Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેન્સેક્સ ૧૯૨ પોઈન્ટ સુધર્યો

શેરબજારમાં આજે તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે બેન્ચમાર્ક ઈન્ડેક્ષ ૦.૫ ટકા ઉછળીને નવી ઊંચી સપાટીએ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, સનફાર્મા અને પસંદગીના ઈન્ફોર્મેશન ટેકનોલોજી તથા ખાનગી બેન્કના શેરમાં જોરદાર તેજી રહી હતી. બેન્ચમાર્ક ઈન્ડેક્ષમાં તેજી રહેતા કારોબારી ખુશ દેખાયા હતા. બીએસઈ સેન્સેક્સ ૧૯૨ પોઈન્ટ ઉછળીને ૩૬૫૭૯ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર નિફ્ટી ઈન્ડેક્ષ ૫૫ પોઈન્ટ ઉછળીને ૧૦૯૬૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેકટરલ ઈન્ડેક્ષની વાત કરવામાં આવે તો નિફ્ટી ફાર્મા ઈન્ડેક્ષમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. આ ઈન્ડેક્ષમાં ૦.૫૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. સનફાર્માના શેરમાં તીવ્ર તેજી જામી હતી. નિફ્ટી આઈડી ઈન્ડેક્ષમાં ૦.૪૯ ટકાનો ઉછાળો રહ્યો હતો. ઈન્ફોસીસ અને નિટ ટેકનોલોજીના શેરમાં તેજીનો માહોલ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્ષમાં ૮૪ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૯૩૯ રહી હતી. જ્યારે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્ષમાં ૧૦૨ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૪૦૨ નોંધાઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં આજે ૪.૩૬ ટકાનો વધુ ઉછાળો રહ્યો હતો. આ શેરમાં છેલ્લા બે કારોબારી સેશનમાં નવ ટકાનો ઉછાળો આવી ચુક્યો છે. કંપની દ્વારા અપેક્ષા કરતા વધુ સારા નેટ પ્રોફિટના આંકડા જારી કરવામાં આવ્યા છે. સનફાર્માના શેરમાં ૧.૯૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. કારોબારીઓ અને કોર્પોરેટ જગત સાથે જોડાયેલા લોકો જે પરિબળો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેમાં કમાણીના આંકડા મુખ્ય છે. આ સપ્તાહમાં ડિસેમ્બર ત્રિમાસિક કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. જેમાં કોટક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ, ભારતી ઈન્ફ્રાટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, યશ બેંક, મારૂતી સુઝુકી, એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઈફ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવનાર છે. બ્રેક્ઝિટ સોદાબાજીના મામલામાં કારમી હાર ખાધા બાદ બ્રિટનના વડાપ્રધાન થેરીસા મે દ્વારા મંજુરી માટે કાયદા નિષ્ણાતો સમક્ષ તેમની નવી ડિલ રજુ કરવામાં આવનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે યુરોપિયન યુનિયનને છોડી દેવા માટેની ૨૯મી માર્ચની મહેતલ લંબાવવામાં આવી શકે છે. યુરોપિયન યુનિયનમાંથી બહાર નિકળી જવા અથવા તો બીજા જનમતનું આયોજન કરવાને લઈને વધારે સમયની માંગ કરવામાં આવનાર છે. ચીનમાં જીડીપીના આંકડા ડિસેમ્બર મહિનાના રિટેલ વેચાણના તથા રોકાણના જારી કરવામાં આવનાર છે. ભારત ઉપર તેની સીધી અસર થશે. તેલ કિંમતોમાં વધારાનો દોર જારી રહ્યો છે. ઓપેક દેશોએ શુક્રવારના દિવસે જ તેના સભ્યો દ્વારા ઓઈલ ઉત્પાદનના કાપની યાદી જાહેર કરી હતી. આના પરિણામ સ્વરૂપે કિંમતોમાં ફરીવાર વધારો થઈ રહ્યો છે. શેરબજારમાં હાલમાં ઉતારચઢાવની સ્થિતી રહી શકે છે. કારણ કે વૈશ્વિક પરિબળોની સાથે સાથે સ્થાનિક પરિબળોની અસર પણ જોવા મળી રહી છે.

Related posts

એએમયુનો વિદ્યાર્થી મન્નાન હિઝબુલમાં જોડાયાનો સલાઉદ્દીનના દાવાથી સનસનાટી

aapnugujarat

ભારત પાસે છે કોલસાનો મોટો ભંડાર, છતાં આયાત કરવી પડે છે

aapnugujarat

દેશમાં ૬૦૦૦૦થી વધુ પેટ્રોલ પંપ : હેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1