Aapnu Gujarat
બ્લોગ

ડેની : ઉત્તમ અભિનેતા જ નહી સારા ગાયક પણ…

હિન્દી સિનેજગતમાં સહાયક ભૂમિકાઓ અને કોમેડીથી શરૂઆત કરી, મુખ્ય સહાયક ભૂમિકાઓ અને પછીથી ખલનાયક તરીકે જબરજસ્ત જાદુ જગાવનાર ડેની ડેન્ઝોંગ્પા સિનેજગતથી નારાજ છે. ડેની કહે છે, સિનેજગતમાં જો તમે અમિતાભ બચ્ચન હોવ તો વાત જુદી છે, બાકીના કલાકારો માટે ૬૦ વર્ષની ઉંમર પછી કોઈ સારી ભૂમિકા વિચારતા નથી. રિતિક રોશનની ફ્લ્મિ ‘બેન્ગ બેન્ગ’ પછી ડેની છેલ્લે અક્ષયકુમારને ચમકાવતી નીરજ પાંડેની ફ્લ્મિ ‘બેબી’માં દેખાયા હતા. હાલ એ ‘કાબુલીવાલા’ નામની ફ્લ્મિ કરી રહ્યા છે. ડેનીની ફ્રિયાદ એ નથી કે તેમને કામ નથી મળતું, ફ્રિયાદ એ છે કે સારી ભૂમિકાઓ નથી મળતી.એકના એક પ્રકારની ભૂમિકાઓ કરવામાં ડેનીને રસ નથી. મારી પાસે જે ફ્લ્મિોની ઓફર આવે છે એમાંથી જે સારામાં સારી હોય એ સ્વીકારું છું. પછી હું એ ફ્લ્મિને સમર્પિત થઈ જાઉં છું. હું વર્ષમાં બે-ત્રણ ફ્લ્મિથી વધુ નથી કરતો. ખાસ કરીને મુંબઈની ગરમીમાં ઉનાળામાં શૂટિંગ કરવાનું ફાવતું નથી.
ડેનીને ફેસબુક ટ્‌વીટર જેવા સોશિયલ મીડિયા પર હાજરી આપવી પણ ફવતી નથી. એ પોતાને અંતર્મુખી માને છે અને સ્વીકારે છે કે ખુલ્લી કિતાબની જેમ સતત પ્રેક્ષકોની સામે રહી શકે એમ નથી. ડેનીનો આ સ્વભાવ હોવા છતાં અનેક વખત ટોચની લોકપ્રિયતા મળી શકી છે, કારણ કે અભિનયમાં ડેની લાજવાબ છે. જોકે સિનેજગતમાં પ્રવેશ કરતી વખતે ડેનીને ઉત્તર પૂર્વના હોવાની છાપ, અંતર્મુખી સ્વભાવ અને અલગ દેખાવ ખૂબ નડયા હતા. પૂના ફ્લ્મિ ઈન્સ્ટિટયૂટમાં તાલીમ મેળવીને મુંબઈમાં સંઘર્ષ કરવા છતાં કોઈ કામ ન મળ્યું તો ડેનીએ ફ્રી પૂનાની વાટ પકડી અને પોતાના પ્રોફેસર રોશન તનેજાને વાત કરી. રોશન તનેજાએ તેમને ઈન્સ્ટિટયૂટમાં સહાયક પ્રશિક્ષકની નોકરી અપાવી દીધી. અઠવાડિયાના ચાર દિવસ ડેની નવા આવનાર વિદ્યાર્થીઓને અભિનય વિશે ટિપ્સ આપતા. શુક્રવારે પૂનાથી મુંબઈની ટ્રેન પકડી મુંબઈમાં ભૂમિકા મેળવવા દર દર ભટકતા. શનિવારે રાત્રે પાછા પૂના આવી શિક્ષણકાર્યમાં ગૂંથાઈ જતા. આ ક્રમ ત્રણ વર્ષ ચાલ્યો.
પછી ગુલઝારે ડેનીને ‘મેરે અપને’ ફ્લ્મિમાં ભૂમિકા આપી. એ પછી બી.આર. ચોપરાની ‘ઝરૂરત’ ફ્લ્મિો મળી અને બી.આર. ચોપરાએ જ ‘ધુન્દ’ ફ્લ્મિમાં હીરોઈનના અપંગ પતિની ભૂમિકા આપી. ત્રણેય ફ્લ્મિો હિટ રહી. ધુન્દમાં ડેનીનું કામ બધાએ વખાણ્યું અને પછી ભૂમિકાઓ મળવા લાગી. ‘યે ગુલિસ્તાં હમારા’ ફ્લ્મિમાં ડેનીને નાગા બળવાખોરની ભૂમિકા મળી હતી, પરંતુ છેલ્લી ઘડીએ એ ભૂમિકા દેવ આનંદના પરમ મિત્ર સુજિતકુમારને આપી દેવામાં આવી. એ ખોટ સરભર કરવા સચીન દેવ બર્મને ડેની પાસે એક ગીત વગડાવ્યું હતું. મેરા નામ આઓ મેરે પાસ આઓ એ ગીત સુપરહિટ નીવડયું હતું.
