Aapnu Gujarat
ગુજરાત

કલોલ તથા પેથાપુરમાં ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સન્માન

રવિવારે ગુજરાત ગૌરવ યાત્રાની શુભ શરૂઆત ધોળકા મુકામેથી કરવામાં આવી હતી. આ યાત્રા અમદાવાદ જિલ્લામાં પ્રવાસ કરીને દેત્રોજથી કડી તાલુકામાં પ્રવેશી હતી. કડી શહેરમાં ભવ્ય રીતે ગૌરવ યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બાઈકસવારોએ યાત્રાની આગેવાની કરી હતી, ત્યારબાદ આ યાત્રા છત્રાલ મુકામે થઈ કલોલ પોલીસ ગ્રાઉન્ડમાં આવી હતી. અહીં પણ યાત્રાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, રાજ્યનાં કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, યાત્રાનાં સંયોજક ગોરધનભાઈ ઝડફિયા તથા ભૂતપૂર્વ રાજ્યસભાનાં સાંસદ નટુજી ઠાકોર, ધંધુકાનાં પૂર્વ સીનિયર સાંસદ રતિલાલ વર્મા, ભાજપનાં મહામંત્રી કે.સી.પટેલ, કલોલનાં ધારાસભ્ય એ.કે.પટેલ, ગાંધીનગરનાં બંને ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડીયા સહિત ંકાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

મુળીના સરા ગામે પાણી નિકાલનો રસ્તો બંધ કરાતા ગ્રામજનોને હાલાકી

editor

પીસીઆર વાનના કોન્સ્ટેબલ પર હુમલો કરનારો ઝડપાયો

aapnugujarat

વડોદરામાં H3N2 વાયરસથી 58 વર્ષીય વૃદ્ધાનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1