વારા ૨૪મી ઓક્ટોબરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. આવી જ રીતે કોટક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર, એચસીએલ, આઈડીએફસી, આરબીએલ બેંક, તાતા કોમ્યુનિકેશનના પરિણામ ૨૫મી ઓક્ટોબરના દિવસે જાહેર કરવામાં આવનાર છે જ્યારે યશ બેંકના પરિણામ ત્યારપછી જાહેર કરાશે. આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી, મારુતિ સુઝુકિ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પરિણામ ૨૭મી ઓક્ટોબરના દિવસે જાહેર કરવામાં આવનાર છે. એફ એન્ડ ઓની પૂર્ણાહૂતિ ગુરુવારના દિવસે થનાર છે. એફ એન્ડ ઓ કોન્ટ્રાક્ટ ખુબ જ મહત્વપૂર્ણ બની ગયા છે. અન્ય જે પરિબળોની અસર જોવા મળનાર છે તેમાં રિલાયન્સ નિપ્પોન લાઇફ આઈપીઓનો સમાવેશ થાય છે. અનિલ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ જુથની કંપનીના આઈપીઓને લઇને શેરબજાર સાથે જોડાયેલા કોરાબારીઓ આશાસ્પદ દેખાઈ રહ્યા છે. ઇશ્યુમાં ૨.૪૫ કરોડના શેર ઇશ્યુ કરવામાં આવશે. રિલાયન્સ કેપિટલ દ્વારા ૧.૧૨ કરોડના શેરનું વેચાણ કરવામાં આવનાર છે. નિપ્પોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીનો ઇશ્યુ ૨૫મી ઓક્ટોબરના દિવસે ખુલનાર છે અને ૨૭મી ઓક્ટોબરના દિવસે બંધ થશે. વૈશ્વિક પરિબળોની પણ બજાર ઉપર અસર થનાર છે જેમાં યુરોપિયન સેન્ટ્રલ બેંકની ગુરુવારે શરૂ થનાર બેઠક મહત્વપૂર્ણ છે જેમાં રેટને લઇને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવશે. નિષ્ણાતોના કહેવા મુજબ પોલિસી રેટમાં કોઇપણ ફેરફારની સીધી અસર બેંકો ઉપર થનાર છે. માસિક સરકારી બોન્ડની માસિક ખરીદીને લઇને બેંકો કાપ મુકે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ઉત્તર કોરિયા, ક્રૂડની કિંમતો જેવા પરિબળોની અસર પણ જોવા મળનાર છે.

Related posts

સેંસેક્સ ૨૧૬ પોઇન્ટ ઘટી ૩૫૦૦૦થી નીચે પહોંચ્યો

aapnugujarat

SpiceJet પર સંકટની તલવાર

aapnugujarat

Real estate fraud case: Manpreet Singh Chadha gets bail

aapnugujarat

Leave a Comment

UA-96247877-1