Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પંચકુલામાં હિંસા ભડકાવવા ૫ કરોડ ખર્ચ કરાયા : રિપોર્ટ

ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ હિંસાની તપાસ કરી રહેલી ખાસ તપાસ ટીમ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. પંચકુલા હિંસામાં ડેરા સચ્ચા સૌદા સાથે જોડાયેલા આદિત્ય ઇન્સા, હનીપ્રિત ઇન્સા અને સુરેન્દ્ર ઇન્સા સામેલ હોવાની બાબત સપાટી ઉપર આવી રહી છે.
એસઆઈટી દ્વારા માહિતી આપવામાં આવી છે કે, રેપના મામલામાં સીબીઆઈ કોર્ટ દ્વારા રામ રહીમને અપરાધી જાહેર કરવામાં આવ્યા બાદ ડેરાએ હિંસા ભડકાવવા માટે પાંચ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. તપાસમાં આ બાબત પણ સપાટી ઉપર આવી છે કે, ડેરાની પંચકુલા શાખાના હેડ ચંપોરસિંહને ડેરા મેનેજમેન્ટે પૈસા ખર્ચ કરવા માટેની જવાબદારી સોંપી હતી. પંજાબમાં મોહાલી જિલ્લાના ઢકોલી ગામના નિવાસી ચંપોર દેશદ્રોહનો કેસ દાખલ થયા બાદ પોતાના પરિવાર સાથે ફરાર છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ બાદ તેની સામે ૨૮મી ઓગસ્ટના દિવસે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એસઆઈટીની તપાસ મુજબ પંચકુલા ઉપરાંત પંજાબના અનેક વિસ્તારોમાં પણ સીબીઆઈ કોર્ટના ચુકાદા બાદ લોકોને ઉશ્કેરવા માટે ડેરા દ્વારા નાણા ખર્ચ કરવામાં આવ્યા હતા.
ડેરાના સમર્થકને વિશ્વાસ થઇ ગયો હતો કે, હિંસા દરમિયાન મૃત્યુ થવાની સ્થિતિમાં તેમના પરિવારના સભ્યોને આર્થિક મદદ પણ કરવામાં આવશે.
હરિયાણા ડીજીપી બીએસ સંધુનું કહેવું છે કે, ચંપોરની ધરપકડ બાદ વધુ વિગત સપાટી ઉપર આવી શકશે. અમારી ટીમ તેના છુટી જવાના સ્થળ ઉપર દરોડા પાડી રહી છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, હિંસાનું સમર્થન કરનાર કેટલાક અન્ય લોકો પોલીસની બાજ નજર હેઠળ છે. તેમને ટુંક સમયમાં જ પુછપરછ માટે બોલાવવામાં આવશે. સાધવીઓ ઉપર રેપના મામલામાં રામ રહીમની સામે ચુકાદો આવ્યા બાદ ૨૩મી ઓગસ્ટથી સમર્થકો એકત્રિત થયા હતા. ૨૪મી ઓગસ્ટના દિવસે વ્યાપક હિંસા થઇ હતી જેમાં પંચકુલામાં ૩૨ના મોત થયા હતા.

Related posts

પાકિસ્તાનની સાથે સૂચિત મંત્રણા રદ કરવાનો ભારતે નિર્ણય લીધો

aapnugujarat

नोटबंदी : सहयोग के लिए नरेंद्र मोदी ने धन्यवाद दिया

aapnugujarat

રજનીકાંતના રાજકારણને રામ-રામ

editor

Leave a Comment

UA-96247877-1