Aapnu Gujarat
બ્લોગ

પ્રકૃતિના પ્રકોપ માટે તૈયાર રહો

કેરળમાં હાલમાં ભયંકર પુર આવી ગયું.તે પહેલા ઉત્તર ભારતમાં પણ ભારે વરસાદે જનજીવન ખોરવી નાંખ્યુ હતું જો કે આ એક સાઇડ છે બીજી પરિસ્થતિ એ છેકે દેશનાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો નથી અને આગામી સમયમાં દુષ્કાળનો ભય વ્યક્ત કરાઇ રહ્યો છે. માત્ર ભારત જ શું કામ વિશ્વનો દરેક દેશ કોઇને કોઇ કુદરતી આપત્તિથી પરેશાન છે ત્યારે એ કહેવું રહ્યું કે વિકાસની આંધળી દોડનું પરિણામ હવે મળી રહ્યું છે કુદરતને તહસ નહસ કરનાર માનવજાતને હવે કુદરત તેનું રૌદ્ર રૂપ બતાવી રહી છે અને તેનાથી તે બચી શકવાનો નથી તે તેને સહન કરવું જ રહ્યું.
વિજ્ઞાનની પાંખે ચંદ્ર અને મંગળ ઉપર દોડાદોડી કરતી દુનિયાભરની માનવજાતે પૃથ્વીને ખોખલી બનાવી દીધી છે.માણસ જાતે હવે થંભી જવાનું છે, વૃક્ષોનું છેદન બંધ કરવાનું છે પેટાળમાંથી પ્રવાહી અને અન્ય ખનિજો કાઢવાનું રોકવું પડશે, વાહન વ્યવહાર અને પાણીમાથી ઉત્પન થતી વિજળી વપરાશ બંધ કરવો પડશે
૨૦૦૧ ના કચ્છના ધરતી કંપે, લાતુરના ધરતીકંપની કરૂણાંતિકા યાદ અપાવી તેમ તાજેતરમાં જૂનાગઢ જિલ્લાની દરિયાઈ પટ્ટી ઉપર ક્રમશઃ શરૂ થયેલા ધરતીકંપના આંચકાઓએ ભૂતકાળનાં કરૂણ આઘાતોને યાદ કરાવ્યા છે.હવે દેશ અને દુનિયાએ ઝડપી વાહન-વ્યવહારની સુવિધા માટે પૃથ્વીના અંત પેટાળમાંથી પ્રવાહી ખનીજો ખેંચી કાઢતાં પૃથ્વીનાં પેટાળમાં હજારો કિલોમીટરની ખાલી જગ્યાઓ બની ચુકી છે.
ભૌતિકશાસ્ત્રના નિયમ પ્રમાણે પૃથ્વી અને ચંદ્રના ગુરૂત્વાકર્ષણને પરસ્પર આકર્ષણ અને અપાકર્ષણનો ગુણધર્મ હોવા, ઉપરાંત પૃથ્વીના દરેક અણુઓ ઉપર પૃથ્વીનું કેન્દ્રગામી ગુરૂત્વાકર્ષણ બળ લાગતું હોવાથી પૃથ્વીનો દરેક અણુ અને ઇલેક્ટ્રોન અંદરની તરફ ખેંચાય રહ્યો છે.પૃથ્વીના પેટાળમાંથી પ્રવાહી ભાગથી ભરાયેલી જ્ગ્યાઓ ખાલી થવા લાગતાં સંખ્યાબંધ પ્રકારનાં ખનીજ સ્તરોથી રચાયેલી પૃથ્વીના અંતરનાં સ્તરો પ્રવાહી ખનીજની ખાલી પડેલી જ્ગ્યાઓ તરફ ખેંચાઈને સંકોચન પામતાં થોડા જ વર્ષોમાં દુનિયાના તમામ દરિયાઈ વિસ્તારોમાં સળંગ ધરતીકંપોની હારમાળા શરૂ થશે.