Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

યશવંતસિંહાની નરેન્દ્ર મોદીને મળવાની ઇચ્છા પૂર્ણ થઇ શકે

નોટબંધી, જીએસટી અને આર્થિક નીતિઓને લઇને હાલમાં મોદી સરકારની સતત ઝાટકણી કાઢી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય નાણાં પ્રધાન યશવંતસિંહા હવેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ઇચ્છા પૂર્ણ થવા જઇ રહી છે. કારણ કે ૧૪મી ઓક્ટોબરના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે યશવંતસિંહાને પણ આમંત્રણ મળી ગયુ છે. આ કાર્યક્રમમાં મોદી પણ હાજર રહેનાર છે. મળેલી માહિતી મુજબ મોદી પટણા યુનિવર્સિટીના શતાબ્દી કાર્યક્રમમાં હાજરી આપવા માટે ૧૪મી ઓક્ટોબરના દિવસે પહોંચનાર છે. વાઇસ ચાન્સલર રસ બિહારી સિંહે માહિતી આપતા કહ્યુ છે કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સિંહાને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. સિંહા પણ પોલિટિકલ સાઇન્સમાં ડિગ્રી સાથે આ સંસ્થામાંથી જ ગ્રેજુએટ થયા હતા. ત્યારબાદ આ જ સંસ્થામાં ભણાવતા પણ હતા. આ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે કે કેમ તે અંગે હજુ સુધી સિંહા તરફથી કોઇ સંકેત મળી રહ્યા નથી. સુત્રોએ કહ્યુ છે કે તેઓએ કોઇ નિર્ણય કર્યો નથી. ગયા સપ્તાહથી જ યશવંતસિંહા મિડિયામાં હેડલાઇન બની રહ્યા છે. તેઓએ આર્થિક નિતીઓના મુદ્દે કેન્દ્રિય નાણાં પ્રધાન અરૂણ જેટલીની જોરદાર ઝાટકણી કાઢી છે. અર્થતંત્રની હાલત કફોડી કરવાનો જેટલી પર આક્ષેપ કરી રહ્યા છે. સામે જેટલીએ આક્ષેપ કરીને કહ્યુ છે કે ૮૦ વર્ષની વયમાં સિંહા નોકરી શોધી રહ્યા છે. સિંહા કહી ચુક્યા છે કે નોટબંધી અને જીએસટી સમયસર લાગુ કરવામાં આવ્યા નથી. એક ચેનલ સાથેની વાતચીતમાં હાલમાં યશવંતસિંહાએ કહ્યું હતું કે, એક વર્ષ પહેલા મોદીને મળવા માટેનો સમય માંગ્યો હતો પરંતુ હજુ સુધી મળ્યા નથી. હવે તેઓ તેમના ઘરની આગળ ધરણા પ્રદર્શન કરવા માટે તૈયાર નથી. સરકાર અને પાર્ટીમાં અમારી વાત સાંભળવા માટે કોઇ પણ તૈયાર નથી. યશવંતસિંહાએ કહ્યું હતું કે, યુપીએના સમયે પોલિસી પેરાલીસીસની અસર હતી અને આશા હતી કે, મોદી સરકાર આવી ગયા બાદ આ સ્થિતિનો અંત આવી જશે. અમે આગળ વધ્યા હતા પરંતુ જે ગતિ દેખાવી જોઇતી હતી તે ગતિ દેખાઈ નથી. અર્થવ્યવસ્થામાં ઘટાડો થતાં બેરોજગારી પણ વધી છે. બેંકોમાં ફસાયેલી લોનને લઇને પણ ચિંતા વ્યક્ત કરતા સિંહાએ કહ્યું હતું કે, બેંકોના આઠ લાખ કરોડ રૂપિયા ફસાયેલા છે. એનપીએના કારણે બેંકોએ લોન આપવાનું બંધ કરી દીધું છે જેથી ખાનગી રોકાણ થઇ રહ્યું નથી. એનપીએને કાબૂમાલેવાની જરૂર છે પરંતુ સરકારે આ દિશામાં હજુ સુધી પગલા લીધા નથી. ૪૦ મોટી કંપનીઓની સામે કાર્યવાહી ચાલી રહી છે. બેંકોની સ્થિતિ સુધરી રહી નથી. નોટબંધી અને જીએસટીના સમયને લઇને પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું છે કે, લોકો એક આઘાતથી બહાર નિકળ્યા ન હતા ત્યારે બીજો આઘાત આવી ગયો હતો. છેલ્લા દોઢ વર્ષથી અર્થવ્યવસ્થાની ગતિ ખુબ ધીમી થઇ ગઇ છે. છેલ્લા ૬ ત્રિમાસિક ગાળાથી ગતિ ઘટી ગઈ છે. નોટબંધી વચ્ચેના ગાળામાં આવી છે. સિંહાએ એમ પણ કહ્યું હતું કે, જીએસટીને લઇને સૌથી વધુ સમાપન કર્યું છે તો તેઓ પોતે હતા પરંતુ તેને લાગૂ કરવાના સમયને લઇને અડચણો ઉભી થઇ છે. અમે પહેલી ઓક્ટોબરથી જીએસટીને અમલી બનાવવા ઇચ્છુક હતા પરંતુ તેને વહેલી તકે અમલી કરીને તકલીફ વધારી દેવામાં આવી છે. અખબારમાં લેખ બાદ યશવંતસિંહાએ મિડિયાની સામે વધુ આક્રમક નિવેદન કર્યા હતા અને કહ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી અર્થતંત્રમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આના માટે અગાઉની સરકારોને દોષિત ગણી શકાય નહીં.

Related posts

UAPA कानून के तहत मसूद, हाफिज और दाऊद आतंकी घोषित

aapnugujarat

ગૃહિણીઓના રસોડામાંથી ટામેટા ગાયબ

editor

દિકરી પર દુષ્કર્મ આચરનાર પિતાએ પોતાનું ગુપ્તાંગ કાપી નાંખ્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1