Aapnu Gujarat
Uncategorized

સોમનાથમાં આજથી ટેમ્પલ વોકનો આરંભ

સોમનાથમાં પ્રતિવર્ષમાં એક કરોડથી વધુ યાત્રીઓ દેશ વિદેશથી આવતા હોય છે. જેઓ સોમનાથ મહાદેવની સાથે અન્ય ધાર્મિક મંદિરોથી માહિતગાર થાય તેમજ દર્શન કરી કૃતાર્થ થાય તે માટે નૂતન પ્રયાસ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં શ્રી સોમનાથ મંદિર તથા અન્ય મંદિરોને સાંકળતો રૂટમેપ તૈયાર કરવામાં આવેલ છે. જેની મદદથી આવનાર યાત્રી ટેમ્પલ વોકના માધ્યમથી આ તીર્થદર્શનનો લ્હાવો લઈ શકે, જેનું ઉદઘાટન જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે સવારે ૧૦ કલાકે કરાયું હતું
શ્રી સોમનાથ મંદિર સામે પથિકાશ્રમ ડોમ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી યોજાશે. જેમાં યાત્રીઓ તથા સ્થાનિકોએ બહોળી સંખ્યામાં જોડાઈ આ ટેમ્પલ વોકને ઉજાગર કરવા હેતુ જોડાવા શ્રી સોમનાથ ટ્રસ્ટનું હાર્દિક નિમંત્રણ છે. ટેમ્પલ વોકના પ્રચાર પ્રસાર હેતુ શ્રી સોમનાથ ટ્રસ્ટના ગેસ્ટ હાઉસો, સ્થાનીક હોટેલો, ટ્રાવેલ્સ એજન્ટો, દ્વારા પેમ્ફલેટ દ્વારા માહિતી યાત્રીઓને મળી શકે તેવા પણ પ્રયાસો કરવામાં આવે છે

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ડીસા તાલુકાનામાં મામલતદાર ઓફીસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ

editor

એસ.શ્રીસંત ઉપર સ્પોટ ફિક્સિંગ માટે લાગેલો સાત વર્ષનો પ્રતિબંધ પૂર્ણ

editor

બિગ બીનાં અવાજમાં તૈયાર ‘જય સોમનાથ’ ૩ડી મેપિંગ (લાઈટ એન્ડ સાઉન્ડ) શોનાં હવેથી દરરોજ બે શો યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1