Aapnu Gujarat
બિઝનેસ

વેચવાલી જારી : FPI દ્વારા ઇક્વિટીમાંથી નાણાં ખેંચાયા

વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં ઇક્વિટીમાંથી ૫૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ભૌગોલિક ચિંતાઓ અને નફો મેળવી લેવાની પ્રવૃત્તિના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ છે. સપ્ટેમ્બર મહિનામાં હજુ સુધી સ્ટોક માર્કેટમાંથી વિદેશી રોકાણકારોએ જંગી નાણા પાછા ખેંચી લીધા હતા જેની સીધી અસર જોવા મળી રહી છે. ઓગસ્ટ મહિનામાં ઇક્વિટીમાંથી ૧૨૭૭૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા ત્યારબાદ પણ વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં આ વલણ જાળવી રાખ્યું છે. તે પહેલા એફપીઆઈ દ્વારા છેલ્લા છ મહિનામાં ૬૨૦૦૦ કરોડથી વધુ નાણા ઠાલવી દેવાયા હતા. નવેસરના આંકડા મુજબ એફપીઆઈ દ્વારા પહેલીથી ૨૨મી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં ૫૪૯૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. જો કે, આ ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૪૪૩૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. નવેસરના પ્રવાહને ધ્યાનમાં લેવામાં આવ્યા બાદ ઇક્વિટી માર્કેટમાં એફપીઆઈ દ્વારા કુલ રોકાણનો આંકડો ૪૦૨૫૩ કરોડ રૂપિયાનો નોંધાયો છે. એફપીઆઈ દ્વારા નાણા પાછા ખેંચી લેવા માટે અનેક પરિબળોને જવાબદાર ગણળામાં આવે છે જે પૈકી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પ્રવર્તી રહેલી તંગદિલીને મુખ્ય કારણ તરીકે ગણવામાં આવે છે. આ ઉપરાંત પણ અન્ય કેટલાક ભૌગોલિક પરિબળો જવાબદાર છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ, પરમાણુ પરીક્ષણોને લઇને થયેલી છે. વિદેશી મૂડીરોકાણકારો માટે ભારત સૌથી મહત્વપૂર્ણ સ્થળ તરીકે છે. આવી સ્થિતિમાં અમેરિકામાં તંગદિલીના પરિણામ સ્વરુપે રોકાણકારો પીછેહઠ કરી રહ્યા છે. જો કે, ડેબ્ટ માર્કેટમાં એફપીઆઈ દ્વારા જંગી નાણા ઠાલવવામાં આવી રહ્યા છે. હાલમાં જ જારી કરવામાં આવેલા સરકારી આંકડાની અસર પણ જોવા મળી રહી છે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં કોઇ ઘટાડો હાલમાં કરવામાં આવશે કે કેમ તેની પણ ચર્ચા છે.
ભારત જેવા ઉભરતા માર્કેટમાં લાભ લેવાની સાતે સાથે જોખમી પરિબળો પણ છે. છેલ્લા છ મહિનાના ગાળામાં એફપીઆઈ દ્વારા અભૂતપૂર્વ નાણા ભારતીય બજારમાં ઠાલવી દેવામાં આવ્યા બાદ હવે ફરી એકવાર વેચવાલીનો દોર શરૂ થયો છે. ઉત્તર કોરિયાએ હાલમાં પરમાણુ પરીક્ષણની સાથે સાથે જુદી જુદી મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. જાપાન ઉપર મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. બીજી બાજુએ ઇરાનને પણ સંયુક્ત રાષ્ટ્રના ધારાધોરણોનો ભંમગ કરીને મિસાઇલ પરીક્ષણ કર્યું છે.

Related posts

ફેબ્રુઆરીમાં ઔદ્યોગિક ઉત્પાદન ૧૪ મહિનાના ઉચ્ચસ્તર પર

aapnugujarat

સેંસેક્સ ૪૧ પોઇન્ટ ઉછળી ૩૪,૯૯૨ની સપાટી ઉપર

aapnugujarat

મંદી ઉપર બ્રેક : સેંસેક્સમાં ૨૨ પોઇન્ટનો સુધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1