માણસજાતે સુખ-સુવિધાના કર્મો કરવા માટે પ્રકૃતિનું આંતરિક (પેટાળ)અને બાહ્ય (બહારના) વાતાવરણને છિન્ન-ભિન્ન કરી નાખ્યું છે. પૃથ્વીનાં પેટાળમાંથી ખનીજો ખેંચી-ખેંચી પૃથ્વી ઉપરના પ્રાણવાયું સહિતનાં કાર્બન, નાઈટ્રોજન, હાઈડ્રોજન વગેરે વાયુચક્રને ખેદાન-મેદાન કરી નાખ્યું હોવાથી પૃથ્વી ઉપર પ્રદુષિત વાયુઓમાં અનિયમિત બાષ્પીભવન, વક્રિભવન, અને ઘનીભવનની પ્રક્રિયાઓ થતાં ’ગ્લોબલ વોર્મીંગ’ના પ્રકોપમાં આખી પૃથ્વી લપેટાઈને સંખ્યાબંધ ધરતીકંપો, અતિવૃષ્ટિ વર્ષાઓ, સમુદ્રિક તોફાનોમાં ફસાયને પ્રકૃતિના બંધારણને અનુસરી પ્રકોપ સ્વરૂપ ધારણ કરી રહી છે.૫ થી ૭ રીસ્ટર સ્કેલના આંચકાઓથી આજનો ડિજીટલ માણસ હચમચી જાય તે યોગ્ય નથી, ખુબ ખનીજ ખેંચ્યા છે. અનહદ પેટ્રોલ, ડિઝલ, કેરોસીન, અને ક્રૂડ બાળી પ્રાણવાયુઓનો સત્યનાશ કર્યો છે.અન્ન, જળ, વાયુ, પ્રકાશ અને અગ્નિના પ્રાકૃતિક પંચતત્વોને ચૂંથી નાખનારી માનવજાતે પ્રકૃતિના પ્રકોપની તૈયારી રાખવાની છે.દેશ અને દુનિયામાં બનેલા ડામરના કરોડો કિલોમીટરના રસ્તા બનાવવા વપરાયેલો ડામરનો ખર્વો-નિખર્વો ટન પદાર્થ પૃથ્વીનાં પેટાળમાંથી ખેંચી, રસ્તા બનાવી પેટાળમાંથી આયર્ન, ફોસ્ફરસ જેવા ૧૦૮ થી વધુ તત્વો છૂટા પાડી લક્ઝરીયસ મોટર, ગાડીઓ બનાવી લઈને સુખ ભોગવવા માટે અબજો ગેલન પેટ્રોલ-ડીઝલ બાળતાં રહ્યાં છે.
મનુષ્ય જાતીના કબુધ્ધિમાન, અજ્ઞાની પ્રાણીએ અંગત સુખાકારી માટે પ્રકૃતિના દરેક તત્વોનો નાશ કરી પૃથ્વીને પ્રકોપશીલ બનાવી છે.
દુનિયાની કોઇ સરકાર કે દુનિયાની કોઇ આર્થિક સંપતિઓની તાકાત પૃથ્વીના પ્રકોપને રોકી શકશે નહીં.ખુબ ભોગ ભોગવવા દોડતો માણસ અપકર્મોના આઘાતજનક નિર્માણ કરતો રહે છે. હજારો વર્ષોથી શ્રીમદ ભગવદ ગીતા ઉપર વાર્તાકારો, કથાકારો, તત્વચિંતકો કથા કરતાં રહ્યાં છે, કર્મ અને ફળની વાતો સંભળાવી રોટલા શેકતાં રહ્યાં છે, હવે થોડા સમય પછી ધીરે-ધીરે પૃથ્વી ઉપર પ્રકૃતિના પ્રકોપમાં માનવજાતનો વિશાળ સમુદાય નાશવંત સ્થિતિઓમાં ખત્મ થવા લાગશે.