Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગોરખપુરની બીઆરડી કોલેજમાં મોતનો સિલસિલો : વધુ ૪૨ બાળકોનાં મોત

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં બાબા રાઘવ દાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બાળકોના મોતનો સિલસિલો જારી રહ્યો છે. છેલ્લા ૪૮ કલાકમાં આ હોસ્પિટલમાં ૪૨ બાળકોના મોત થઇ ગયા છે. કોલેજના પ્રિન્સિપાલ પીકે સિંહે મોતના આંકડાને સમર્થન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે સાત બાળકોના મોત જાપાની તાવના કારણે થયા છે. જ્યારે બાકીના બાળકોના મોત જુદા જુદા કારણોસર થયા છે. આટલી મોટી સંખ્યામાં બાળકોના મોતના સમાચાર પ્રથમ વખત આવ્યા નથી. આ વર્ષે દસમી ઓગષ્ટના દિવસે રાત્રે ઓક્સિજનના અભાવના કારણે કેટલાક બાળકોના મોત થઇ ગયા હતા. આ મામલે યુપી સરકાર દ્વારા કઠોર કાર્યવાહી પણ કરવામાં આવી હતી. એ વખતે કોલેજના તત્કાલીન પ્રિન્સિપાલ રાજીવ મિશ્રા અને ઇન્સેફલાઇટિસ વોર્ડના ઇન્ચાર્જ કફિલને તેમના હોદ્દા પરથી દુર કરી દેવામાં આવ્યા હતા. મોડેથી એસટીએફના રાજીવ મિશ્રાને કાનપુરમાંથી ધરપકડ કરી લેવામાં આવી હતી. કફીલને પકડી પાડવામાં પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એસટીએફની ટીમ પણ સક્રિય થયેલી છે. આ સંબંધમાં રાજઘાટ સ્થિત ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. અ૬ે નોંધનીય છે કે બીઆરડી કોલેજમાં બાળકોના મોતના મામલે યોગી સરકારની વ્યાપક ટિકા થઇ હતી. આવી સ્થિતીમાં યોગી આદિત્યનાથે પોતે હોસ્પિટલમાં પહોંચીને સ્થિતીની સમીક્ષા કરી હતી. યોગી આદિત્યનાથે એ વખતે કહ્યુ હતુકે દોષત લોકોને કોઇ કિંમતે છોડવામાં આવશે નહી. તેમની સામે તપાસ કરવામાં આવશે. બીઆરડી કોલેજમાં છેલ્લા ૪૮ કલાકની અંદર મોતના કારણે સરકાર ફરી એકવાર હચમચી ઉઠી છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં કેટલાક આદેશ જારી કરવામાં આવી શકે છે. બેદરકારીના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.

Related posts

भारत की पाक के खिलाफ बड़ी कार्रवाई, 8 आतंकी ढेर, 2 लॉन्चिंग पैड तबाह

editor

बिहार में चमकी बुखार की वजह से मरे बच्चों को राज्यसभा में दी गई श्रद्धांजलि

aapnugujarat

ઉત્તર ભારતમાં અસહ્ય ઠંડી પડી શકે

editor

Leave a Comment

UA-96247877-1