Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતમાં પણ હવે બોઇંગ ૭૩૭ મેક્સ બેન : ફ્લાઇટ ઉપર અસર

ભારતે ઇથોપિયન એરલાઇન્સ વિમાન દુર્ઘટના થયા બાદ સુરક્ષાના કારણોસર હવે અન્ય દેશોની સાથે આગળ વધીને તાત્કાલિક ધોરણે બોઇંગ ૭૩૭ મેક્સ વિમાનપર પ્રતિબંધ મુકી દીધો છે. નવા આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી આ વિમાનોના ઉડાણ પર પ્રતિબંધ રહેશે. ભારત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ આની સીધી અસર સ્પાઇસ જેટ અને જેટ એરવેઝની સેવા પર થઇ રહી છે. સ્પાઇસની પાસે આવા આશરે ૧૨ વિમાનો છે. જ્યારે જેટ એરવેઝની પાસે આવા પાંચ વિમાનો છે. બોઇંગ ૭૩૭ મેક્સ-૮ વિમાનો પર પ્રતિબંધ મુકવાનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. પ્રતિબંધની અસર દેખાવવા લાગી ગઇ છે. તેમની ફ્લાઇટ પર અસર માઠી રહી શકે છે. વિમાની ભાડામાં વધારો પણ થઇ શકે છે. જો કે સ્પાઇસ જેટ દ્વારા નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે પ્રવાસીઓને થનાર તકલીફને દુર કરવા માટે તેના દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતમાં ઉડ્ડયન કંપનીઓ તો પહેલાથી જ જુદી જુદી કટોકટીનો સામનો કરી રહી છે. આવી સ્થિતીમાં આ એક નવી સમસ્યા આવી ગઇ છે. જુદા જુદા કારણોસર કેટલીક એરલાઇન્સના કેટલાક વિમાનો તો પહેલાથી જ ઓપરેશનની બહાર છે. હાલમાં વિમાની ભાડા સામાન્ય વિમાની ભાડા કરતા ખુબ વધારે છે. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બોઇંગ ૭૩૭ મેક્સ -૮ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા બાદ હવે વધુ અસર થનાર છે. જેટ એરવેઝની હાલત પહેલાથી જ ખરાબ છે. તેના ૧૧૯ વિમાનો પૈકી ૫૪ વિમાનો સેવાથી બહાર છે. જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે ૭૫૦ કરોડ રૂપિયાની માંગ કરી છે.જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયેલે ઇતિહાદ પાસેથી ૭૫૦ કરોડ રૂપિયાની લાઈફલાઈનની માંગણી કરી છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે, કોઇ વિલંબ થવાની સ્થિતિ જેટને તેની ફ્લાઇટો બંધ રાખવાની ફરજ પડી શકે છે. નરેશ ગોયેલ દ્વારા ઇક્વિટી પાર્ટનર ઇતિહાદ પાસેથી ૭૫૦ કરોડ રૂપિયાના અરજન્ટ ફંડિંગની માંગ કરી છે અને કારણમાં ખુબ જ તાકિદની જરૂર હોવાની વાત કરવામાં આવી છે. અખાત આધારિત કેરિયર ગ્રુપના મુખ્ય કારોબારી ટોની ડગલાસને લખવામાં આવેલા પત્રમાં ગોયેલે કહ્યું છે કે, એરલાઈને ઉડ્ડયન મંત્રાલય પાસેથી આગળ વધવા માટેના પ્રમાણપત્રો મેળવી લીધા છે. હવે વચગાળાના ફંડિંગની જરૂર છે. એરલાઈન રોયલ્ટી પ્રોગ્રામમાં ૪૯.૯ ટકાની હિસ્સેદારી ધરાવે છે. અત્રે નોંધનીય છે કે, ઇતિહાદ બોર્ડની બેઠક અબુધાબીમાં યોજાઈ રહી છે જેમાં જેટ માટેની ખાસ યોજના પણ તૈયાર કરવામાં આવી રહી છે. એપ્રિલ ૨૦૧૪ બાદથી તેની હિસ્સેદારીમાં ફેરફારની સ્થિતિ રહી છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એરલાઈનના બોર્ડે એક ખાસ યોજનાને મંજુરી આપી હતી. ગોયેલે ૮મી માર્ચના દિવસે પત્ર લખ્યો હતો.ઇતિહાદની જેટ સાથે ભાગીદારી છે. ઇન્ડીગો અને ગો એર પણ હાલમાં સંકટનો સામનો કરી રહ્યા છે. જેથી કંપનીઓ દ્વારા હાલમાંથી એપ્રિલ મહિનાની શરૂઆતથી થોડાક દિવસ માટે દરરોજ ૩૦ ફ્લાઇટોને રદ કરવાની જાહેરાત કરી દીધી છે. ગો એર દ્વારા પણ કેટલીક સેવા હાલમાં બંધ રાખવામાં આવી રહી છે. સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયા પણ આશરે ૨૩ વિમાનોને હાલમાં બંધ રહ્યા છે. સ્પેરપાર્ટસ અને એન્જિનની તકલીફ આ વિમાનોમાં દેખાઇ રહી છે. હવે નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુને પણ ભાડામાં વધારો થવી દહેશત દેખાઇ રહી છે. આવી સ્થિતીમાં તેમના દ્વારા સતત બેઠકો સંબંધિત વિભાગ દ્વારા યોજવામાં આવી રહી છે. સુરેશ પ્રભુએ મંગળવારની રાત્રે ટ્‌વીટ કરીને કહ્યુ હતુ કે તેઓ ઇમરજન્સી બેઠક યોજવા જઇ રહ્યા છે. