Aapnu Gujarat
ગુજરાત

પત્નીની ઇચ્છા વિરૂધ્ધ સંબંધો બાંધવા, મેરિટલ રેપ ન ગણાય : ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે એક અતિમહત્વના અને સીમાચિહ્નરૂપ ચુકાદામાં ઠરાવ્યું છે કે, પત્નીની સંમંતિ સિવાય પતિએ તેણીની સાથે કરેલા શારીરિક સંબંધને મેરિટલ રેપ ના ગણી શકાય. પત્ની સાથે સેક્સ ભોગવવાનો એ પતિનો અધિકાર છે. અલબત્ત, પત્ની સાથે કરેલા ઓરલ સેક્સ કે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય બદલ પતિ સામે સ્ત્રીની મર્યાદાને લાંછન લગાડવાનો ગુનો દાખલ થઇ શકે છે. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે પતિઓને બહુ મોટી રાહત મળી છે. એક પતિ દ્વારા પત્નીને ઓરલ સેક્સ માટે બળજબરીપૂર્વક ફરજ પાડવા મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીની સુનાવણીમાં જસ્ટિસ જે.બી.પારડીવાલાએ આ ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, પત્નીની સંમંતિ વગર કરાયેલી જોર જબરદસ્તી ક્રૂરતા ગણાય પરંતુ પતિએ તેણીની સંમંતિ વિના પત્ની સાથે બાંધેલા શારીરિક સંબંધ બદલ તેને મેરિટલ રેપ હેઠળ ના આવરી શકાય. પત્ની સાથે સેક્સ માણવુ એ પતિનો મૌલિક અધિકાર છે. ઇડર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના ડોકટર પતિ વિરૂધ્ધ અપ્રાકૃતિક કૃત્ય આચરવા બાબતે ફરિયાદ નાંેધાવી હતી. જે ફરિયાદ રદબાતલ ઠરાવવા આરોપી ડોકટર પતિ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કવોશીંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં પતિ તરફથી એવી દલીલો રજૂ કરવામાં આવી હતી કે, તેણે કરેલું કૃત્ય બળાત્કાર કે અપ્રાકૃતિક સેક્સની વ્યાખ્યામાં આવતુ નથી કારણ કે, તે બંને પરિણિત યુગલ અને મેચ્યોર્ડ છે. અરજદારની પત્ની દ્વારા નોંધાવાયેલી ફરિયાદ આધારવિનાની અને ટકી શકે તેમ નથી. કારણ કે, અરજદારને પોતાની પત્ની સાથે સેકસ માણવાનો નૈતિક અધિકાર છે અને તેનાથી તેને વંચિત કરી શકાય નહી. કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટ સમક્ષ એવો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો હતો કે, ઓરલ સેક્સ એ અપ્રાકૃતિક કહેવાય કે કેમ અને તે બદલ પતિ વિરૂધ્ધ કાર્યવાહી થઇ શકે કે કેમ. જો કે, રાજય સરકાર સહિતના સંબંધિત પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટે તેનો નિર્ણય સંભળાવ્યો હતો કે, પત્ની સાથે કરેલા ઓરલ સેક્સ કે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય બદલ પતિ સામે સ્ત્રી મર્યાદાને લાંછન લગાડવાનો ગુનો દાખલ થઇ શકે પરંતુ પત્નીની સંમંતિ સિવાય પતિએ તેણીની સાથે કરેલા શારીરિક સંબંધને મેરિટલ રેપ ગણી શકાય નહી. હાઇકોર્ટે પતિની અરજી અંશતઃ ગ્રાહ્ય રાખી હતી અને તેની વિરૂધ્ધનો બળાત્કારનો ગુનો રદ કર્યો હતો. જો કે, અન્ય કલમો યથાવત્‌ રાખી હતી.

Related posts

લેણદારોના ત્રાસથી એસ્ટેટ બ્રોકરે ગળેફાંસો ખાધો

aapnugujarat

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી માહોલ ગુલાબી

aapnugujarat

शहर में प्रदूषित पानी के कारण उल्टी-दस्त के केस में वृद्धि

aapnugujarat

Leave a Comment

UA-96247877-1