Aapnu Gujarat
બ્લોગ

ભારતમાં ઓટિજ્મ ગ્રસ્ત લોકોની સંખ્યા ૧૦ લાખથી પણ વધુ : રિપોર્ટ

ઓટિજ્મ એક એવી સમસ્યા છે જેનાથી ગ્રસ્ત થયેલા લોકોના વર્તનથી લઈને અનેક બાબતોમાં તકલીફો આવતી રહે છે. જાણકાર નિષ્ણાંતોનું કહેવુ છે કે આવા લોકોની સ્થિતિમાં સામાજિક સ્વીકાર્યતાથી સુધાર લાવવામાં આવી શકે છે. ઓટિજ્મના શરૂઆતના લક્ષણ ૧-૩ વર્ષની વયના બાળકોમાં દેખાવા લાગે છે. આજે બીજી એપ્રિલના દિવસે વિશ્વ ભરમાં વિશ્વ ઓટિજ્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આના ભાગરૂપે જુદા જુદા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે છે. જાણકાર તબીબોનું કહેવુ છે કે આ સમસ્યાની સારવાર જેટલી વહેલી તકે શરૂ કરવામાં આવે તે અસરકાર રહે છે. આ સમસ્યા માટે અનુવાંશિક કારણો જવાબદાર રહે છે. પર્યાવરણ સંબંધિત અનેક કારણો પણ જવાબદાર રહે છે. ડોક્ટર અમિત આર્યાનું કહેવુ છે કે, ભારે ધાધંલનો ભોગ બનેલા લોકો સામાન્ય રીતે માર્ગની આસપાસ પોતાના આવાસ બનાવે છે પરંતુ આવા લોકોને સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આવી જગ્યા પર રહેનાર બાળકોમાં ઓટિજ્મ હોવાનો ખતરો બે ગણો વધારે રહે છે. એક અભ્યાસમાં આ મુજબની બાબત સપાટી ઉપર આવી છે. ઓટિજ્મ જેને સ્વલીનતા પણ કહેવામાં આવે છે. આ એક એવી માનસિક બિમારી છે જેનો શિકાર થયેલા બાળકો પોતાના રીતે પોતાનામા જ ગુમ રહે છે. તેવો સામાજિક રીતે અલગ દેખાઈ આવે છે. લોકોની વચ્ચે રહેતા નથી. બીજા સાથે વાત કરતા પણ ખચકાચ અનુભવ કરે છે. આ બિમારીના લક્ષણ બાળપણથી જ દેખાઈ આવે છે. સામાન્ય રીતે આવા બાળકોને ઉદાસીન માનવામાં આવે છે. પરંતુ કેટલાક બાળકો અદભુત પ્રતિભા પણ ધરાવે છે. એમ માનવામાં આવે છે કે સેંટ્રલ નર્વસ સીસ્ટમને નુકસાન થવાથી આ પ્રકારની પરેશાની આવે છે. કેટલીક વખત ગર્ભવસ્થા દરમિયાન ખાવા પીવાની યોગ્ય ટેવ નહી હોવાના કારણે બાળકોમાં ઓટિજ્મનો ખતરો રહે છે. તબીબોનું કહેવુ છે કે આધુનિક જીવન શૈલીના પરિણામ સ્વરૂપે હવે પરિવારોમાં એકતા દેખાતી નથી. બાળકોમાં બિન સુરક્ષા દેખાઈ આવે છે.એક ઓટિજ્મ ગ્રસ્ત બાળકને કેટલીક પ્રકારની ચીજોની જરૂર રહે છે. સામાન્ય રીતે આ પ્રકારના બાળકોને તબીબી સહાયની જરૂર પણ પડે છે. આ પ્રકારના બાળકોને પરિવાર અને મિત્રોના કારણે મદદ મળી શકે છે. બીઆરબી મહાનગર હોસ્પિટલમાં તબીબ મનીષએ કહ્યુ છે કે, એક બાળકને પોતાના માતા-પિતાનો સમય અને પરિવાર અને પરિવારના મોટા લોકોના ટેકાની જરૂર હોય છે. ૨૦૧૭ના આંકડા પર નજર કરવામાં આવે તો ભારતમાં ૧૦ લાખ લોકો ઓટિજ્મથી ગ્રસ્ત છે. ભારતમાં દર ૬૮ બાળકોમાંથી એક બાળક ઓટિજ્મથી ગ્રસ્ત છે.

Related posts

હજી મોદી શાહની જોડીને ઓછી ન આંકી શકાય

aapnugujarat

ગુજરાત ચૂંટણી : હાર્દિક, અલ્પેશ , જિગ્નેશની ત્રિપુટી ફ્લોપ પુરવાર થશે

aapnugujarat

સાયબર આતંકનો ભયાનક ચહેરો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1