Aapnu Gujarat
ગુજરાત

આજે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે જીતનગર નર્સિગ સ્કૂલ ખાતે માનસિક આરોગય જાગૃતિ કાર્યક્રમ યોજાશેઃ રાજપીપળા સિવિલ-જનરલ હોસ્પિટલ ખાતે માનસિક દિવ્યાંગ કેમ્પનું આયોજન

વિશ્વમાં દર વર્ષે ૧૦ મી ઓકટોબરના રોજ માનસિક આરોગ્ય વિશે જનજાગૃતિ કેળવવા તથા સામાન્ય જનસમુદાય સુધી માનસિક આરોગ્યને લગતી સુવિધા પહોંચાડવાના હેતુથી  ̎વિશ્વ માનસિક આરોગ્ય દિવસ ̎ તથા ઓકટોબર મહિનાના બીજા સપ્તાહને  ̎માનસિક આરોગ્ય જાગૃત્તિ સપ્તાહ ̎ તરીકે ઉજવવામાં આવે છે.

તદ્અનુસાર ચાલુ વર્ષે તારીખ ૭ મી ઓકટોબરથી તા.૧૩ મી ઓકટોબર-૨૦૧૭ સુધી  ̎માનસિક આરોગ્ય જાગૃત્તિ સપ્તાહ ̎ ના ભાગરૂપે તા.૧૦ મી ઓકટોબર,૨૦૧૭ ̎ વિશ્વ માનસિક આરોગ્ય દિવસ ̎ ના રોજ રાજપીપળા-જીતનગર ખાતે  ̎નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે ગુજરાત રિપોર્ટ ̎ની રજુઆતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સમાજમાં માનસિક આરોગ્યની જાગૃતિ માટે તથા માનસિક બિમારી હોવાના કથિત કલંક દુર કરવા અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે. ઉપરાંત માનસિક બિમાર વ્યકિતઓને બિમારીમાંથી ઉગારવાના ઉમદા હેતુથી માનસિક બિમારીના સ્વયંસેવકો પોતાના અનુભવો જણાવશે અને માનસિક બિમારી પ્રત્યેના સમાજના વલણો વિશે અભ્યાસ કરવામાં આવશે. તથા  ̎નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે ગુજરાત રીપોર્ટ ̎ રજુ કરવામાં આવશે અને નર્મદા જિલ્લા ખાતે ઉપલબ્ધ માનસિક બિમારી માટેની જાહેર સેવાઓ વિશે ચર્ચા કરવામાં આવશે.

જાહેર જનતા માટે  ̎વિશ્વ માનસિક આરોગ્ય દિવસ ̎ તા.૧૦ મી ઓકટોબર-૨૦૧૭ ના રોજ જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે ઓ.પી.ડી નં-૫ માં બપોરે ૨-૦૦ થી સાંજના ૪-૦૦ વાગ્યા દરમિયાન માનસિક દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંબંધિત દર્દીઓને લાભ લેવા પ્રોગ્રામ ઓફિસરશ્રી, જિલ્લા માનસિક આરોગ્ય્ કાર્યક્રમ, જનરલ- સિવિલ હોસ્પિટલ, રાજપીપળાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

સુરતમાં ભાજપના ઉમેદવારને ખેસ ખિસ્સામાં નાખીને ભાગવું પડ્યું

aapnugujarat

નિપાહ વાઇરસના હાહાકારને પગલે ગુજરાતમાં એલર્ટ જાહેર

aapnugujarat

અમદાવાદના આ કેફેમાં રોબો શેફ બનાવશે વિવિધ વાનગીઓ

editor

Leave a Comment

UA-96247877-1