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પાઇસ જેટના તમામ બોઇંગ ૭૩૭ની સેવા બંધ કરી દેવામાં આવી છે. ડીજીસીએના વડા બીએસ ભુલ્લરે આજે સવારે કહ્યુ હતુ કે આ એવી સ્થિતી છે જેમાં નવા આદેશ સુધી પ્રતિબંધ રહેશે. તમામ વિમાનો પાર્કિંગ માટે મેઇનટેનેન્સની સુવિધા માટે જશે. યોગ્ય સુધારા નહીં ત્યાં સુધી વિમાનો ઓપરેશનમાં રહેશે નહીં. તેમના સેફ્ટી ઓપરેશનમાં ધ્યાન આપવામાં આવનાર છે. આ વિમાનમાં કેટલીક ખામી સપાટી પર છે. જેમાં એન્જિનનો પણ સમાવેશ થાય છે. ઇથોપિયાના અદીસ અબાબાથી નૈરોબી જઇ રહેલું ઇથોપિયન એરલાઈન્સનું વિમાન રવિવારના દિવસે ઉંડાણ ભર્યાના છ મિનિટના ગાળામાં જ તુટી પડ્યું હતું. જેમાં તમામ ૧૫૭ લોકોના મોત થઇ ગયા હતા. મૃત્યુ પામેલાઓમાં ૧૪૯ યાત્રીઓ અને ૮ ક્રૂ મેમ્બરોનો સમાવેશ થાય છે. ઇથોપિયન એરલાઇન્સમાં મૃતકોમાં કેનેડા, ચીન, અમેરિકા, ફ્રાંસ, બ્રિટન અને ઇથોપિયાના નાગરિકો હતા. ઉંડાણ ભર્યા બાદ સવારે ૮.૪૪ વાગે સંપર્ક તુટી ગયો હતો. પાટનગર અદીસથી ૬૦ કિલોમીટરના અંતરે ફ્લાઇટ ઇટી-૩૦૨ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. ઇથોપિયન એરલાઇન્સની ફ્‌લાઈટ અદિસથી નૈરોબી જવા માટે રવાના થઈ હતી. અકસ્માતના મામલે ઉંડી તપાસ ચાલી રહી છે. સુરક્ષાના કારણોસર નિર્ણય કરાયો છે.
બોઇંગ ૭૩૭ મેક્સ-આટ ઉપર ૧૩ દેશોમાં પ્રતિબંધ
બોઇંગ ૭૩૭ મેક્સ-૮ વિમાનો પર પ્રતિબંધ મુકનાર દેશોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ સંખ્યા આગામી દિવસોમાં વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. તેમની એરસ્પેસની ક્ષમતાને પણ બંધ કરવાની જાહેરાત કરી છે. જે દેશો દ્વારા આ વિમાનની સેવા બંધ કરી દીધી છે તેમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, ઓમાન, ઇથિઓપિયા, ચીન, આયરલેન્ડ, ઇન્ડોનેશિયા, મોરોક્કો અને બ્રિટનનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી મુજબ ઓછામાં ઓછી ૨૭ એરલાઇનવ્સ દ્વારા મેક્સ આઠ પર પ્રતિબંધ મુકી દીધો છે. એર પ્લેન્સ ફ્લાય કરવામાં તકલીફોનો સામનો કરી રહી છે. સ્પાઇસ જેટે આજે સવારે કહ્યુ હતુ કે ડીજીસીએના આદેશ બાદ બોઇંગ ૭૩૭ની સેવા સસ્પેન્ડ કરવામાં આવી રહી છે. કેટલાક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નવા આદેશ જારી કરવામાં આવ્યા હોવા છતાં એરલાઇન્સના કેટલાક બોઇંગ ૭૩૭ મેક્સ ઓપરેટિંગમાં છે. આ આદેશ માત્ર સ્પાઇસ જેટ માટે છે.જેટ એરવેઝ પાસે પાંચ બી ૭૩૭ પણ છે. લાંબા ગાળા બાદ સુરક્ષા પાછા પર વિચારણા ચાલી રહી છે. રવિવારના દિવસે વિમાન દુર્ઘટના થઇ હતી. ત્યારબાદથી એક પછી એક પ્રશ્નો સુરક્ષાને લઇને ઉભા થઇ રહ્યા હતા.
હાલમાં કુલ બે વિમાન દુર્ઘટના થઇ છે. જેમાં ૩૪૬ યાત્રીઓના મોત થયા છે. વિમાનમાં કેટલીક ખામી હોવાના કારણે હવે વૈજ્ઞાનિકો અને બોઇંગ કંપની તરફથી પણ કેટલાક ખુલાસા કરવામાં આવ્યા છે. વિમાનમાં કેટલીક ખામીઓના સંબંધમાં પાયલોટ તરફથી પણ વાત કરવામાં આવી ચુકી છે.

Related posts

प्रियंका गांधी का तंज, बीजेपी अपने पूंजीपति मित्र को दीवाली में गिफ्ट करेगी 6 एयरपोर्ट

editor

मुंबई आतंकी हमले के लिए पाकिस्तानी बैंकों ने की फंडिंग

aapnugujarat

ગૌરક્ષા મુદ્દે કાનૂન બનાવવા સરકારને સુપ્રીમનો આદેશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1