પૃથ્વી ઉપર પૂર્ણ ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ નિયંત્રીત રહેતું હોય છે. જેમ-જેમ ચંદ્રની કળા ઘટતી જાય તેમ-તેમ અમાસ અને અમાસની આસપાસના ચંદ્રના ગુરૂત્વાકર્ષણના બળ વધુ અસંતુલિત થવા લાગે અને કેન્દ્રગામી ગતિ કરતો ઘન-પ્રવાહી પદાર્થો-તત્વો સંતુલીત થવા ગતિમાન થશે. જેના કારણે પૃથ્વીનું કેન્દ્રગામી સંકોચન થશે. અને પૃથ્વી ઉપરના ટાપુ પ્રદેશો ગરક થશે તેમજ દુનિયાનો દરિયાઈ બે થી બસ્સો કિલોમીટર સુધી સંકોચન કંપોથી સમુદ્રોમાં ડૂબતો જશે.જગતના વિજ્ઞાનીક બુધ્ધિ ધરાવતાં માનવીઓએ ખુબ જ સુખ-સમૃધ્ધી ભોગવતાં રહેવા બેફામ શોધ-સંશોધનો કરી પ્રકૃતિના તત્વોનો નાશ કરવાનું ચાલુ રાખતાં સમગ્ર પૃથ્વી આજે લઘુપ્રલયો માટે સક્રિય બનતી જાય છે.’આજનો લેખ દુનિયાના દરેક માણસને લાગું પડે છે ભવિષ્યની પ્રકોપલીલાની સ્વયં ગણતરીઓ કરી પોતાના કર્મોના નિર્માણ વિશે વિચારવાનું બળ પુરૂ પાડશે.સત્ય એટલે બ્રહ્મ અને બ્રહ્માસ્ત્ર એટલે સત્યનું શસ્ત્ર, સત્ય અમોધ શક્તિ છે. અખંડ અને અનંત છે. જગતની દરેક શક્તિએ ’બ્રહ્માશસ્ત્ર’ સામે હારવાનું છે.જે સત્યને સ્વિકારી શકતાં નથી તે અસત્યોથી નિર્માણ થતાં અપકર્મોનો ભોગ બની પોતાનો અને પોતાની આસપાસના જીવજગત માટે વિનાશક રચનાઓ કરે છે.હવે બચવા માટે, માણસ જાતે થંભી જવાનું છે, વૃક્ષોનું છેદન બંધ કરવાનું છે પેટાળમાંથી પ્રવાહી અને અન્ય ખનિજો કાઢવાનું રોકવું પડશે, વાહન વ્યવહાર અને વિજળી વપરાશ બંધ કરવો પડશે.દુનિયાભરની મનુષ્યજાતી રોકવાથી રોકાશે નહીં, ધરતીકંપોની માત્રા ક્રમશઃ વધતી જશે પ્રકૃતિનાં પ્રકોપથી પૃથ્વી હચમચતી રહેશે, હું તમે અને આપણે આપણાં કર્મોના ભોગ બની નાશ પામી જઈશું થઈ જાવ તૈયાર.આપણે જાણીએ છીએ કે સૂર્યની ગરમીની સીધી અસર પૃથ્વીના વાતાવરણ ઉપર થાય છે. ’ગ્લોબલ વોર્મિંગ’ને કારણે સૂર્યની ગરમી વધવાથી અહીં પૃથ્વી ઉપર પણ બરફ વર્ષા,પૂર,વાવાઝોડાં,ભૂકંપ તથા ઠંડી-ગરમીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે.આ ’ગ્લોબલ વોર્મિંગ’ને કારણે પૃથ્વી પર વધી રહેલા તાપમાનનું પ્રતિકત્મક ઉદાહરણ છે. જેને કારણે હિમાલય જેવા ગ્લેશિયર પીગળી રહ્યા છે, ગંગોત્રી પણ તેમાંથી બાકાત નથી.પ્રકૃતિ વિક્ષોભનું આ વરવું સ્વરૂપ છે.