Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદને કેન્દ્રની ગ્રાંટ છતા ફ્રી-વાઈફાઈના મુદ્દે નિષ્ફળતા

અમદાવાદ શહેરને કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટસિટી જાહેર કરવામા આવ્યા બાદ સ્માર્ટસિટી પ્રોજેકટ હેઠળ રૂપિયા ૧૯૪ કરોડની ગ્રાંટ મંજુર કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપી દીધાને એક વર્ષ ઉપરાંતનો સમય પસાર થવા આવ્યો હોવા છતાં હજુ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના વિવિધ વિસ્તારોમા ફ્રી-વાઈફાઈ ઝોન કાર્યરત કરવામા નિષ્ફળ પુરવાર થવા પામ્યુ છે.આ અંગેની વિગત એવી છે કે,કેન્દ્ર સરકારે અમદાવાદ શહેરને વર્ષ-૨૦૧૪ના વર્ષમા સ્માર્ટસિટીની યાદીમા સમાવ્યુ હતુ બાદમા વર્ષ-૨૦૧૫-૧૬ના નાણાકિય વર્ષમા કેન્દ્ર સરકારે અમદાવાદ શહેરમા હાથ ધરવામા આવનારા સ્માર્ટસિટી પ્રોજેકટ હેઠળ રૂપિયા ૧૯૪કરોડની રકમ ગ્રાંટ પેટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવી છે.અમદાવાદ શહેરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડી.તારા.દ્વારા વર્ષ-૨૦૧૫-૧૬ના બજેટમા અમદાવાદ શહેરમા આવેલા વિવિધ ૫૦ જેટલા સ્થળો ખાતે ફ્રી-વાઈફાઈઝોન શરૂ કરવાની દરખાસ્ત રજુ કરી હતી જેને મ્યુનિસિપલ બોર્ડની મળેલી એ વર્ષની બજેટ બેઠકમા પણ મંજુરી આપવામા આવી હતી.પૂર્વ મ્યુનિસિપલ કમિશનરની બદલી થયા બાદ આ દરખાસ્ત જાણે અભરાઈ ઉપર ચઢાવી દેવામા આવી હોય એમ મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ દિશામા કાર્યવાહી ગોકળ ગતિએ ચાલુ રાખી હોઈ નિર્ધારીત લક્ષ્ય પુરૂ કરવામા તંત્રની બેદરકારી અને નિષ્ફળતા છતી થવા પામી છે.ડી.તારાના બજેટમા શહેરના કાંકરિયા લેકફ્રંટ ઉપરાંત ગાંધી આશ્રમ,સિવિલ હોસ્પિટલ અને સાયન્સ સિટી સહીતના વિસ્તારોમા ફ્રી-વાઈફાઈઝોન શરૂ કરવાની જાહેરાત કરવામા આવ્યા બાદ કાંકરિયા લેકફ્રંટ ખાતે હજુ સુધી ફ્રી-વાઈફાઈઝોનના નબળા સિગ્નલ મળી રહ્યા છે.બાકીના કોઈ સ્પોટ ઉપર હજુ સુધી ફ્રી-વાઈફાઈઝોન સ્પોટ શરૂ કરી શકાયા નથી.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ-ગવર્નન્સ વિભાગનો હવાલો સંભાળતા યતીન્દ્ર નાયકે આ વર્ષની શરૂઆતમા એવી જાહેરાત કરી હતી કે,ઓગસ્ટ-૧૭ના અંત સુધીમા સમગ્ર રિવરફ્રન્ટ,મ્યુનિ.હસ્તકની ઝોનલ ઓફિસો,અને ૧૫ જેટલા પબ્લિક સ્પોટ પર ફ્રી-વાઈફાઈઝોન સ્પોટ કરવામા આવશે પરંતુ ઓગસ્ટ માસ પુરો થઈ ગયો સાથે સપ્ટેંબર માસના પણ ૧૦ દિવસ પુરા થઈ ગયા હજુ સુધી એક પણ સ્પોટ પર ફ્રી-વાઈફાઈઝોન શરૂ કરી શકાયા નથી.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

લાભી ગામમાં આઠમ નિમિત્તે યજ્ઞ કરાયો

editor

ખાતર કૌભાંડ : અમરેલી, વડોદરા, ગાંધીનગર વિસ્તારમાં ખેડૂતોની જનતા રેડ

aapnugujarat

मास्क पहनने पर विवाद : नारणपुरा और बापूनगर में पुलिस के साथ व्यापारियों की झड़प

editor

Leave a Comment

UA-96247877-1