Aapnu Gujarat
રાષ્ટ્રીય

હવે વારાણસીની પણ યુરોપની જેમ સુરક્ષા ગોઠવવા નિર્ણય

વારાણસીમાં સુરક્ષા યુરોપિયન દેશોની જેમ જ આગામી દિવસોમાં ગોઠવવામાં આવનાર છે. યુરોપિયન દેશોની જેમ જ પ્લાન તૈયાર કરવામાં આવી ચુક્યો છે જેના ભાગરુપે આધુનિક શસ્ત્રો અને હથિયારો સાથે સજ્જ પોલીસ જવાનો મોરચા સંભળશે. તેમને ૩૯ જીટીસી, સીઆરપીએફ અને એનડીઆરએફના જવાનો ઉપરાંત પોલીસ છાવણીમાં રહેલા જવાનોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે. આ જવાનોને ટોચના અધિકારીઓ દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવશે. પ્રજાની સાથે સારુ વર્તન કરવા માટે બીએચયુ નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવનાર છે. એસએસપી રામકૃષ્ણ ભારદ્વાજે માહિતી આપતા કહ્યું છે કે, નવા પ્લાનમાં ૧૦૫ બાઇક ટોળકીની રચના કરવામાં આવી રહી છે. અપરાધિક બનાવો ઉપર નજર રાખવા માટે તથા અપરાધીઓને પકડી પાડવા માટે પણ વિશેષ ગોઠવણી કરવામાં આવી રહી છે. આ જવાનોને ૮મીથી ૧૧મી સપ્ટેમ્બર સુધી પોલીસ લાઈનમાં ટ્રેનિંગ આપવામાં આવનાર છે. ત્યારબાદ તેમને જીપીએસ સિસ્ટમથી સજ્જ બાઇકની સાથે બોડી કેમેરાની સાથે બુલેટપ્રુફ જેકેટ, પિસ્તોલ, વાયરલેસ સેટ, હાથકડી અને અન્ય સાધનો આપવામાં આવશે. ૨૫ જવાનોને એટીએસ હેડક્વાર્ટરમાં કમાન્ડો ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા છે.

Related posts

જમ્મુ-કાશ્મીરમાં પાંચ આતંકીઓન ઠાર મરાયા

aapnugujarat

નોઈડાનો ટિ્‌વન ટાવર તોડી પડાયો

aapnugujarat

૧૩ ટેરર ફાયનાન્સરોની ઓળખ કરાઈ : આક્રમક કાર્યવાહીનો દોર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1