Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મદરેસાઓ ઉપર યોગી સરકારની ચાંપતી નજર

ઉત્તર પ્રદેશ સરકાર રાજ્યના મદરેસાઓ ઉપર ખાસ નજર રાખી રહી છે. હવે મદરેસાઓ ઉપરજીપીએસ સર્વિસ મારફતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે, મદરેસાઓમાં બનાવટી વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ઉપર નજર રાખવાના હેતુસર આ મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારે મદરેસાઓથી ક્લાસરુમના મેપ, ઇમારતોના ફોટાઓ, ટીચર્સના બેંક એકાઉન્ટની માંગ કરવામાં આવી છે. કર્મચારીઓના આધાકાર્ડની વિગતો પણ માંગવામાં આવી છે. આધાર કાર્ડની વિગતો સરકારના પોર્ટલ ઉપર અપલોડ કરવા માટે કહેવામાં આવ્યું છે. યુપી સરકારે મદરેસા શિક્ષણ પરિષદના રજિસ્ટ્રારને આદેશ કર્યો છે કે, તમામ ૧૬૦૦૦ મદરેસાઓના જીયો ટેગિંગ કરવામાં આવે. ત્યારબાદ મદરેસાઓને એક કોડ આપવામાં આવશે. મુખ્ય સચિવ મોનિકા ગર્ગ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તમામ મદરેસા સરકારની નવી વેબસાઇટ પર ૧૫મી ઓક્ટોબર સુધી રજિસ્ટર્ડ થઇ જાય તે જરૂરી છે. આઠ કારણોથી વિકાસની ગતિને પણ તીવ્ર કરવામાં આવનાર છે. મદરેસા પર નજર રાખવા અન્ય કેટલાક કારણો પણ છે.

Related posts

Assembly polls 2019 : Voter turnout at 56% at Maharashtra, 63% in Haryana

aapnugujarat

हमें अपने इंजीनियरों और वैज्ञानिकों की क्षमता पर भरोसा : PM

editor

પુત્રએ હથોડીના ઘા મારી માતાની હત્યા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1