Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હિંસા કાબુમાં નહીં લેવાતાં ખટ્ટરની કામગીરી પર મોદીની નજર કેન્દ્રિત

છેલ્લા સપ્તાહમાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમિત રામ રહીમને બળાત્કારના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ ભડકેલી હિંસાને હાથ ધરવામાં નિષ્ફળતા માટે ચારેતરફથી ટિકાટિપ્પણીનો સામનો કરી રહેલા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર પર હવે વડાપ્રધાન કચેરી તરફથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
મનોહરલાલ ખટ્ટરની કામગીરી ઉપર વડાપ્રધાન કચેરીની બાજ નજર છે. તેમના દરેક પગલા ઉપર નજર રાખવામાં આવી રહી છે. મામલાની જાણકારી ધરાવનાર લોકો તરફથી આ મુજબની વાત કરવામાં આવી છે. ખટ્ટરને મુખ્યમંત્રી પદેથી દૂર ન કરવા પાછળ કેન્દ્ર સરકાર તરફથી કેટલીક દલીલો આપવામાં આવી રહી છે. બ્
ાદલાવ કરવાની સ્થિતિમાં વહીવટીતંત્ર વધારે અસ્થિર થઇ શકે છે. અલબત્ત અધિકારીઓએ કહ્યું છે કે, ખટ્ટરના પ્રદર્શન પર નજર રાખવામાં આવી રહી છે. હિંસા પર ઉતરેલા લોકોને હાથ ધરવાના મુદ્દા ઉપર પીએમઓ સાથે વાતચીત દરમિયાન ખટ્ટરની વાતો દમદાર દેખાઈ ન હતી. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, છેલ્લા સપ્તાહમાં પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ નિસહાય દેખાયા હતા.
પોલીસ અને બ્યુરોક્રેસીની વ્યવસ્થા ભાંગી પડી હતી. કેન્દ્ર સરકાર કોઇ કિંમતે આને હળવાશથી લેવા ઇચ્છુક નથી. ક્યાં ક્યાં ભુલો થઇ છે તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે.
રાજ્ય સરકારને પોતાનું વલણ સુધારવું પડશે. અધિકારીઓના કહેવા મુજબ જુદી જુદી એજન્સીઓના ઇન્ટેલીજન્સ ઇનપુટ રાજ્યની પોલીસ પાસે હતા છતાં એવું લાગી રહ્યું છે કે, આ બાબતોને ગંભીરતાથી લેવામાં આવી ન હતી.
અધિકારીઓએ કહ્યું છે કે, મોટા પ્રદર્શનને સંભાળવામાં ખટ્ટર વહીવટીતંત્ર ત્રણ વખત ફ્લોપ રહ્યું છે. આ અગાઉ ૨૦૦૪માં રામપાલના સમર્થકોએ ભારે તોફાન કરીને સ્થિતિ બગાડી કાઢી હતી જેમાં છ લોકોના મોત થયા હતા. ત્યારબાદ ૨૦૧૫માં જાટ આંદોલન દરમિયાન ૩૦ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ કહ્યું છે કે, રાજ્ય વહીવટીતંત્રને પુરતી માહિતી આપવામાં આવી હતી.
સાથે સાથે ગુપ્તચર માહિતી પણ આપવામાં આવી હતી કે, હિંસા ભડકી શકે છે છતાં કલમ ૧૪૪ને યોગ્ય રીતે લાગૂ કરવામાં આવી ન હતી. મુખ્યમંત્રી કચેરીની ખાસ જવાબદારી હતી પરંતુ આ જવાબદારી અદા કરાઈ ન હતી. રાજ્ય વહીવટીતંત્રની કામગીરીમાં સુધારો કરવા માટે કહેવામાં આવી ચુક્યું છે.
કેન્દ્ર હવે હરિયાણા વહીવટીતંત્રના વલણની સમીક્ષા કરીરહ્યું છે. માર્ગો ઉપર સશસ્ત્ર પોલીસની પુરતી તૈનાતી હિંસા દરમિયાન કરવામાં આવી ન હતી તેની પણ નોંધ લેવાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં જે પ્રકારે હિંસા થઈ તેની આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ ખાસ્સી એવી નોંધ લીધી છે તે જોતાં વિશ્વભરમાં ભારતની જે છબી છે તેને મોટું નુકસાન થયું છે.

Related posts

ફેસબુક ડેટા લીક અંગે ઝુકરબર્ગે તોડ્યુ મૌન, સ્વીકારી ભૂલ

aapnugujarat

પઠાણકોટ હુમલા અંગે વધુ પુરાવા ભારતને મળ્યાં

aapnugujarat

अब जल्द ही रेल में क्यूआर कोड से जान पाएंगे कैसा है आपका खाना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1