Aapnu Gujarat
બ્લોગ

સાયબર આતંકનો ભયાનક ચહેરો

ટેકનોલોજીનાં યુગમાં હવે યુધ્ધ માત્ર બેટલ ફિલ્ડ ઉપર જ નથી લડાવાનું! ઈન્ટરનેટ સાથે જોડાયેલા વિવિધ દેશોનાં મિલીટરી નેટવર્ક, નેશનલ સિક્યુરિટી નેટવર્ક અને જાસુસી માટે વપરાતા કોમ્પ્યુટર વડે એક ડિજીટલ વૉર થઈ રહ્યું છે.જેને નિષ્ણાંતો સાયબર વૉર કહે છે. અમેરિકન ચુંટણીમાં ગયા વર્ષે રશિયાએ હેકીંગ દ્વારા ભુમિકા ભજવી હોવાનું બરાક ઓબામાએ જાહેર કર્યું હતું. અમેરિકાનું જાની દુશ્મન ગણાતાં નોર્થ કોરીયાએ પડદા પાછળ સાયબર વૉર ક્યારનુંય ચાલુ કરી દીધું છે. ફ્રાન્સે જુન મહિનામાં ચેતવણી આપી હતી કે ઓળખી ન શકાય તેવા રાષ્ટ્રો દ્વારા હવે સાયબર એટેક થઈ રહ્યાં છે.જેને અપરાધી દુનિયા અને અંતિમવાદી ગુ્રપ સહાય પહોંચાડી રહ્યાં છે. ભારત, પાકિસ્તાન અને ચીન વચ્ચે તનાવ વધી રહ્યો છે. ત્યારે ચાઈનીઝ હેકર્સ, ભારત સામે સાયબર એટેક કરવા સજ્જ થઈ રહ્યાં છે. થોડા સમય પહેલાં હેકર્સ દ્વારા ’રેન્સમ વેર’ નામનો વાઈરસ વ હેતો મુકવામાં આવ્યો હતો. જે તમારાં કોમ્પ્યુટરનો સેન્સેટીવ ડેટા ગાયબ કરી નાખતો હતો.રેન્સમવેરનાં સર્જકો તમારો ડેટા પાછો આપવા માટે ચોક્કસ રકમ બેંકના ચોક્કસ ખાતામાં જમા કરાવવા આદેશ આપતા હતાં. નોર્થ કોરિયાએ, અમેરિકન મિલીટરી નેટવર્કનો સેન્સેટીવ ડેટા ચોરી લઈ, તેમનું નેટવર્ક નિષ્ફળ બનાવવા તેનાં સિક્યુરીટી કમ સાયબર એક્સપર્ટને છુટોદોર આપી દીધો છે. વિશ્વ શું સાયબર વૉર તરફ જઈ રહ્યું છે.૧૯૪૫માં બીજા વિશ્વયુધ્ધ સમયે, અમેરિકન નેશનલ સિક્યુરીટી એજન્સીના નિયામક માયકલ હેડેને તેનાં વક્તવ્યમાં એક વાત કહી હતી. ’’કોઈક વ્યક્તિ એક નવીન પ્રકારનું હથિયાર વાપરશે. જેની શરૃઆત કર્યા બાદ તેને પાછું બોક્સમાં મુકી શકાશે નહીં.’’ દાયકાઓ પહેલાં કહેલી વાત આજે સાચી પડી રહી છે. પ્રોગ્રામીંગ કોડ વડે શસ્ત્ર એટલે કે ખાસ પ્રોગ્રામ હવે સાયબર એટેક માટે વપરાવા લાગ્યા છે. જ્યારે માત્ર કુતુહલ ખાતર નહી, સામેની વ્યક્તિના કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડવાનાં હેતુથી છુટા છવાયા કામ થાય તે સાયબર એટેક છે પરંતુ જ્યારે…
એક દેશ, રાજ્ય દ્વારા બીજા દેશનાં કોમ્પ્યુટર નેટવર્કને ખોરવી દેવાનો કે તે નેટવર્કનો ઉપયોગ કરી ચોક્કસ દેશનાં લોકોને ફીજીકલ મેસેજ પહોંચાડવાનો મકસદ હોય, તેવાં ઈન્ટરનેટ દ્વારા થતા એટેકનો સરવાળો એટલે ’સાયબર વૉર’. જેમાં માત્ર કોઈ એક દેશ નહીં, પરંતુ ત્રાસવાદી સંગઠન, ઔદ્યોગિક કંપનીઓ, રાજકીય કે આદર્શવાદી વિચારસરણીવાળા અંતિમવાદી ગુ્રપ, હેકર્સ અને ક્રિમીનલ ઓર્ગેનાઈઝેશન પણ ’સાયબર વૉર’માં ભાગ લે છે.હવે કેટલીક સરકાર તેમની ઓવરઓલ મિલીટરી રણનીતિની સાથે સાયબર વોર ફેર માટે ખાસ સંગઠન ઉભા કરી ચૂકી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ સિક્યુરીટી એજન્સીનાં દિશા નિર્દેશો પર ચાલતાં, સાયબર કમાન્ડને એક સ્વતંત્ર સંસ્થા બનાવવાની જાહેરાત કરી છે. જે દર્શાવે છે કે આવનારો સમય, ’સાયબર વોર ફેર’ને નવા લેવલે લઈ જશે.