Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યુએસ એડવાઈઝરીએ નાગરિકોને પાકિસ્તાન ન જવા આપી સલાહ

અમેરિકાએ આતંકવાદ અને પાકિસ્તાનની અંદર અથવા તો નાગરિક વિમાનોમાં ભય હોવાને કારણે તેમના નાગરિકાને એશિયાઈ દેશની યાત્રા પર પુનર્વિચાર કરવા અનુરોધ કર્યો છે. સંઘીય વિમાનન પ્રશાસને બુધવારે એક નોટિસ ઈસ્યૂ કરીને કહ્યું છે કે આતંકવાદી સમૂહ પાકિસ્તાનમાં સંભવિત હૂમલો કરવાની યોજના બનાવી રહ્યું છે.વિદેશ મંત્રાલયે પોતે હાલમાં જ જાહેર કરેલ યાત્રા પરામર્શમાં જણાવ્યું છે કે આતંકવાદને કારણે પાકિસ્તાનની યાત્રા પર પુનર્વિચાર કરે. તેમણે અમેરિકી નાગરિકોને આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષની સંભાવનાના કારણે પૂર્વ સંઘીય પ્રશાસિત જનજાતીય વિસ્તારો(એફએટીએ) અને કશમીરના પાકિસ્તાનના કબજામાં રહેલા હિસ્સામાં બલૂચિસ્તાન તથા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની યાત્રા ન કરવાનું કહેવામાં આવ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે આતંકવાદીઓ પાકિસ્તાનમાં હૂમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.આતંકવાદી પરિવહનના હબ, બજાર, શોપિંગ મૉલ, સૈન્ય કેમ્પ, એરપોર્ટ, વિશ્વવિદ્યાલયો, પર્યટક સ્થળો, સ્કૂલો, હોસ્પિટલ, પ્રાર્થના સભા અને સરકારી કેન્દ્રોને નિશાન બનાવી શખે છે. તેમણે વધુમાં ટાંકયું છે કે પાછલા કેટલાક વર્ષોમાં ખુબ મોટા પાયે આતંકવાદી હૂમલાઓમાં હજારો લોકો ઘાયલ થયા છે.પોતાના નાગરિકોને પાકિસ્તાનના કબજામાં રહેલ કશમીરમાં ન જવા માટે અનુરોધ કરતાં વિદેશ મંત્રાલયે કહ્યું છે કે એમ જાણવા મળે છે કે આ વિસ્તારોમાં આતંકવાદી સમૂહો સક્રિય છે. તેમણે એમ પણ કહ્યું છે કે ભારત પાકિસ્તાનની વચ્ચે સશસ્ત્ર સંઘર્ષનો ભય ઉભો જ છે, ભારત અને પાકિસ્તાન સરહદ પર સેના વચ્ચે સરહદરેખા પર સતત ગોળીબાર ચાલુ રહ્યાં છે.

Related posts

કેનેડામાં ૧૦ લોકોની ચપ્પુ મારીને હત્યા

aapnugujarat

अमेरिका ने H-1B वीज़ा पर लगायी रोक

editor

બ્રિટનમાં વિઝાના નિયમો કડક, પરિવારને લાવવા પર પ્રતિબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1