પ્રકૃતિ સાથે ચેડાં કરનારની સામે જ્યારે સ્વયં સ્રષ્ટા જ કોપાયમાન થાય છે ત્યારે તેને સ્વયં દેવતાઓ (ભગવાન) પણ બચાવી શકતા નથી. પ્રકૃતિના આ સંકેતો ખૂબ જ ગંભીરતાથી લેવાની જરુર છે. આ સંકેતોને નજરઅંદાજ કરવામાં આવ્યા તો આગામી સમય ખૂબ જ ભયાનક હશે. સમગ્ર દુનિયામાં દુષ્કાળ અને પુર જેવી ભીષણ સમસ્યા સર્જાશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈજેશનનુ અનુમાન છે કે દર વર્ષે ૧.૪૦ લાખ લોકોના મોત વાતાવરણમાં આવતા પરિવર્તનના કારણે થતા હોય છે. આ મુદ્દે સૌથી વધુ મોત આફ્રિકા અને દક્ષિણ એશિયામાં થાય છે. દુનિયા અત્યારે ગ્લોબલ વોર્‌મિંગના એવા દુષપ્રભાવમાં ફસાઈ છે કે તેનો હલ જો સત્વરે નહીં શોધાયો તો પૃથ્વીનો વિનાશ નક્કી છે. વર્ષ ૨૧૦૦ સુધીમાં પૃથ્વીના વર્તમાન તાપમાનમાં ૪ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. આ અનુમાન જો સાચુ સાબિત થયુ તો દુનિયાની અર્થવ્યવસ્થા પર ૧૦ ટકા સુધીની ખરાબ અસર પડશે. તેનાથી બચવા માટે કોઈ ઉપાય નથી. આંતરરાષ્ટ્રીય અનુમાન મુજબ ગ્લોબલ વોર્‌મિંગના પ્રભાવને ઘટાડવા માટે દુનિયાના તમામ દેશોની સરકારોએ દર વર્ષે ઓછામાં ઓછા ૬.૩૫ લાખ કરોડ રુપિયા ખર્ચવા પડશે. વર્ષ ૧૯૫૦ સુધી અર્થવ્યવસ્થામાં કાર્બન વિનાના ઊર્જા સ્ત્રોતો ઉભા કરવા માટે ૪૪ ટ્રીલીયન ડોલરની જરુર પડશે. આ રકમ ભારતીય રુપિયામાં ૨૮૧૫ લાખ કરોડ રુપિયા થાય છે. જે દુનિયાના વાર્ષિક જીડીપીના ૫૮ ટકા જેટલી રકમ છે. લોકો ગ્લોબલ વોર્‌મિંગ અને પ્રદૂષણ જેવા શબ્દોને ખૂબ જ હળવાશથી લે છે પરંતુ તેની અસર એટલી ભયાનક છે કે કોઈ વ્યક્તિ તેની ચપેટમાંથી બચી શકે તેમ નથી. અનેક સજીવ પ્રજાતિઓનુ પૃથ્વી પરથી અસ્તિત્વ ખતમ થઈ ચુક્યુ છે અને સતત થઈ રહ્યુ છે. કેટલાક પાકો પૃથ્વી પરથી ગાયબ થઈ જશે અને જે રીતે માનવીએ કુદરતની સાથે છેડછાડ કરી છે તેના કારણે જે પરિસ્થિતિ સર્જાઇ છે તે હવે કદાચ માનવજાત માટે પણ એવાં જ સંકટો પેદા કરી રહી છે અને તેને તેનું અસ્તિત્વ બચાવવા સંઘર્ષ કરવો પડેશે.

Related posts

MORNING TWEET

aapnugujarat

ભારતમાં ઓટિજ્મ ગ્રસ્ત લોકોની સંખ્યા ૧૦ લાખથી પણ વધુ : રિપોર્ટ

aapnugujarat

सुपरस्टार अक्षय कुमार के सुझाव पर मोदी सरकारका एक और अच्छा फैसला : ……..

aapnugujarat

Leave a Comment

UA-96247877-1