કાસ્પર સ્કાય લેબનાં યુજીન કાસ્પરસ્કાયનું કહેવું છે કે ’’નુકસાનકારી સાયબર એટેકને ’સાયબર વૉર’ નામ આપવું યોગ્ય નથી. આવી પ્રવૃત્તિને ’સાયબર ટેરરિઝમ’ કહેવી જોઈએ. કદાચ તેમની વાત વ્યાજબી પણ છે. જેનું એક કારણ એ છે કે કેટલાક કિસ્સામાં આવા એટેક કોણે કર્યા? ક્યારે કર્યા અથવા શા માટે કર્યા તેનાં ચોક્કસ હેતુ જાણી શકાતા નથી. એટલે ડીજીટલ કોડ વડે થતાં હુમલા ’સાયબર ટેરરીઝમ’’કહેવાવા જોઈએ.સાયબર વૉરની પરિભાષા, કેટલું યોગ્ય ગણાય કેટલું અયોગ્ય ગણાય, તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠન અને નાટો એક ડોક્યુમેન્ટ તૈયાર કરી રહી છે. જ્યારે અમેરિકાનું મુખ્ય ફોકસ, સાયબર એટેક વડે આર્થીક નુકસાન, ભૌતિક નુકસાન ઈજા કે ફ્રિડમ ઓફ સ્પીચના નામે, પોલીટીકલ મનસુબા પાર પાડવાની પ્રવૃત્તિ રોકવા તરફ વધારે છે.ઈન્ટરનેટથી શોધ થઈ ત્યારથી તેના દુશ્મન હેકર્સે હેકિંગ દ્વારા દુનિયા પર ખતરો પેદા કરી દીધો છે. જ્યારે છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ભારતમાં ઈન્ટરનેટની એક્ટિવિટીએ વેગ પકડતાં હવે આ હેકર્સની નજર ભારત ઉપર મંડાણી છે. ત્યારે હેકિંગ વિશે અવનવી વાતો જાણી તેને રોકવું તેમ જ તેનાથી સુરક્ષિત રહેવું એ આપણી નૈતિક તેમ જ સાયબર જવાબદારી બને છે.વિશ્વ ઉપર આજે આતંકવાદીઓનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે આ ઈ-યુગમાં સૌથી વધુ ભય ટેરરિસ્ટના લેટેસ્ટ અને મોડર્ન હથિયાર હેકિંગ (સાયબર એટેક)થી છે. યુદ્ધના મેદાનમાં દુશ્મનો અને આતંકવાદીઓને મ્હાત આપવામાં કદાચ ઈન્ડિયન આર્મીને કોઈ પડકારી શકે તેમ નથી. આર્મી તો બોર્ડર પર સજ્જ છે પરંતુ મોડર્ન આતંકવાદીઓથી બચવા માટે સાયબર સિક્યોરિટીથી ભારત સજ્જ છે? બસ, આ માટે જ ભારતને સાયબર એટેકથી બને તેટલું સુરક્ષિત કરવાનું નૈતિક બીડું ઝડપવાની જવાબદારી છે આપણી અને તેમાં પણ ખાસ કરીને ઈન્ટરનેટ પર રાજ કરનાર યંગિસ્તાનની.આજના યંગિસ્તાનની એક અલગ દુનિયા છે. જેણે ફેસબુક, ઓરકુટ અને ટિ્‌વટર દ્વારા વર્ચ્યુઅલ અવતાર ધારણ કર્યો છે. તો બીજી બાજુ આખી દુનિયાની માહિતીનો ખજાનો તેમ જ બિઝનેસ જગતની વેબસાઈટ અને વ્યવહારો પણ ઓનલાઈન થયાં છે. બસ, આ જ કારણોસર સાયબર ક્રાઈમ અને ટેરરિસમનો ખતરો વધતો જાય છે. જ્યાં રિયલ લાઈફમાં આતંકવાદીઓ બંદૂક અને વિસ્ફોટકો દ્વારા આતંક ફેલાવે છે ત્યાં ઈન્ટરનેટ પર આ આતંકવાદીઓ હેકર્સનું રૃપ ધારણ કરી સાયબર એટેકનો મારો ચલાવે છે.સાયબર સિક્યોરિટીના નિષ્ણાત અને એથિકલ હેકર મૂળ ગુજરાતી અંકિત ફડિયા જણાવે છે કે વધુ ને વધુ ર્સિવસ અને સમય ઓનલાઈન ગુજારવો તે અમુક હદ સુધી યોગ્ય છે. કારણકે રિયલ અને વર્ચ્યુઅલ લાઈફ બંનેમાં જો બેલેન્સ રાખવામાં ન આવે તો તેનાં પરિણામ ગંભીર આવી શકે છે. તેમ છતાં પણ ઓનલાઈન ઉપયોગ વધુ પડતો થતો હોય ત્યારે સાવચેતીના પગલાં પણ લેવાં એટલાં જ જરૃરી છે. તે જણાવે છે કે ૯૦ના દાયકાથી સાયબર આતંકે ખૂબ જોર પકડયું હતું. જ્યારે ભારત પર છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ઈન્ટરનેટના દુશ્મનનોની નજર પડી છે. ત્યારે તે જણાવે છે કે આવામાં ચિંતા વધુ ઘેરી બને છે કારણકે ભારતની વેબસાઈટોમાં અન્ય વેબસાઈટ તો સિક્યોરિટી માટે સજાગ છે પરંતુ ભારત સરકારની મોટાભાગની વેબસાઈટ સિક્યોરિટીના નામે રામભરોસે છે.
