Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧૨૫ કરોડ દેશવાસી મળશે તો સ્વચ્છતાનું સ્વપ્ન પૂર્ણ થશે : સ્વચ્છ ભારત મિશન પ્રસંગે મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ ભારત મિશનની ત્રીજી વર્ષગાંઠના પ્રસંગે પોતાના સંબોધનમાં સ્વચ્છતાના મુદ્દા ઉપર વાત કરી હતી. સ્વચ્છતા અભિયાનમાં ત્રણ વર્ષના પ્રસંગે મોદીએ કહ્યું હતું કે, સમાજની ભાગીદારી વગર સ્વચ્છતા અભિયાન ક્યારે પણ પરિપૂર્ણ થઇ શકે તેમ નથી. એક હજાર મહાત્મા ગાંધી અને એક લાખ નરેન્દ્ર મોદી આવી જાય તો પણ આ સપનાને પૂર્ણ કરી શકાય તેમ નથી પરંતુ સમાજની ભાગીદારીની સાથે આ સપનાને વહેલી તકે પરિપૂર્ણ કરી શકાય છે. તેમણે ઉમર્યું હતું કે, સ્વચ્છતા અભિયાન હવે સરકારના અથવા તો મહાત્મા ગાંધીના આંદોલન તરીકે નથી. દેશના સામાન્ય નાગરિકો પણ સ્વચ્છતા આંદોલન સાથે જોડાઈ રહ્યા છે. મોદીએ દેશના લોકોને આ અભિયાન સાથે જોડાઈ જવાની અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, તમામ મુખ્યમંત્રીઓ મળી જશે તો સ્વચ્છતાનું સ્વપ્ન પુર્ણ થશે નહીં પરંતુ જો સવા સો કરોડ દેશવાસી એક સાથે આવી જાય તો ટૂંકા ગાળામાં જ સ્વચ્છતાના સ્વપ્નને પરિપૂર્ણ કરી શકાય છે. મોદીએ પોતાના અંદાજમાં કહ્યું હતું કે, દેશવાસીઓની સામે આ બાબત મુકવાની ખુબ જરૂરી છે. વિરોધીઓ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, મોદીને ગાળો આપવા માટે ઘણા વિષય છે પંરતુ સમાજને જાગૃત કરવાના કાર્યક્રમ ઉપર કોઇ રાજનીતિ થવી જોઇએ નહીં. વિપક્ષી દળોને અપીલ કરતા મોદીએ કહ્યું હતું કે, સમાજમાં ફેરફાર લાવવા વાળા વિષયને મજાક તરીકે ન લેવાની જરૂર છે. વડાપ્રધાને કહ્યું હતું કે, ટિકા ટિપ્પણી છતાં સરકાર સ્વચ્છતા અભિયાનને આગળ વધારી રહી છે અને આગળ પણ જારી રાખશે. ત્રણ વર્ષ સુધી અમે આ કામમાં લાગેલા છે. કારણ કે અમને લાગે છે કે, મહાત્મા ગાંધીએ અમને જે રસ્તો બતાવ્યો છે તે રસ્તો ખોટો હોઈ શકે નહીં. ઘણા પડકારો છે પરંતુ પડકારોને પાર પાડીને અમે આગળ વધીશું. દેશને ગંદગીમાં મુકી દેવા માટે અમે તૈયાર નથી. દરેક ચીજોમાં સુધારા સાથે આગળ વધી રહ્યા છે. અમે માત્ર પ્રશંસા મળે તેવા કામ કરી રહ્યા નથી. સાહસ સાથે નિર્ણય લઇ રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, સ્વચ્છતા અભિયાન હવે દેશના સામાન્ય લોકોના અભિયાન તરીકે છે. દેશવાસી એક સ્વરમાં પોતાની ભાવનાઓ પ્રગટ કરી રહ્યા છે. ગંદગીમાં અમારી પણ યોગદાન છે. તમામને સ્વચ્છતા પસંદ છે પરંતુ સમસ્યા એ છે કે, આ કામ કોણ કરશે. સ્વચ્છતાના મુદ્દા ઉપર મોદીએ વિસ્તારપૂર્વક વાત કરી હતી. સ્વચ્છતાને લઇને દેશ હવે ઝડપથી આગળ વધવા માટે ઇચ્છુક છે.

Related posts

હપ્તો ન ભર્યો હોય તો પણ એજન્ટો નહીં ઉઠાવી શકે ગાડી : પટણા હાઈકોર્ટ

aapnugujarat

Shiv Sainiks will be ready to lay first brick of Ram temple : Uddhav

aapnugujarat

૨૦૨૧માં દેશમાં સૌથી વધુ લોકોએ આત્મહત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1