Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

મોસુલમાં બંધક બનાવવામાં આવેલા ૩૯ ભારતીય કામદારો અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી : ઈરાકી વડાપ્રધાન

ઈરાકના વડાપ્રધાન હૈદર અલ અબદીએ જણાવ્યું કે ઈસ્લામિક સ્ટેટ દ્વારા ૩ વર્ષ પહેલા મોસુલમાં બંધક બનાવવામાં આવેલા ૩૯ ભારતીય કામદારો અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. વડાપ્રધાને એક ઈન્ટરવ્યુંમાં શનિવારે કહ્યું કે આ મામલે હજુ તપાસ જારી છે. આનાથી વધારે તેઓ કશું કહી શકે નહીં.
ઉલ્લેખનીય છે કે વિદેશમંત્રી સુષમા સ્વરાજે આ કામદારોના પરિજનોને જુલાઈમાં જણાવ્યું હતું કે આ કામદારો મોસુલના ઉત્તર પશ્ચિમ સ્થિત બાદુશની કોઈ જેલમાં હોવાની સંભાવના છે જેમને ઈરાકી સૈનિકોએ ઈસ્લામિક સ્ટેટના ચુંગલમાંથી છોડાવી છે.
અત્રે જણાવવાનું કે કામદારો ખાસ કરીને ઉત્તર ભારતના છે જેઓ ઈરાકની નિર્માણ કંપનીમાં કામ કરતા હતાં.
૨૦૧૪માં ઈરાકના ઉત્તર અને પશ્ચિમમાં ઈસ્લામિક સ્ટેટના વિસ્તાર પહેલા હજારો ભારતીયો ઈરાક કામ માટે ગયા હતાં. જો કે આ વર્ષે જુલાઈમાં સૈનિકોએ ૯ મહિનાના સંઘર્ષ બાદ ફરી મોસુલ પર કબ્જો કરી લીધો હતો. પરંતુ આમ છતાં અપહ્રત ભારતીયોની કોઈ ભાળ નથી.

Related posts

આયરલેન્ડના પીએમની રેસમાં ભારતીય મૂળના ગે મિનિસ્ટર સૌથી આગળ !

aapnugujarat

पाक में मूसलाधार बारिश से मरने वालों की संख्या 134 हुई

editor

યુએસ એડવાઈઝરીએ નાગરિકોને પાકિસ્તાન ન જવા આપી સલાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1