Aapnu Gujarat
બ્લોગ

ગુજરાત ચૂંટણી : હાર્દિક, અલ્પેશ , જિગ્નેશની ત્રિપુટી ફ્લોપ પુરવાર થશે

રાજકીય મહત્વકાંક્ષા નથી તેવી વાત કરીને પોતાની છાપ ચમકાવનાર ગુજરાતના ત્રણ યુવા ચર્ચાસ્પદ લીડરો હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકો અને જિગ્નેશ મેવાણી એકાએક ચૂંટણી મેદાનમાં ઉતરી જતા કેટલાક રાજકીય સમીકરણ બદલાઇ જવાના સંકેત દેખાઇ રહ્યા છે. જાણકાર લોકો અને સ્થાનિક લોકો પણ માની રહ્યા છે કે ત્રણેયની ભાજપની સામે કુદી પડવાનાકારણે કોંગ્રેસને કોઇ મોટો ફાયદો થનાર નથી. રાજકીય મહત્વકાંક્ષા નથી તેવી છાપ એકાએક કેમ બદલી તેને લઇને સામાન્ય લોકો ચર્ચા કરી રહ્યા છે. જો કે આના માટે કેટલાક કારણો હોઇ શકે છે. જો કે આના કારણે કોંગ્રેસ પાર્ટીને કોઇ ફાયદો ન થાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે. સાથે સાથે આ ત્રણેયની પીછેહટ ચૂંટણીમાં થાય તેવા સંકેત પણ દેખાઇ રહ્યા છે. ત્રણેય કોંગ્રેસ પાર્ટીને પહેલાથી જ સમર્થન આપી ચુક્યા છે. ત્રણેયના વર્તનના લઇને હવે તેમના સંબંધિત સમુદાયમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે. આ તમામ બાબતોને જોતા તેમની એન્ટ્રીથી કોંગ્રેસને વધારે કોઇ મોટો ફાયદો થનાર નથી. અલ્પેશ રાધનપુરમાંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યો છે. જ્યારે જિગ્નેશે વડગામમાંથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી છે. જિગ્નેશને કોંગ્રેસનુ પૂર્ણ સમર્થન છે. કારણ કે કોંગ્રેસે ત્યાં કોઇ ઉમેદવારો ઉભા રાખ્યા નથા. વય નાની હોવાના કારણે હાર્દિક પટેલ ચૂંટણી લડી રહ્યો નથી. પરંતુ તે કોંગ્રેસને પહેલાથી જ સમર્થન આપવાની જાહેરાત કરી ચુક્યો છે. આ ખેલમાં હવે શાસક ભાજપની ચાલ શરૂ થઇ ગઇ છે. હાર્દિક અને અલ્પેશ પાસે પોતાના સમર્થનવાળા લોકોને પોતાની તરફ ખેંચવાના પ્રયાસ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી ચુક્યા છે. ભાજપ આ મુદ્દે રજૂઆત કરવા તૈયાર છે કે બન્ને નેતા શરૂઆતમાં પોતાને એવા નેતા તરીકે રજૂ કરવામાં પ્રયાસ કરી ચુક્યા છે કે કે તેઓ પર્સનલ એજન્ડાને આગળ વધાર્યા વગર પોતાના સમુદાય માટે લડત ચલાવશે. હવે અલ્પેશ અને જિગ્નેશ ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે જેથી તેમના પર પ્રહારો કરવાની બાબત સરળ બની ગઇ છે. આ ઉપરાંત આક્રમક વલણ અપનાવીને પાસના સભ્યો કોંગ્રેસ પર દબાણ લાવીને કેટલીક સીટો પર ઉતારી દેવામાં આવેલા ઉમેદવારોને બદલાઇ દેવામાં સફળ રહ્યા છે. આ બાબત કોંગ્રેસના નેતાઓને પસંદ પડી રહી નથી. પાસને લઇને વધારે પડતી નજીકના સંબંધ દર્શાવવાના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે નારાજગી છે. તેઓ પાટીદાર ઉમેદવારો માટે કામ કરવા તૈયાર નથી.ય પાટીદાર યુવાનો પાસના પસંદગીના ઉમેદવારોને લઇને કામ કરી રહ્યા છે. આવી સ્થિતીમાં ચૂંટણી પ્રચાર અભિયાન પાસ પર છે. જેથી કોંગ્રેસમાં નારાજગી છે. જિગ્નેશ મેવાણીની પાસે હાર્દિક અને અલ્પેશની જેમ વ્યાપક જનાધાર નથી. જો કે કોમ્યુનિકેશન સ્કીલના કારણે તે લોકોમાં લોકપ્રિય છે. દલિતોમાં તેઓ લોકપ્રિયતા મેળવી લેવાના તમામ પ્રયાસ કરી રહ્યા છે. વડગામમાંથી તે ચૂંટણી મેદાનમાં ઉતરતા કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી છે. આ તમામ બાબતોને લઇને ભાજપને ફાયદો થાય છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

શું તમે માનશો? લંકાદહન હનુમાનજીને કારણે નહિ પણ મા પાર્વતીને કારણે થયું હતું

aapnugujarat

ધીરૂભાઇ અંબાણી – રતન ટાટા : ભારતનાં ક્રાંતિકારી ઉદ્યોગપતિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1