Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોબલિંચિંગ ચુકાદાને અમલી કરવા રાજ્યોને સુપ્રીમનો આદેશ

સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ પહેલ કરીને મોબ લિંચિંગની ઘટનાઓને રોકવા જોરદાર આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના ઐતિહાસિક ચુકાદાને અમલી કરવા રાજ્યોને એક સપ્તાહની મહેતલ આપી હતી. પ્રોશીડરની રચના કરવાના આદેશને અમલી કરવા કહેવામાં આવ્યું છે. જુલાઈ મહિનામાં ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવીલકર તેમજ બીવાય ચંદ્રચુડની બનેલી બેંચે કહ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે અટકાયતી, સજાત્મક અને ઝડપી પગલા લેવા જોઇએ. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે પગલા લેવાની જરૂર છે. સીજેઆઈ મિશ્રાએ કહ્યું છે કે, કેન્દ્ર અને રાજ્યોએ મોબ લિંચિંગની ઘટનામાં આરોપીઓને સજા કરવા તથા આવી ઘટનાઓને રોકવા સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોની વિગતો અંગે વિસ્તૃત અહેવાલ રજૂ કરવા રાજ્યોને આદેશ કર્યો હતો. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે મોબ લિંચિંગની ઘટનામાં ભાગ લેનાર અપરાધીઓને સજા કરવા અલગ કાયદો ઘડી કાઢવા સંસદને પણ ભલામણ કરી છે. આમા જણાવવામાં આવ્યું છે કે, મોબોક્રેસીના કમકમાટીભર્યા કૃત્યોને ચલાવી લેવાય તેમ નથી. નવા ધારાધોરણને પણ મંજુરી આપી શકાય તેમ નથી. મોબ લિંચિંગની ઘટનાઓને લોખંડી હાથે ડામી દેવામાં આવે તે જરૂરી છે. કોઇપણ નાગરિક પોતાના હાથમાં કાયદાઓને લઇ શકે નહીં.

Related posts

કેરળમાં પીએમ આવાસ યોજનાને લઇ નિરાશા

aapnugujarat

છત્તિસગઢમાં બીજા તબક્કા માટે ૬૫ ટકાથી વધુ મતદાન

aapnugujarat

રામલીલા મેદાનમાં આજથી ભાજપની બે દિનની મિટિંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1