Aapnu Gujarat
ગુજરાત

કડી તાલુકાનાં ટાંકિયા ગામે પ્રાથમિક શાળાનાં તેજસ્વી તારલાઓનું સન્માન કરતાં ‘આપણું ગુજરાત’નાં તંત્રી દેવેન વર્મા

‘આપણું ગુજરાત’ દૈનિકનાં તંત્રી દેવેન વર્મા દ્વારા કડી તાલુકાનાં ટાંકિયા ગામે પ્રાથમિક શાળાનાં તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેઓએ વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થાય તેવી વસ્તુઓનું વિતરણ કર્યું હતું.


આ કાર્યક્રમમાં દેવેન વર્માએ વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે ગણતર પણ એટલું જ મહત્વનું છે તે બાબતની પૂર્ણ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ પણ તેજસ્વી તારલાઓને બિરદાવ્યા હતાં. ટાંકિયા પ્રાથમિક શાળાનાં પ્રિન્સીપલ પિયુષભાઈ બારોટે દેવેન વર્માનું વિશેષ સન્માન કર્યું હતું.આ કાર્યક્રમમાં આશુતોષ વોટર ટેન્કનાં ચેરમેન ધીરજભાઈ દેસાઈ, ઓમ પેટ્રોલિયમનાં ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત સ્કૂલનાં શિક્ષકો, ગ્રામવાસીઓ તેમજ ગામનાં સરપંચે વિશેષ હાજરી આપી હતી.

Related posts

ગોવિંદપુરા જુથ ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી

editor

राज्य विधानसभा के सामान्य चुनाव पहले आंतरिक तबादला-प्रमोशन के ऑर्डर जारी किया गया

aapnugujarat

शहर में जल्दी में बने रास्तों की बारिश में होगी परीक्षा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1