જ્યારે બીજી બાજુ નેટર્વિંકગ સાઈટ્‌સ સિક્યોર નથી તેમ જ માહિતી લીક કરે છે આવાં ઘણાં આક્ષેપો ઈન્ટરનેટના મહાયુઝર લગાવતાં હોય છે. જેમાં એક ઘેટાંની સાથે બીજું ઘેટું પણ જોડાય તેમ આખી ઓનલાઈન કોમ્યુનિટી જોડાઈ જતી હોય છે.આજનો યુવાવર્ગ રિયલ લાઈફ કરતાં વર્ચ્યુઅલ લાઈફમાં વધારે એક્ટિવ બન્યો છે અને તેનું કારણ એ છે કે ઓનલાઈન લાઈફમાં તેઓ એનોનીમાઉસ (છુપાઈને) રીતે કામ કરી શકે છે તેમ જ ફેસ-ટુ-ફેસ સામાનાનો ફિયર રહેતો નથી. સિક્કાની બે બાજુની જેમ જ જેટલો ઈન્ટરનેટનો વધુ ઉપયોગ ફાયદાકારક બને છે તો તેટલું નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. ત્યારે સાયબર ટેરરિસમ વિશે વધુ જાણીને આ દિશામાં સજાગ થઈએ.સાયબર ટેરરિસમ એ વિશાળ કમ્પ્યૂટર નેટવર્ક એટલે કે ઈન્ટરનેટ તેમ જ તેની સાથે જોડાયેલા પર્સનલ કમ્પ્યૂટરને તેમ જ તેમાંની માહિતીની ચોરી કરી દુરપયોગ કરી તેમ જ તેને કોઈ રીતે નુકસાન પહોંચાડી સમાજમાં આતંક ફેલાવવાની પ્રવૃત્તિ છે. સામાજિક, ર્ધામિક, રાજકીય અને અન્ય કોઈ વર્તુળોને નુકસાન પહોંચાડવાના હેતુથી ઈન્ટરનેટની મદદથી કરવામાં આવતી ગુનાખોરી પ્રવૃત્તિ એ સાયબર આતંક છે. આ પ્રવૃત્તિ દ્વારા કેટલાંય લોકોને બ્લેકમેલ કરવાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યાં છે.સાયબર આતંકવાદીઓ દેશની કોઈ પણ કમ્પ્યૂટર આધારિત સિસ્ટમને બ્રેક કરી શકે છે. જેમાં આતંકવાદીઓ ખાસ કરીને દેશની આર્મી, રાજકીય, બેંકિંગ અને વીજળીની સુવિધાને ખોરવવાની કોશિશ કરતાં હોય છે. સ્વીડનના એક હેકરે ફ્લોરિડાની ૯૧૧ ઈમરજન્સી સેવા પર એટેક કરી તેને જામ કરી દીધી હતી જેનાથી ઘણી હાલાકી ભોગવવી પડી હતી. હોલીવુડની જાણીતી અભિનેત્રી પેરિસ હિલ્ટનનો સેલફોન હેક કરીને તેમાંની ફોનબુકનું લિસ્ટ ઈન્ટરનેટ પર મૂકી દેવામાં આવ્યું હતું જેના પરિણામે તેના પરિચિત સભ્યોને પોતાના નંબર બદલવાની ફરજ પડી હતી. જ્યારે મિસ ન્યૂ જર્સી ૨૦૦૭ના પ્રાઈવેટ પાર્ટીના ફોટો અને વિડીયો હેક કરીને ઈન્ટરનેટ પર મૂકી દેવામાં આવ્યાં હતાં. અમેરિકાના મત મુજબ સૌથી મોટું આતંકવાદી ગ્રુપ અલ-કાયદા છે. જેણે સપ્ટેમ્બર ૨૦૦૧ દરમ્યાન અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરી વિશ્વને હચમાચવી દીધું હતું. આ બાદ અમેરિકી ગુપ્તચર સંસ્થાઓએ અલ-કાયદાના ઈમેલ પર નજર રાખવાની શરૃ કરી હતી. અલ-કાયદાના ગુપ્ત ઈમેલને ઉકેલનાર