Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભ્રષ્ટાચાર કેસમાં તેજસ્વી યાદવની પણ આકરી પુછપરછ હાથ ધરાઈ

ભ્રષ્ટાચાર કેસના સંદર્ભમાં સીબીઆઈએ લાલૂ પ્રસાદ યાદવની પુછપરછ કરવામાં આવ્યા બાદ આજે તેમના પુત્ર તેજસ્વી યાદવની પણ આકરી પુછપરછ કરી હતી. ૨૦૦૬માં આઈઆરસીટીસી હોટલના મેઇન્ટેનન્સના કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારના મામલામાં પુછપરછ કરવામાં આવી હતી. ૨૭ વર્ષીય પૂર્વ નાયબ મુખ્યમંત્રી આ કેસમાં પુછપરછ માટે અગાઉ ત્રણ વખત નોટિસ જારી કરવામાં આવી હોવા છતાં ઉપસ્થિત રહ્યા ન હતા. આજે તપાસ ટીમ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. તેજસ્વીને જુદા જુદા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. સવારે ૧૧ વાગ્યાના નિર્ધારિત સમયે સીબીઆઈ હેડક્વાર્ટર ખાતે તેજસ્વી આવી પહોંચ્યા હતા. ગઇકાલે સાત કલાક સુધી લાલૂ યાદવની આકરી પુછપરછ કરવામાં આવી હતી. આ કેસ એવા આક્ષેપ સાથે સંબંધિત છે કે, રેલવે પ્રધાન તરીકે લાલૂ પ્રસાદ યાદવે ઇન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટ્યુરિઝમ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી બે હોટલોના મેઇનટેનન્શની જવાબદારી સુજાતા હોટલને સોંપી દીધી હતી. આ સુજાતા હોટલ કંપનીના માલિક વિનય અને વિજય કોચાર રહ્યા હતા. બદલામાં બેનામી કંપની મારફતે પટણામાં ત્રણ એકર પ્રાઇમ જમીન લઇ લેવામાં આવી હતી. એફઆઈઆરમાં આક્ષેપ છે કે, આરજેડી નેતાએ સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કરીને કોચાર માટે ટેન્ડર સાથે સંબંધિત નિયમોમાં છુટછાટ આપી હતી.
ડિલાઈટ માર્કેટિંગ કંપની નામની બેનામી કંપની મારફતે હાઈવેલ્યુ પ્રાઇમ જમીન લઇ લેવામાં આવી હતી. સુજાતા હોટલને ટેન્ડર આપી દેવામાં આવ્યા બાદ ડિલાઇટ માર્કેટિંગની માલિકી બદલાઈ હતી. સરલા ગુપ્તાથી રાબડી દેવી અને તેજસ્વી યાદવની હાથમાં આ માલિકી આવી હતી. એફઆઈઆરમાં કહેવા મુજબ ૨૦૧૦-૨૦૧૪ વચ્ચે આ સમગ્ર પ્રક્રિયા ચાલી હતી. તેજસ્વી યાદવે પુછપરછ પહેલા કહ્યું હતું કે, જીત હંમેશા સત્યની રહેશે. તેમને ફસાવવાના પ્રયાસો કેન્દ્ર સરકાર અને બિહારના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Related posts

ઈન્ડિયન આર્મીમાં ’ગે’ને સામેલ થવાની મંજૂરી ન આપી શકીએ : આર્મી ચીફ

aapnugujarat

जिसको विरोध करना है करे, CAA वापस नहीं होगा : अमित शाह

aapnugujarat

ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવા માટે ૨૦૧૯ સુધી રોકાવાની જરૂર નથી : શિવસેના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1