Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં પાંચ આતંકીઓન ઠાર મરાયા

જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા પાર કરીને ભારતમાં ઘુસણખોરીના પ્રયાસમાં પાંચ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. ફુંકાયેલા ત્રાસવાદીઓ પૈકી તમામ ખતરનાક ત્રાસવાદીઓ હતા અને હથિયારોની ટ્રેનિંગ મેળવીને આવ્યા હતા. તેમના કાશ્મીરમાં આતંક મચાવવાના ઇરાદા હતા. ઘુસણખોરીના પ્રયાસને ત્રાસવાદીઓએ ફરી એકવાર નિષ્ફળ બનાવી દીધો છે.
આજે સવારે તંગધાર સેક્ટરમાં ભારતીય સરહદમાં ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં પાંચ ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સેના દ્વારા હાલમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. ભારત સરકાર દ્વારા રમજાનના મહિનામાં કાશ્મીરમાં યુદ્ધવિરામના નિર્ણય બાદ ત્રાસવાદી ગતિવિધીમાં એકાએક વધારો થયો છે. જો કે સુરક્ષા દળો તેમના ઇરાદાને નિષ્ફળ કરી રહ્યા છે. શુક્રવારના દિવસે રામબાન જિલ્લામાં ત્રાસવાદીઓના એક અડ્ડાને ફુંકી મારવામાં સફળતા હાથ લાગી હતી. ઠાર થયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.
હાલમાં જ હેવાલો આવ્યા હતા કે હાલમાં એલઓસી પાર સાતથી વધુ ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. લશ્કરે તોઇબા વૈશ્વિક આતંકવાદી સંગઠન તરીકે છે. ૨૦૧૭માં દુનિયાભરના જુદા જુદા ક્ષેત્રોમાંથી ૪૫૦થી વધુ યુવાનોની ભરતી કરવામાં આવી ચુકી છે.
ભારત વિરોધી ઓપરેશન માટે તાલીમ આપવામાં આવી રહી છે. સંગઠનના બુરહાન વાનીના નામ પર ૧૫થી ૨૫ વર્ષના યુવાનોની ભરતી થઇ રહી છે. આ યુવાનોને હથિયાર ચલાવવા અને બ્લાસ્ટ કરવાની તાલીમ અપાઈ રહી છે. આતંકવાદી હમઝાની હાલમાં જ પુછપરછ કરવામાં આવ્યા બાદ કેટલીક ચોંકાવનારી વિગતો ખુલી છે. લશ્કરના ૨૦ વર્ષીય ત્રાસવાદી જેબુલ્લાહ ઉર્ફે હમઝાની એનઆઈએ દ્વારા પુછપરછ કરવામાં આવી છે. તેની સાતમી એપ્રિલના દિવસે કુપવારામાં ધરપકડ કરાઈ હતી. પોકમાં મુઝફ્ફરાબાદમાં સાત ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં હાલમાં ઘુસણખોરીના પ્રયાસો પાકિસ્તાની ત્રાસવાદીઓએ વધારી દીધા છે જે સંકેત આપે છે કે, આગામી દિવસોમાં મોટા ત્રાસવાદી હુમલા થઇ શકે છે.
પ્રવક્તાનું કહેવું છે કે, આ વર્ષે ઘુસણખોરીના શ્રેણીબદ્ધ પ્રયાસોને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે. ત્રાસવાદીઓ સતત હુમલા કરવાના ઇરાદા સાથે ઘુસણખોરી કરી રહ્યા છે.જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર પાકિસ્તાન તરફથી અવિરત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ગોળીબારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.
ગોળીબાર કરવા પાછળનો હેતુ પણ ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડી દેવાનો રહે છે. એકબાજુ ભારત સરકારે રમઝાનના પવિત્ર મહિનામાં ત્રાસવાદીઓ સામે ઓપરેશનને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે ત્યારે સરહદ ઉપર પાકિસ્તાને તેની હરકતો જારી રાખી છે અને બિનઉશ્કેરણીજનકરીતે ગોળીબાર જારી રાખ્યો છે. અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની સેના દ્વારા જોરદાર ગોળીબાર હાલમાં જારી રાખ્યો છે. આ ગોળીબારમાં ૪૦થી વધારે લોકોના મોત પણ થયા છે. જેમાં સુરક્ષા જવાનોનો સમાવેશ થાય છે.

Related posts

पेट्रोल-डीजल के दाम लगातार पांचवें दिन बढ़े, पेट्रोल 29 पैसे महंगा और डीजल की कीमत 24 पैसे बढ़कर

aapnugujarat

तीन साल बाद भी कायम है मोदी लहरः सर्वे

aapnugujarat

२०१९ का लोकसभा चुनाव रहस्य है : ममता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1