જોકે ફ્લ્મિના નિર્દેશક આત્મા રામ એ ગીત પણ મન્ના ડે પાસે રિ-રેકોર્ડ કરાવવાનું વિચારતા હતા. ડેનીએ પોતાનું દુઃખ સચીન દાને સંભળાવ્યું. તરત સચીન દાએ ફેન કરી આત્મારામને કહ્યું. ઈસ ફ્લ્મિ કે રેકોર્ડ કિયે સારે ગાને લે કર આ જાઓ. આત્મારામ તરત જ ગીતોના સ્પૂલ લઈને દોડી આવ્યા. સચીન દાએ કડકાઈથી કહ્યું, ડેની કા ગાના રિ-રેકોર્ડ હુવા તો યહ સારે ગાને મૈં વાપસ લે લૂંગા. ત્યારે આત્મારામે એ ગીત ફ્લ્મિમાં જેમનું તેમ રાખવાની ખાતરી આપી.
એ પછી આર.ડી. બર્મને કાલા સોના ફ્લ્મિમાં ડેની પાસે સુન સુન કસમસે ગવડાવ્યું હતું. નયા દૌરમાં કિશોરકુમાર સાથે પાની કે બદલે પી કર શરાબ અને રફી સાથે મુઝે દોસ્તો તુમ ગલે સે લગા લો ગવડાવ્યું હતું. બધા ગીત હિટ રહ્યા હતા, પરંતુ ડેનીને ગાયક બનવામાં રસ નહોતો. એટલે ગીતો ગાવાનું છોડીને ફ્લ્મિોમાં સહાયક અભિનેતાની અને ખલનાયકની ભૂમિકાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ડેનીએ જે કોઈ ભૂમિકા કરી હોય એ ફ્લ્મિ ચાલી હોય કે ન ચાલી હોય, ડેની અચુક યાદગાર જ રહ્યા છે.ડેનીનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૯૪૮ ના રોજ સિક્કીમ રાજ્યમાં થયો હતો. એમનું જન્મનું નામ શેરિંગ ફ્ન્ટિો ડેન્ઝોંગ્પા હતું. પિતાનો ઘોડા ઉછેરનો વ્યવસાય હતો. ડેનીને બાળપણથી ઘોડેસવારીનો શોખ હતો. બાળપણ સિક્કિમમાં જ વીત્યું. સ્કૂલમાં ભણતા ત્યારે લશ્કરમાં જોડાવાનું સપનું હતું. નૈનિતાલમાં ગ્રેજ્યુએટ થયા પછી પૂણે ખાતે આર્મ્ડ ફેર્સીઝ મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું હતું, પરંતુ પૂના ગયા પછી એમાંથી નામ કમી કરાવીને ફ્લ્મિ ઈન્સ્ટિટયૂટમાં નામ નોંધાવી લીધું અને લશ્કરને બદલે સિનેજગતમાં આવી ગયા. ઈન્સ્ટિટયૂટમાં બધા દોસ્તોને નામ બોલવામાં ખૂબ અગવડ પડતી હતી એટલે બધાએ એમને ડેની કહીને બોલાવવાની શરૂઆત કરી હતી. એ નામ પછીથી ડેનીની ઓળખાણ બની ગયું. હિન્દી અને ઉર્દૂ બોલવાની પ્રેક્ટિસ માટે ડેની કલાકો સુધી દરિયાકિનારે ઊભા રહી દરિયા સાથે હિન્દી-ઉર્દૂમાં વાતો કરતા રહેતા હતા.

Related posts

લગ્ન ન થઇ શક્યા તો શુ થયુ, આપણો પ્રેમ કાયમ અકબંધ જ રહેશે

aapnugujarat

બાળકો પોસ્ટ કોવિડ સમસ્યાનો શિકાર બની રહ્યા છે

editor

ગાંધી હત્યા અને નથુરામ ગોડસે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1