Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

આયરલેન્ડના પીએમની રેસમાં ભારતીય મૂળના ગે મિનિસ્ટર સૌથી આગળ !

આયરલેન્ડના પ્રાઈમ મિનિસ્ટરની રેસમાં એક ભારતવંશી ડોકટર સૌથી આગળ જોવા મળી રહ્યાં છે. ૩૮ વર્ષના લિઓ વરાડકર ભારતીય પિતા અને આયરીશ માતાના સંતાન છે. વરાડકર નામના શખ્સ આયરલેન્ડમાં પ્રથમ ગે મિનિસ્ટર પણ છે.
માનવામાં આવે છે કે તેઓ આયરલેન્ડના પ્રથમ ગે પીએમ પણ બનશે. આયરલેન્ડમાં હાલ ફાઈન ગાયલ પાર્ટીની સરકાર છે.વરાડકરે વર્ષ ૨૦૧૫માં ગે હોવાની જાહેરાત કરી હતી. આયરલેન્ડના વેલફેર મિનિસ્ટર વરાડકરને કેબિનેટના સિનિયર્સ મેમ્બર્સનો સપોર્ટ મળી રહ્યો છે અને પાર્લામેન્ટના વધુમાં વધુ સભ્યો પણ તેઓને સમર્થન આપી રહ્યાં છે.
વરાડકરે, ઈન્ડા કેનીના પીએમ પોસ્ટ પરથી રાજીનામું આપ્યા બાદ પોતાને કેન્ડિડેટ તરીકે રજૂ કર્યા હતા. પીએમની પોસ્ટ માટે વરાડકરની ટક્કર હાઉસિંગ મિનિસ્ટર સિમોન કોવેન સામે છે. વરાડકરે પોતાને સમર્થન આપનારા લોકોનો આભાર માન્યો હતો તેમજ ચૂંટણી પહેલાની ચર્ચા માટે તેઓ તૈયાર છે તેવો દાવો કર્યો હતો.ઈન્ડા કેનીના ઉત્તરાધિકારીની ચૂંટણી ૨ જૂનનાં રોજ થવાની છે. થોડા દિવસોમાં જ પાર્લામેન્ટમાં પીએમની પોસ્ટ માટે વોટિંગ થશે. આયરલેન્ડ જ એ દેશ છે કે જેને સૌપ્રથમ વખત એક જ જાતિના લોકોને લગ્ન કરવાની કાયદાકીય છૂટ આપી હતી. વરાડકરે જ સેમ-સેક્સ મેરેજ અને ઓબોર્શન લોને લિબરલ કરવા માટે કેમ્પેઈન ચલાવ્યું હતું. વર્ષ ૨૦૦૭માં પાર્લામેન્ટમાં ચૂંટાયા પહેલા તેઓ જનરલ પ્રેકટીશનર હતા. વરાડકારનું સતત પાર્ટીમાં કદ વધી રહ્યું છે. તેઓએ ટ્રાંસપોર્ટ, ટૂરિઝમ એન્ડ સ્પોટર્સ, સોશ્યલસ પ્રોટેકશન મિનિસ્ટર પણ રહી ચુક્યાં છે.

Related posts

मैंने 5 करोड़ अमेरिकियों की नौकरी बचाई : ट्रंप

editor

હું ગદ્દાર નથી, પ્રેમમાં હિન્દુસ્તાનથી ખેંચાઇ આવ્યો હતો પાકિસ્તાન : નવાઝ શરીફ

aapnugujarat

આતંકવાદનું સમર્થન કરનારા દેશોએ આકરી કિંમત ચૂકવવી પડશેઃ સંયુક્ત રાષ્ટ્રપ્રમુખ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1