Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

લાલુ યાદવની ફરી એકવાર કલાકો સુધી લાંબી પુછપરછ

સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઘાસચારા કોંભાડમાં ધરપકડ અને પુછપરછના ૨૪ વર્ષથી પણ લાંબા સમય બાદ રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવની ફરી એકવાર લાંબી પુછપરછ કરવામાં આવી છે. આ વખતે મામલો ઘાસચારા કોંભાડ સાથે સંબંધિત નથી પરંતુ અન્ય મામલો છે. આ મામલો કથિત રીતે લાલુના પરિવારને પટણામાં મોંઘી જમીનના બદલે રેલવે હોટેલ મેન્ટેનેન્સ કોન્ટ્રાક્ટ ગેરકાયદે રીતે એક પ્રાઇવેટ કંપનીને આપી દેવા સાથે સંબંધિત છે. રેલવે ટેન્ડર કોંભાડ મામલામાં લાલુ યાદવ ગુરૂવારના દિવસે સવારે ૧૧ વાગે સીબીઆઇની ઓફિસમાં પહોંચ્યા હતા. તેમની દિવસ દરમિયાન ત્યારબાદ પુછપરછ જારી રહી હતી. તેમની સાથે પુત્રી મીસા ભારતી પણ રહી હતી. અલબત્ત આ મામલે મીસા ભારતીની કોઇ પુછપરછ કરવામાં આવી ન હતી. ટોપના સુત્રોના કહેવા મુજબ દિવસ દરમિયાન આ પુછપરછ જારી રહી હતી. લાલુએ ગોલમાલ જવાબો આપ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ વિગત આપતા કહ્યુ છે કે લાલુ યાદવ તપાસમાં સહકાર કરી રહ્યા નથી. મોટા ભાગના પ્રશ્નો પર જવાબો આપી રહ્યા ન હતા.લાલુ યાદવને તેમના અગાઉના નિર્ણયના સંબંધમાં પ્રશ્નો કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૬માં લાલુ યાદવે રેલવે મંત્રાલયના અધિકારીઓને બે રેલવે હોટેલના મેન્ટેનેન્સ માટેના કોન્ટ્રાક્ટ સુજાતા હોટેલ્સને આપી દેવાનો આદેશ આપ્યો હતો. આ તેમના આદેશના સંબંધમાં લાલુની પુછપરછ કરવામાં આવી હતી. આના માટે ટેન્ડરની શરતોને પણ યોગ્ય રીતે પાળવામાં આવી ન હતી. શરતોમાં ફેરફારને લઇને લાલુ યાદવે કોઇ માહિતી હોવાનો ઇન્કાર કર્યો હતો. સુત્રોએ કહ્યુ છે કે સીબીઆઇના અધિકારીઓ તરફથી મંત્રાલયની તે નોટ્‌સ પણ દર્શાવવામાં આવી હતી જેમાં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યુ હતુ કે રેલવે પ્રધાન (તત્કાલીન)ે તરીકે સંબંધિત કંપની માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યુ છે કે લાલુના નાના પુત્ર તેજસ્વી યાદવને પણ સીબીઆઇની એફઆઇઆરમાં સામેલ કરવામાં આવી ચુક્યા છે. તેમની પણ પુછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે. લાલુ યાદવની ફરી પુછપરછ કરવામાં આવશે કે કેમ તે અંગે હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. જો કે લાલુ પર સકંજો મજબુત કરવામાં આવી રહ્યો છે. લાલુ યાદવ જુદા જુદા કેસોના કારણે કાયદાકીય ગુંચનો સામનો કરતા રહ્યા છે. ઘાસચારા કોંભાડ કેસના સંબંધમાં તો તેમને જેલ જવાની પણ ફરજ પડી હતી. કેટલાક સમય સુધી જેલમાં પણ રહ્યા હતા. આરજેડીના વડા લાલુ દ્વારા કેન્દ્ર સરકાર પર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપનો મારો જારી રાખવામાં આવ્યો છે. લાલુ યાદવની પુછપરછના હેવાલને ખુબ ગુપ્ત રાખવામાં આવ્યા હતા. જો કે આ હેવાલને હવે સમર્થન મળી ગયુ છે. લાલુ યાદવ ની પાર્ટી આરજેડી તરફથી હજુ સુધી લાલુની પુછપરછના સંબંધમાં કોઇ હેવાલ આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે આરજેડી અને જેડીયુએ કોંગ્રેસ સાથે મળીને મહાગઠબંધન બનાવ્યા બાદ બિહારમાં ચૂંટણી લડી હતી. જેમાં તેમની જીત થઇ હતી. જો કે થોડાક સમય પહેલા મહાગઠબંધનનો અંત આવ્યો હતો. જેડીયુએ આરજેડી સાથે છેડો ફાડી લીધો હતો. મુખ્યપ્રધાન નીતિશ કુમારે ભાજપના સહકાર સાથે નવી સરકાર બિહારમાં બનાવી હતી. હવે લાલુ યાદવ ફરી એકવાર એકલા પડી ગયા છે. તેમની સામે આગામી દિવસો પડકારરૂપ રહી શકે છે. રેલવે કોંભાડને લઇને આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર જારી રહ્યો છે.

Related posts

રાફેલ મુદ્દે સુપ્રિમ પોતાનો નિર્ણય પાછો લે,ખોટા સાક્ષીઓને નોટિસ ફટકારેઃ આનંદ શર્મા

aapnugujarat

छत्तीसगढ़ में महिला नक्सली ढेर

editor

दिल्ली बीजेपी अध्यक्ष मनोज तिवारी को मारने की धमकी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1