બિહારના કૈમૂર જિલ્લાના સોનબરસા ગામમાં શનિવારે દબંગો દ્વારા બે યુવકોને ઉલ્ટા લટકાવીને ડંડાથી પીટવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં આ યુવકોની પીટાઈ બાદ દંડ તરીકે તેમની પાસેથી ૩૦૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવ્યાં હતાં. આ બંને યુવકો પર થોડા દિવસ પહેલા અહીં થયેલા એક લગ્ન દરમિયાન ૫ ખુરશીઓની ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો જારી થઈ જતા પ્રશાસન ચોંકી ગયું છે. આસપાસ ઊભેલા લોકોએ પણ આ મામલે કશુ કર્યું નથી. તેઓ મૂક દર્શક બનીને બેસી રહ્યાં હતાં.
મીડિયા રિપોટ્ર્સ મુજબ બંને પીડિતો આ ઘટનાથી ખુબ ડરેલા છે અને એટલા ડર્યા છે કે તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પણ માંગતા નથી.
આ ઘટનાની જાણકારી મળતા જ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પીડિત યુવકોને સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે.આ અગાઉ પણ મહારાષ્ટ્રમાં ચોરીના આરોપમાં બે બાળકોની પીટાઈનો મામલો સામે આવ્યો હતો. ઉલ્લાસનગરમાં ૮ અને ૯ વર્ષના બે બાળકોના કપડા ઉતારીને, માથે મુંડન કરાવી તથા ગળે ચપ્પલોની માળા પહેરાવીને પરેડ કરાવાતા મોટો વિવાદ થયો હતો.
આ દરમિયાન બંનેની પીટાઈ પણ કરાઈ હતી. બાળકો પર એક મીઠાઈની દુકાનમાંથી કેટલીક ચોકલેટોની ચોરીનો આરોપ હતો.