Aapnu Gujarat
રાષ્ટ્રીય

રેલવે હોટલ ટેન્ડર કેસ બોગસ હોવાનો લાલૂ યાદવે દાવો કર્યો

રેલવે હોટલ ટેન્ડર કેસ મામલામાં કલાકો સુધી પુછપરછ કરવામાં આવ્યા બાદ લાલૂ યાદવ હચમચી ઉઠ્યા છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલૂ યાદવે પુછપરછ કરવામાં આવ્યા બાદ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર દ્વારા તેમની સામે કાવતરા ઘડી કાઢવામાં આવ્યા છે.
રેલવે હોટલ ટેન્ડર કૌભાંડ એક બોગસ કૌભાંડ છે. બોગસ કૌભાંડ હોવાના કારણે વાસ્તવિકતા સપાટી ઉપર આવી જશે. નીતિશકુમાર અને ભાજપે તેમની અને તેના પરિવારના સભ્યો સામે આ કેસ દાખલ કરીને તેમના રાજકીય અસ્તિત્વને ખતમ કરી નાંખવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સીબીઆઈ સમક્ષ પુછપરછ માટે ઉપસ્થિત થતાં પહેલા પણ લાલૂ યાદવે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આરજેડીના નેતાએ કહ્યું હતું કે, ભાજપ પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે તેઓ ખુલ્લા ફકરા તરીકે ઉભરી રહ્યા છે. તેઓ કોમવાદી પરિબળોને સપાટી ઉપર લાવી દેવા માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, કોમવાદ અને અન્ય પરિબળો સામે તેઓ ક્યારે પણ બાંધછોડ કરશે નહીં. મોદીના નેતૃત્વમાં સરકાર સરમુખત્યાર શાસન તરફ વધી રહી છે. ટૂંકમાં જ ઇમરજન્સીના ગાળા સુધી પહોંચી જશે. યાદવે કહ્યું હતું કે, સીબીઆઈ તેના ભાગે નિર્દોષ છે. પોતાની ફરજ અદા કરવા તરીકે તપાસને સીબીઆઈ આગળ વધારી રહી છે. સીબીઆઈના કર્મચારીઓ પણ તેમની સાથે ખુબ સારુ વર્તન કરી રહ્યા છે. કારણ કે તેઓ આ મામલાં કોઇ ભાગીદાર તરીકે નથી. તેમની ફરજ અદા કરી રહ્યા છે. સંઘ પરિવાર, ભાજપ, અમિત શાહ અને મોદીની સીધી સંડોવણી દેખાઈ રહી છે. આ કેસમાં સંપૂર્ણ સહકાર કરવાની લાલૂએ ખાતરી આપી હતી. લાલૂએ એમ પણ કહ્યું હતું કે, તમામ પ્રક્રિયા સાવધાનીપૂર્વક આગળ વધી હતી. નિયમો પાળવામાં આવ્યા હતા. રેલવે હોટલ ટેન્ડર કેસમાં કોઇપણ વાસ્તવિકતા નથી. તમામ બાબતો ઉપજાવી કાઢેલી છે.

Related posts

નેત્યાનાહુનાં સ્વાગતની તૈયારી શરૂ : સંબંધો વધુ મજબુત થશે

aapnugujarat

રેલવેએ કર્યો ટિકિટ બુકિંગમાં કર્યો મોટો ફેરફાર

aapnugujarat

રાફેલ મામલે દાળમાં કાળું છે : મનમોહનસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1