સરકારી આંકડા અનુસાર ચાલુ રવી સીઝનમાં ૨૨ ડિસેમ્બર ૨૦૧૭ સુધી ૫૪૬.૦૨ લાખ હેક્ટરમાં રવી પાકોનુ વાવેતર કરવામાં આવ્યુ છે. ગત વર્ષે ૨૦૧૬ માં આ સમયગાળા ૫૪૪.૯૭ લાખ હેક્ટરમાં રવી પાકોનુ વાવેતર થયુ હતુ. આંકડાના આધારે જોઈએ તો રવી પાકનોનુ કુલ વાવેતર વધ્યુ છે. સરકારી આંકડા અનુસાર ગત વર્ષ કરતા આ વર્ષે ઘઉંનો વાવેતર વિસ્તાર ઘટ્યો છે.
ઘઉંનુ વાવેતર ૨૬૨.૭૪ હેક્ટરમાં કરવામાં આવ્યુ છે, જે ગત વર્ષે આ સમયગાળામાં ૨૭૨.૬૨ હેક્ટર હતુ. ચોખાનુ વાવેતર ૧૪.૭૮ હેક્ટરમાં કરવામાં આવ્યુ છે, જે ગત વર્ષે આ સમયે ૧૦.૩૧ હેક્ટર હતુ એટલે કે ચોખાનુ વાવેતર આ સીઝનમાં વધ્યુ છે. દાળોનુ વાવેતર ૧૪૬.૦૬ હેક્ટરમાં કરવમાં આવ્યુ છે જે ગત વર્ષે આ સમયગાળામાં ૧૩૩.૯૪ હેક્ટરમાં કરવામાં આવ્યુ હતુ. મોટા અનાજનું વાવેતર ૪૯.૪૧ હેક્ટરમાં કરવામાં આવ્યુ છે, જે ગત વર્ષે આ સમયગાળામાં ૪૯.૮૪ હેક્ટરમાં થયુ હતુ. તેલિબિયાનુ વાવેતર ૭૩.૦૩ હેક્ટરમાં કરવામાં આવ્યુ છે, જે ગત વર્ષે ૭૮.૨૭ હેક્ટરમાં થયુ હતુ. જો કે આ વર્ષે તેલિબિયાનો વાવેતર વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો છે.