Aapnu Gujarat
બિઝનેસ

કોરિયાની કટોકટી વચ્ચે દલાલ સ્ટ્રીટમાં તીવ્ર મંદીના ભણકારા

શેરબજારમાં શરૂ થતાં નવા કારોબારી સેશનમાં પાંચથી છ પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રી દ્વારા અમેરિકાને આપવામાં આવેલી ધમકીના પરિણામ સ્વરુપે આવતીકાલથી શરૂ થતાં નવા સેશનમાં દલાલ સ્ટ્રીટમાં આની સીધી અસર જોવા મળશે. ઉત્તર કોરિયાના વિદેશમંત્રીએ ધમકી આપતા ગઇકાલે કહ્યું હતું કે, તેમના રોકેટ અમેરિકાના મુખ્ય વિસ્તારોમાં પડી શકે છે. બીજી બાજુ નાણામંત્રી અરુણ જેટલી દ્વારા તાજેતરમાં વારંવાર સ્ટીમ્યુલસ પેકેજની વાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં બજારમાં પ્રવાહી સ્થિતિની શક્યતા દેખાઈ રહી છે. સ્ટીમ્યુલસ પેકેજના લીધે માર્કેટ માટે વધુ નવી સમસ્યા સર્જાઈ શકે છે. તેલ કિંમતોમાં સતત વધારો વૈશ્વિક કિંમતોના લીધે થઇ રહ્યો છે ત્યારે સામાન્ય લોકો ઉપર બોજને ઘટાડવા માટે વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. બીજી બાજુ જીએસટી હેઠળ રેવેન્યુનો આંકડો પણ આશાસ્પદ રહ્યો નથી. સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટના કાર્યક્રમને પણ જે ગતિની જરૂર છે તે ગતિથી વધી રહ્યો નથી. આ તમામ પરિબળોના લીધે આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં શેરબજારમાં અફડાતફડીનો માહોલ રહી શકે છે. સરકારના ફિસ્કલ ડેફિસિટના મોરચા ઉપર પણ નિરાશા હાથ લાગી રહી છે. રેટિંગ એજન્સીઓ દ્વારા જુદા જુદા કારણો આપવામાં આવ્યા છે. ઉત્તર કોરિયાના મોરચે યુદ્ધના વાદળો ખેરાયેલા છે. અમેરિકી જેટ વિમાનોએ ઉત્તર કોરિયા ઉપરથી ઉંડાણ ભરી છે. ૨૧મી સદીમાં પ્રથમ વખત ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે ફરી એકવાર ખેંચતાણના ભણકારા વાગી રહ્યા છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રીએ ગઇકાલે એક મોટા મંચ ઉપર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પ્રહારો કર્યા હતા. ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારો અને મિસાઇલ કાર્યક્રમને લઇને ફાઈનાન્સિયલ માર્કેટો નર્વસ દેખાઈ રહ્યા છે. ઇરાન દ્વારા કરવામાં આવલા મિસાઇલ પરીક્ષણના લીધે પહેલાથી જ રહેલી ચિંતામાં વધુ ચિંતા ઉમેરાઈ ગઈ છે. આવતીકાલે સોમવારના દિવસે ફાઇનાન્સિયલ માર્કેટોમાં ભારે અફડાતફડી રહી શકે છે. શેરબજાર ધરાશાયી થઇ શકે છે. ઇતિહાસ દર્શાવે છે કે, કોઇપણ પ્રકારની ખેંચતાણની સ્થિતિમાં સ્થિતિ વધુ વણસી શકે છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા રોકાણ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા રોકાણ, ડોલર સામે રૂપિયાની હિલચાલ સહિતના જુદા જુદા પરિબળોની સીધી અસર જોવા મળનાર છે. ઉપરાંત ભૌગોલિક ચિંતા પણ વધુ તકલીફ ઉભી કરી રહી છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા સાત સપ્તાહના ગાળામાં વેચવાલી જારી રાખી છે. વિદેશી રોકાણકારોએ આ મહિનામાં ૫૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ઓગસ્ટ મહિનામાં ૧૨૭૬૯ કરોડ રૂપિયા પાછા ખેંચાયા હતા. શુક્રવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સમાં ૪૪૭ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. વેચવાલી વચ્ચે તીવ્ર ઘટાડો થઇ શકે છે.

Related posts

5 करोड़ तक टर्नओवर पर खत्म होगा GST रिटर्न

aapnugujarat

ચાલુ વર્ષે રવિ પાકના વાવેતરમાં થયો વધારો

aapnugujarat

જેટ એરવેઝને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગઈ રૂ. ૧,૨૬૧ કરોડની ખોટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1