જાણીતા એથિકલ હેકર અંકિત ફડિયા કહે છે કે આ ટેરરિસ્ટ ગ્રુપ પાસે અનુભવી તેમ જ સક્ષમ હેકર્સ છે. જેઓ પોતાના ગુપ્ત મેસેજ મોકલવા માટે ’સ્ટેગ્નોગ્રાફી’ (ફોટોની અંદર મેસેજ) ટેકનિકનો ઉપયોગ કરતાં હોય છે. આ કેસને પોતાના કરિયરનો સૌથી ચેલેન્જીંગ કેસ માનતો અંકિત ફડિયા કહે છે કે આ જોતાં ભારત અને અમેરિકાની સાયબર સિક્યોરિટી વ્યવસ્થામાં આસમાન-જમીનનો તફાવત છે. કારણકે ક્રિમીનીલ્સને પકડવા માટે ક્રિમીનલ્સની જેમ વિચારવું પડે છે અને તે અમેરિકાના અધિકારીઓ વધુ સારી રીતે જાણે છે.આ ઉપરાંત અમેરિકી અધિકારીઓ દ્વારા અફઘાનિસ્તાનમાંથી જપ્ત કરાયેલા કમ્પ્યૂટરમાંથી અમેરિકાની પાણી પુરવઠા, કોમ્યુનિકેશન, વીજળી સુવિધા તેમ જ અન્ય મહત્ત્વના પ્રોજેક્ટની માહિતીઓના ડેટા મળી આવ્યાં હતાં.રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૦૨ની મધ્યમાં સૌથી વધુ સાયબર એટેક કરતાં દેશોમાં ૪૦% સાથે અમેરિકા પ્રથમ નંબરે છે. જ્યારે ત્યાર બાદ સાઉથ કોરિયા ૧૨.૮%, જર્મની, ૬.૭, ચીન ૬.૨% , ફ્રાન્સ ૪% અને ૨.૨% સાથે યુકે ૯મા ક્રમાંકે છે. જ્યારે ઈઝરાયેલ ઈન્ટરનેટ યુઝરના પ્રમાણમાં સાયબર એટેક કરવામાં સૌથી મોખરે છે.પાકિસ્તાનમાંથી રોજ ભારતની ૫૦-૬૦ વેબસાઈટ પર હેક કરવાની કોશિશ કરવામાં આવે છે.જ્યારે પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે પણ શસ્ત્રોથી યુદ્ધ તો ચાલે જ છે પરંતુ ઈન્ટરનેટ વૉર પણ ચાલુ જ છે.આજે ઈન્ટરનેટ પર વધુને વધુ લોકો માહિતી મૂકતાં હોવાથી સાયબર આતંક ફેલાવવા હેકર્સને મોકળો રસ્તો મળી ગયો છે. હેકર્સ પ્રદેશ પ્રમાણે પોતાના ગ્રુપ્સ ચલાવતાં હોય છે. જેમાં તેઓ પોતાના દેશમાંથી અન્ય દેશના સર્વરને હેક કરી ત્યાંથી બીજા કોઈ દેશના સર્વર પર જઈ એટેક ચલાવે છે. આમ તેઓ સર્વર રાઉટિંગની સ્માર્ટ ટેકનિક ચલાવી સાયબર એટેક કરે છે. આતંકવાદીઓ સૌથી એડવાન્સ્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં હોય છે જેમાં ચેટિંગ, ઈમેજમાં છુપાયેલો મેસેજ (સ્ટેગ્નોગ્રાફી), એન્ક્રીપ્ટેડ પેન ડ્રાઈવ, વાયરસ તેમ જ માહિતીચોરી માટે ઈમેલ મોકલવા વગેરેનો સમાવેશ થાય છે.

Related posts

ડેની : ઉત્તમ અભિનેતા જ નહી સારા ગાયક પણ…

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

શું મુંબઈગરા મુંબઈને દિલ્હી બનતું રોકી શકશે ખરા…!!?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1