Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહાત્મા ગાંધી અને શાસ્ત્રીને દેશભરના લોકોએ યાદ કર્યા : રાજઘાટ અને વિજય ઘાટ ઉપર જઇને શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના જન્મદિવસના પ્રસંગે આજે તેમને યાદ કરવામાં આવ્યા હતા. તેમને તમામ મોટા નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. રાજઘાટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પહોંચ્યા હતા. તમામ નેતાઓએ બાપૂને યાદ કર્યા હતા અને તેમની સમાધિ ઉપર પુષ્પાંજલિ આપી હતી. વિજયઘાટ ઉપર લાલબહાદુર શાસ્ત્રીને પણ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ ટિ્‌વટ મારફતે બંને મહાન વિભૂતિઓને યાદ કરી હતી. ગાંધી જ્યંતિ ઉપર બાપૂને સતસત નમન કહીને ટિ્‌વટર ઉપર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ કહ્યું હતું કે, તેમના વિચાર દુનિયાભરમાં લાખો લોકોને પ્રેરણા આપે છે.
આ ટિ્‌વટની સાથે મોદીએ એક વિડિયો પણ જોડી દીધો છે જેમાં બાપૂના જીવન અને તેમના વ્યક્તિત્વને લઇને પોતાની બાબતો રજૂ કરી રહ્યા છે. લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતા મોદીએ કહ્યું છે કે, જય જવાન જય કિસાન ઉદઘોષ કરીને લાલબહાદુર શાસ્ત્રીએ દેશના લોકોમાં નવા પ્રાણ ફૂંકી દીધા હતા. નવો ઉત્સાહ જગાવ્યો હતો. જવાનો અને કિસાનો માટે પ્રેરણા સમાન અને દેશને કુશળ નેતૃત્વ આપનાર લાલ બહાદૂર શાસ્ત્રીને પણ દેશના લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને એક સાથે બેસીને બાપૂના ભજન પણ સાંભળ્યા હતા. બીજી બાજુ દેશમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન બંને મહાન હસ્તીઓને યાદ કરીને કરવામાં આવ્યા હતા. લાલ બહાદૂર શાસ્ત્રી અને મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલા જુદા જુદા કાર્યક્રમનું આયોજન દેશના વિવિધ ભાગોમાં કરવામાં આવ્યું હતું. લોકો ઉત્સાહ સાથે જોડાયા હતા.

Related posts

બિહારનાં કૈમૂર જિલ્લામાં લગ્નમાં ખુરશીઓની ચોરીનો આરોપ લગાવી બે યુવકોને ઊલ્ટા લટકાવી ઢોર માર માર્યો

aapnugujarat

લાલૂ યાદવને કોઇપણ પ્રકારનો ખતરો નથી : રાંચી પોલીસ

aapnugujarat

સપામાં નહિ જોડાઉ,લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા ગઠબંધન જરૂર કરીશ સાવિત્રીબાઈ ફૂલે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1