Aapnu Gujarat
Uncategorized

યુએસ ઓપન : શારાપોવાની સિમોના હેલેપ પર જીત થઇ

ન્યુયોર્ક ખાતે રમાઈ રહેલી યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મોટા અપસેટ સર્જવાની શરૂઆત થઇ ગઇ છે. શરૂઆતના દિવસોમાં જ વાઇલ્ડ કાર્ડથી પ્રવેશ કરી ચુકેલી રશિયાની ગ્લેમર ગર્લ મારિયા શારાપોવાએ મોટો અપસેટ સર્જીને બીજી ક્રમાંકિત ખેલાડી સિમોના હેલેપ ઉપર જીત મેળવી હતી. સિમોના ઉપર જીત મેળવીને શારાપોવાએ તમામને ચોંકાવી દીધા હતા. સિમોના ઉપર શારાપોવાએ ૬-૪, ૪-૬ અને ૬-૩થી જીત મેળવી હતી. અન્ય સ્ટાર ખેલાડીઓએ પોતપોતાની જીત મેળવીને બીજા રાઉન્ડમાં આગેકૂચ કરી હતી. ૧૯ મહિના બાદ પ્રથમ વખત રમી રહેલી મારિયા શારાપોવાએ ગ્રાન્ડસ્લેમ મેચમાં શાનદાર વાપસી કરી હતી. આર્થર એસ સ્ટેડિયમ ખાતે મારિયા શારાપોવાએ જોરદાર રમત રમી હતી. સિમોના ઉપર જીત મેળવ્યા બાદ મારિયા શારાપોવાએ જોરદાર ઉજવણી કરી હતી. શારાપોવા બ્લેક ડ્રેસમાં ખુબજ કટિબદ્ધ દેખાઈ રહી હતી. વર્ષ ૨૦૦૬માં શારાપોવાએ આવી જ રીતે રમત રમીને જસ્ટિન હેનિન ઉપર જીત મેળવી હતી અને અહીં યુએસ ઓપનનો તાજ જીત્યો હતો. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેરેના વિલિયમ્સ સામે ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા બાદ શારાપોવાની આ પ્રથમ મેચ હતી. તે વખતે શારાપોવા પ્રતિબંધિત દવા માટે ટેસ્ટ પોઝિટીવ આવી જતાં તેના ઉપર પ્રતિબંધ મુકાયો હતો. ૧૫ મહિના માટે તેના ઉપર ડોપિંગ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. પૂર્વ નંબર વન ખેલાડી એપ્રિલ મહિનામાં ફરી ટેનિસમાં પ્રવેશી હતી. ઇજાના પરિણામ સ્વરુપે વિમ્બલ્ડન ટેનિસમાં તે રમી શકી ન હતી. જો કે, યુએસ ઓપનમાં તેને વાઇલ્ડ કાર્ડથી પ્રવેશ મળી ગયો છે. શારાપોવા પાંચ ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયનશીપ જીતી ચુકી છે. સિમોના સામે તેની પ્રથમ મેચ ખુબ જ મુશ્કેલરુપ રહેશે તેમ માનવામાં આવી રહ્યું હતું. સિમોના વિશ્વની બીજી ક્રમાંકિત ખેલાડી છે અને તેની સામે શારાપોવા જીતી શકશે નહીં તેમ મોટાભાગના ટેનિસ ચાહકો માની રહ્યા હતા પરંતુ શારાપોવાએ થ્રીલીંગ ઓપનિંગ મેચમાં જીત મેળવીને તમામને ચોંકાવી દીધા હતા. પ્રથમ દિવસે જ કેટલાક મોટા અપસેટ સર્જાઈ ગયા હતા. બ્રિટનની સાતમી ક્રમાંકિત ખેલાડી જોહાના કોન્ટા અને વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં આગેકૂચ કરીને તમામને ચોંકાવનાર કોન્ટાની હાર થઇ હતી. આની સાથે જ ટોપ ટેનમાં સ્થાન ધરાવનાર બે મહિલા ખેલાડી યુએસ ઓપનમાં પ્રથમ દિવસે જ બહાર થઇ ગઇ છે.

Related posts

રાજકોટમાં ૧૬ વાહનોને સળગાવનારી ટોળકીના છ શખ્સ ઝડપાયા

aapnugujarat

સોમનાથમાં આજથી ટેમ્પલ વોકનો આરંભ

aapnugujarat

સુરેન્દ્રનગર વઢવાણ રાજ મહેલના ગેટ પાસે ભીષણ આગ ભભૂકી ઉઠી

editor

Leave a Comment

UA-96247877-1