Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ૯૩ ગામોમાં પરિભ્રમણ કરી રહેલો “મા નર્મદા રથ”

ગુજરાત રાજ્ય માટે સરદાર સરોવર ડેમનાદરવાજા બંધ થવાની ઐતિહાસિક ક્ષણને સમગ્ર રાજ્યમાં ઉત્સવ તરીકે ઉજવવાના રાજ્ય સરકારના નિર્ણયના ભાગરૂપે નર્મદા જિલ્લામાં તા. ૬ ઠ્ઠી સપ્ટેમ્બર, ૨૦૧૭ ના દિવસે  માન. વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા પ્રભારી સચિવશ્રી એસ.જે. હૈદર, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રણજીતકુમાર સિંહ, સરદાર સરોવર નર્મદા નિગમના અધ્યક્ષ શ્રી આર.જી. કાનુન્ગો, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી દિનેશભાઇ તડવી વગેરે જિલ્લા-તાલુકાના મહાનુભાવોએ કેવડીયા કોલોની ખાતેથી “મા નર્મદા રથ” ને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

પ્રસ્થાન બાદ સતત ત્રણ દિવસ સુધી ગરૂડેશ્વર તાલુકાના ૪૪ ગામોમાં “મા નર્મદા રથ” નું પરિભ્રમણ કરવામાં આવતા દરેક ગામોમાં રથનું ઉષ્માભર્યુ સ્વાગત કરવા સાથે મા નર્મદાની આરતી કરવામાં આવી હતી.

મા નર્મદા મહોત્સવના ચોથા દિવસે તિલકવાડા તાલુકામાં પ્રવેશ કરતા તિલકવાડા તાલુકાના ૧૩ ગામોમાં માન. મંત્રીશ્રી તડવીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ચોથા દિવસે ભાદરવા, કોયારી, વાસણ, વિરપુર, સુરવા, હરિપુરા, ડાભોડ, મરસણ, વડીયા-ટેકરા, કાલાઘોડા, ઉચાદ, કંથરપુરા અને રેંગણ ગામોમાં “મા નર્મદા રથ” ને કળશ અને શ્રીફળ ધારણ કરી કુમારીકાઓએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું અને મા નર્મદાની આરતી ઉતારી હતી. ઉચાદ ખાતે મહિલા સભા, કંથરપુરા ગામે ખેડૂત સભા યોજાઇ હતી. જ્યારે રેંગણ ગામે રાત્રિ રોકાણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

મા નર્મદા રથના પાંચમા દિવસે તિલકવાડા તાલુકાના રૂપપુરા, જેતપુર, નવાપુરા, કાટકોઇ, ચિત્રાખાડી, ગોલતલાવડી, કામસોલી, આલમપુરા, રોજનાર, વંઢ, વ્યાધર, દેવલીયા અને તિલકવાડા વગેરે ૧૩ ગામોમાં રથનું ઉષ્માભર્યુ સ્વાગત સાથે મા નર્મદાની આરતી કરાશે, વ્યાધર ખાતે મહિલા સભા, દેવલીયા ખાતે ખેડૂત સભા યોજાશે અને તિલકવાડા ખાતે રાત્રિ રોકાણ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થશે.

તિલકવાડા તાલુકાના ગામોમાં માન. વન અને આદિજાતિ રાજ્યમંત્રી શ્રી શબ્દશરણભાઇ તડવી, બાળ સુરક્ષા આયોગના ડિરેક્ટરશ્રી ભારતીબેન તડવી, ડૉ. દર્શનાબેન દેશમુખ, તાલુકા અગ્રણી શ્રી વલ્લભભાઇ જોશી, જિલ્લા પંચાયતના સદસ્યા શ્રીમતી શારદાબેન તડવી વગેરે જિલ્લા તાલુકાના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, ગ્રામજનો, બાળકો વગેરે મોટી સંખ્યામાં મા નર્મદા મહોત્સવમાં જોડાયા હતા.

Related posts

બોટાદ ખાતે 75 માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

editor

ઇવીએમ સાથે વીવીપેટના અમલ માટે કોંગ્રેસની માંગ

aapnugujarat

કાંકરેજ પૂર્વ વિસ્તારના ખેડૂતોની ભૂગર્ભ જળને પહોંચી વળવાની સરકાર પાસેની માંગણીમાં છીડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1