Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ફેસબુક ડેટા લીક અંગે ઝુકરબર્ગે તોડ્યુ મૌન, સ્વીકારી ભૂલ

ફેસબુક ડેટા લીક મામલામાં આખરે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે મૌન તોડ્યું છે. તેમણે કેમ્બ્રિજ એનાલિટિકા કંપની દ્વારા કરવામાં આવેલી છેડછાડ અંગે અને યુઝર્સના ડેટા લીક બાબતે પોતાની ભૂલ સ્વીકારી છે.  તેમણે કહ્યું કે યુઝર્સના ડેટાના સુરક્ષાની જવાબદારી કંપની છે. જો કંપની આ કામ ન કરી શકે તો તે કંપની માટે શરમજનક બાબત છે. ઝુકરબર્ગે જણાવ્યું કે, ’હું સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું કે ફેસબુક પર માહિતી લીક કંઇ રીતે થઇ. જોકે હવે કંપની તરફથી હું ખાતરી આપુ છેકે આ ઘટના ફરી ન ઘટે તેવો પ્રયત્ન કરાશે.’  તેમણે ફેસબુક પર જ જાહેર અભિપ્રાય આપતા કહ્યું કે યુઝર્સે પણ પોતાના પ્રાઇવેટ ડેટાને સુરક્ષિત રાખવા માટે અનેક પગલાં લેવા જોઇએ. ઉલ્લેખનીય છેકે શુક્રવારે દાવો કરવામાં આવ્યો હતો કે ફેસબુક પર આશરે ૫ કરોડ યુઝર્સની અંગત માહિતી લીક કરવામાં આવી હતી. જેના કારણે તેનો સીધો ફાયદો અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા માટે થયો હતો. તેથી હાલ કંપની વિરુદ્ધ અમેરિકા અને બ્રિટેનમાં આ અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે.

Related posts

સરકારી પુસ્તકોમાં ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આતંકી દર્શાવાયા : આરટીઆઇમાં સ્પષ્ટતા

aapnugujarat

કોંગ્રેસના વલણથી નારાજ દેવગૌડા : હવે હદ થઇ વધારે ચૂપ ન રહેવાય

aapnugujarat

૧૧ મે સુધી ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1