Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોંગ્રેસના વલણથી નારાજ દેવગૌડા : હવે હદ થઇ વધારે ચૂપ ન રહેવાય

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધનવાળી સરકારમાં ક્યારેક બીજેપી તો ક્યારે કોંગ્રેસી નેતા સિદ્ધારમૈયા અને દેવગૌડાના કારણે આંતરિક વિવાદ થઈ રહ્યા છે. કર્ણાટકમાં બંને પાર્ટી વચ્ચે થઈ રહેલા વિવાદના કારણે મુખ્યમંત્રી કુમારસ્વામી ખૂબ પરેશાન છે અને તેમણે રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે. જેડીએસ-કોંગ્રેસના ગઠબંધનની સરકારને લઈને ૧૫ દિવસમાં બીજી વખત સવાલ ઉભા થયા છે.
કર્ણાટકની ગઠબંધનની સરકારમાં વિવાદ વધવાના સંકેત વચ્ચે જનતા દળના પ્રમુખ દેવગૌડાએ એચડી કુમાર સ્વામીને ટાર્ગેટ કરનાર કોંગ્રેસી નેતાઓની નિંદા કરી છે. અને તેમને ચેતવણી આપતાં કહ્યું છે કે, હવે આ મામલે વધારે ચૂપ નહીં બેસીએ. પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ માંગણી કરી છે કે, કોંગ્રેસ તેમના નેતાઓને આ પ્રકારની ટીપ્પણી કરતાં રોકે જે તેમના કામને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું છે કે, શું ગઠબંધનની સરકાર ચલાવવાની અન્ય કોઈ પદ્ધતિ છે? શું રોજ અમારે અમારા ગઠબંધનના સાથીને વિનંતી કરવાની કે તેઓ આવી અસંસદીય ટીપ્પણી ન કરે?
દેવગૌડાએ દાવો કર્યો છે કે, છેલ્લા છ મહિનાથી જ્યારથી મારો દીકરો મુખ્યમંત્રી બન્યો છે ત્યારથી તેને કોઈને કોઈ તકલીફ છે અને તેથી હું પણ ઘણો દુખી છે. છેલ્લા છ મહિનામાં ઘણું બધુ થઈ ગયું છે. અત્યાર સુધી મેં કશું નથી કહ્યું પરંતુ હવે હું ચૂપ રહી શકુ એમ નથી. તે ઉપરાંત દૈવગોડાએ કહ્યું કે, મારો એવો પ્રયત્ન છે કે, ગઠબંધન વાળી સરકારી સારી રીતે કામ કરે પરંતુ તે માટે કોંગ્રેસી નેતાઓએ તેમની જીભ કંટ્રોલમાં રાખવી પડશે. જો એવુ નહીં કરે તો ઘણી મુશ્કેલી ઉભી થશે અને કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વએ તે સમજવું જોઈએ.

Related posts

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હવે શરણે થવાના બદલે મોત પસંદ કરી રહ્યા છે

aapnugujarat

ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવા કેટલાક નિયમ હળવા થઇ શકે

aapnugujarat

જુમલાબાજીથી ખેડૂતોની આવક બે ગણી થશે નહીં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1