Aapnu Gujarat
ગુજરાત

મુળીના સરા ગામે પાણી નિકાલનો રસ્તો બંધ કરાતા ગ્રામજનોને હાલાકી

સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા સન્ની વાઘેલા જણાવે છે કે, મુળી તાલુકાનાં સરા ગામે વરસાદનાં પાણીનુ કુદરતી વહેણને બંધ કરવામાં આવતાં હાલ ગામજનોને હાલાકી ભોગવવી પડે છે. સરા ગામમાં વરસાદનાં પાણીનુ વહેણને અટકાવવામા આવેલ છે. આ રસ્તા ઉપર પ્રાથમિક શાળા અને દુકાનો આવેલ છે. આ વરસાદનાં પાણીનો નિકાલ કુદરતી વહેણ હોય અને સરકારી ખરાબાની જગ્યાએ થી ચાલતું હોય તેમ છતાં સરા ગામના વિજયભાઇ વરમોરા દ્વારા સરકારી જમીન પર દબાણ કરતા માટી તથા પથ્થરનાં ટ્રેક્ટર ખાલી કરી આડશ ઊભી કરતાં હાલ બજારમાં પાણી ભરાયાં છે અને રાહદારીઓ તથા ગામજનોને મુશ્કેલી વેઠવી પડે છે જો આ વહેણને ખુલ્લું કરવામાં નહીં આવે તો રોગચાળો પણ ફેલાવાનો ભય ગામજનો દ્વારા વ્યક્ત કર્યો છે. તો સરા ગામ પંચાયતનાં સતાધીશો દ્વારા વહેણ ચાલુ કરાવવા દબાણ કરી આડશોને ખસેડવામાં આવે અને આડશ ઉભી કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Related posts

ગુજરાતમાંથી આર્મીમાં ખુબ જ ઓછા ઉમેદવારો જોડાયા

aapnugujarat

CM grants final approval to Surat-SUDA’s ‘Draft Development Plan-2035’

editor

મુડેટી ગામમાં સ્ટેટ રિસર્વ પોલીસ દ્વારા પર્યાવરણ રક્ષણ હેતુ રેલી યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1