Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૫ હજાર એન્ટી ટેન્ક મિસાઇલ ખરીદીને મંજૂરી

રક્ષા મંત્રાલયે છ સબમરિન બનાવવાની યોજનાને મંજૂરી આપી
રક્ષા મંત્રાલય દ્વારા ગુરૂવારના રોજ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષામંત્રાલયે ભારતીય નેવીને મદદરૂપ થાય તે માટે છ સબમરીનના સ્વદેશ નિર્માણને મંજૂરી આપી દીધી છે. રક્ષામંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છ સબમરીન બનાવવામાં ૪૦ હજાર કરોડ જેટલો ખર્ચો થઈ શકે છે. રક્ષા મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, આ નિર્ણય રક્ષા મંત્રાલયની સર્વોચ્ચ સંસ્થા રક્ષા ખરીદ પરિષદ (ડીએસી)ની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
રક્ષા મંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતાવાળી રક્ષા ખરીદ પરિષદે થલસેના માટે લગભગ પાંચ હજાર મિલાન ટેન્ક રોદી મિસાઈલ્સની ખરીદીને પણ મંજૂરી આપી છે. અધિકારીઓએ કહ્યું કે, આ પ્રોજેક્ટ પાર્ટનરશિપ મોડલની સ્ટ્રેટેજી અંતર્ગત પૂર્ણ કરવામાં આવશે. જેને વિદેશી રક્ષા નિર્માતાઓ સાથે મળીને ભારતમાં કેટલાક સૈન્ય પ્લેટફોર્મ બનાવવામાં માટે એક પ્રાઈવેટ ફર્મને જવાબદારી સોંપવાની વ્યવસ્થા કરે છે.
સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ મોડલ અંતર્ગત લાગુ થનારો આ બીજો પ્રોજેક્ટ હશે. નવા મોડલ અંતર્ગત લાગૂ થવા માટે સરકારના મંજૂરીવાળા પહેલા પ્રોજેક્ટમાં ૨૧ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ભારતીય નેવી માટે ૧૧૧ હેલીકોપ્ટરની ખરીદી કરવામાં આવી હતી.
મિલાન ૨્‌ મિસાઇલનો ઉપયોગ ૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન થયો હતો. જો કે, આ દરમિયાન તેને પાકિસ્તાની સૈન્યના બંકરોને નષ્ટ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલના પાકિસ્તાની બંકરોને વાયર ગાઇડેડ મિલાન મિસાઇલને ખૂબ જ સારી રીતે નષ્ટ કર્યા હતા. ભારતીય સેના પાસે હજુ એટીજીએમની ઉણપ છે. રિપોર્ટ અનુસાર, ભારતીય સેનાને હજુ ૭૦ હજાર એટીજીએમ અને અંદાજિત ૮૫૦ લૉન્ચર્સની જરૂર છે. આ લૉન્ચર્સ અનેક પ્રકારના છે, સેનાની યોજના થર્ડ જનરેશન છ્‌ય્સ્ મેળવવાની છે. જેની રેન્જ હાલની મિલાન ૨્‌ બરાબર જ હોય. મિલાન ૨્‌ ફ્રાન્સની એટીજીએમ છે. સેમી ઓટોમેટિક કમાન્ડ ટુ લાઇન ઓફ સાઇટ (જીછઝ્રર્ન્ંજી) થર્મલ સાઇટ ટેક્નિકથી સજ્જ હોવાના કારણે તે રાત્રે પણ લક્ષ્યને ભેદી શકે છે.
રિપોટ્‌ર્સ અનુસાર, ફેબ્રુઆરીના મધ્યમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ભારતની મુલાકાત લેશે. આ દરમિયાન ઇઝરાયલ અને ભારતની વચ્ચે ૩૫૫૨ કરોડ રૂપિયાની સ્પાઇક ડીલ પર નિર્ણય થઇ શકે છે.

Related posts

વારંવાર ટ્રેન અકસ્માતોને રોકવા સુરક્ષાના પાસા પર એક્શન પ્લાન તૈયાર કરવાનું સૂચન

aapnugujarat

તાજ મહેલના વિઝન ડૉક્યુમેન્ટમાં ગુપ્ત રાખવા જેવું કાંઇ નથી : સુપ્રીમ

aapnugujarat

Sensex down by 48.39 pts at 37,982.74, Nifty slipped by 15.15 points at 11,331.05

aapnugujarat

Leave a Comment

UA-96247877-1