Aapnu Gujarat
બ્લોગ

જોજો રડવું ના આવે

,,,:- આનુ નામ દીકરી છે ,,,:-

 

.. . દીકરી …
? લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ g દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી….

? કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે… હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે…

? દીકરી કોઈને કશું જ
કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારા માંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે,….

? હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે,
હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે,..

? સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે..

? ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!

? સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું……!!

? પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો ‘છૂ’ થઈ જાય છે!

? પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે…

 

? દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને
અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે… એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે

પણ,
દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે…! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો?

 

? દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે…

 

પણ,
દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે… !!

 

? દીકરીનું લગન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો…!

 

? દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન..

 

? એક લીલા પાન ની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે આવે એ દીકરી.

 

? દીકરી એટલે માત્ર ઘર માં જ નહિ, હોઠ, હૈયે અને શ્વાસ માં સતત વસેલી વસંત …

 

? દીકરી એટલે ખિસ્સામાં રાખેલું ચોમાસું …

? દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ ,

દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર …

Related posts

ट्रंप हैं, अमेरिकी कलंक

editor

અસંતુષ્ટો અને રાજે વિરૂદ્ધ આંતરિક નારાજગી ભાજપ માટે ચિંતાજનક

aapnugujarat

લોકસભામાં ઝટકો લાગશે છતાં મોદી બનશે પ્રધાનમંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1