Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૨૧૬ પોઇન્ટ ઘટી ૩૫૦૦૦થી નીચે પહોંચ્યો

શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૨૧૬ પોઇન્ટ ઘટીને ૩૪૯૪૯ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૫૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૫૫ પોઇન્ટ ઘટીને ૧૦૬૩૩ની સપાટીએ રહ્યો હતો. તેમાં ૫૫ પોઇન્ટનો ઘટાડો રહેતા કારોબારીઓ નિરાશ દેખાયા હતા. બેંકિંગ અને ફાયનાન્સિયલ શેરોમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧.૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સતત ત્રણ સેશનમાં તેજી રહ્યા બાદ આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈના શેરમાં ૩-૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો એમએન્ડએમના શેરમાં ત્રણ ટકાનો ઉછાળો રહ્યો હતો. કંપનીના માર્ચ ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા અપેક્ષા કરતા સારા રહ્યા છે અને પ્રોફિટમાં ૫૦ ટકાનો વધારો થયો છે. રેવેન્યુમાં ૨૫.૬ ટકાનો વધારો તથા ત્રિમાસિક ગાળા દરમિયાન આંકડો ૧૩૧.૮૯ અબજ સુધી પહોંચી ગયો છે. એશિયન શેરબજારમાં વૈશ્વિક ઘટનાક્રમની અસર રહી હતી. ઇટાલીમાં રાજકીય કટોકટી વધુ ઘેરી બની રહી છે. યુરોપિયન ફાઈનાન્સિયલ માર્કેટમાં સતત બીજા દિવસે વેચવાલીનું મોજુ રહ્યું હતું. જાપાનના નિક્કીમાં ૦.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. તેલ કિંમતો દબાણ હેઠળ રહી છે. સાઉદી અને રશિયાએ સ્થિતિ હળવી કરવાના સંકેત આપ્યા છે. સોમવારના દિવસે બીએસઈ સેંસેક્સ ૨૪૧ પોઇન્ટ ઉછળીને ૩૫૧૬૫ની ઉંચી સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૪ પોઇન્ટ ઉછળીને ૧૦૬૮૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો. તેલ કિંમતોમાં ઘટાડો થયો હતો. અત્રે નોંધનીય છે કે, શેરબજારમા શુક્રવારના દિવસે તેજી રહી હતી. શુક્રવારે કારોબારના અંતે સેંસેક્સ ૨૬૨ પોઇન્ટ ઉછળીને ૩૪૯૨૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૧ પોઇન્ટ ઉછળીને ૧૦૬૦૫ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં નવા કારોબારી સેશનમાં આઠ પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. જે આઠ પરિબળોની અસર રહેનાર છે તેમાં વિદેશી પરિબળોનો પણ સમાવેશ થાય છે. જીડીપી ડેટા, કમાણીના આંકડા, એફએન્ડઓ પૂર્ણાહૂતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ઓટો શેરના આંકડા, માઇક્રો ડેટા જેવા પરિબળોની અસર બજાર ઉપર થનાર છે. આ ઉપરાંત અમેરિકી જોબ ડેટાના આંકડાની પણ અસર જોવા મળશે. જીડીપીના ડેટા જાન્યુઆરી અને માર્ચના ગાળા માટે ૩૧મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. ભારતનો જીડીપી દર ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિમાં તેજીના લીધે ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૭.૨ ટકા રહ્યો હતો. મે ૨૦૧૮ એફએન્ડઓ કોન્ટ્રાક્ટની અવધિ ગુરુવારે પૂર્ણ થશે. આ વર્ષે ડોલર સામે રૂપિયા છ ટકા સુધી ઘટી ગયો છે. એફએન્ડઓ પૂર્ણાહૂતિને લઇને પણ કારોબારીઓ નજર રાખી રહ્યા છે. બીજી બાજુ ઓટો કંપનીઓના શેર તેજીમાં રહી શકે છે. કારણ કે, પહેલી જૂનથી મે મહિના માટેના વેચાણના આંકડા જારી કરવામાં આવનાર છે. મારુતિ સુઝુકી, હુન્ડાઈ મોટર્સ, તાતા મોટર્સના વેચાણના આંકડા હાલમાં આશાસ્પદ રહી ચુક્યા છે. બીજી બાજુ નિફ્ટીની સપાટી કેટલી રહે છે તે પણ મહત્વપૂર્ણ રહેશે.

Related posts

સબરીમાલા મંદિર કિસ્સાને બંધારણીય બેંચને મોકલાયો

aapnugujarat

ભારતમાં પણ હવે બોઇંગ ૭૩૭ મેક્સ બેન : ફ્લાઇટ ઉપર અસર

aapnugujarat

सरकार का मास्टर स्ट्रोक, कांग्रेस के बाद पूरी कुमारस्वामी कैबिनेट ने दिया इस्तीफा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1