Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મારી કંપનીની ૧૩ હજાર કરોડથી પણ વધારે સંપત્તી જપ્ત કરી લેવામાં આવી છે : વિજય માલ્યા

વિજય માલ્યાએ શુક્રવારે ચોંકાવનારા દાવા કર્યાં છે. તેમણે કહ્યું, મારી કંપનીની ૧૩,૦૦૦ કરોડથી પણ વધારેની સંપત્તી જપ્ત કરી લેવામાં આવી છે. માલ્યાએ ટ્‌વીટ કરીને દાવો કર્યો કે, તેને નાણાં આપનારી બેંકે પોતાના વકિલોને તેના વિરુદ્ધ નાના-મોટા મામલાઓ નોંધવાની ખુલ્લી છૂટ આપી છે. માલ્યાએ કાનૂની ફી તરીકે જાહેર નાણાંના બેકાર ઉપયોગ પર સવાલો ઉઠાવ્યા છે.વિજય માલ્યાએ કહ્યું કે, રોજ સવારે મને જાણવા મળે છે કે, ડીઆરટીના રિકવરી અધિકારીઓએ વધુ એક સંપત્તી જપ્ત કરી. જપ્ત કરવામાં આવેલી સંપત્તીની કિંમત ૧૩ હજાર કરોડથી વધારે છે. બેંકોએ દાવો કર્યો છે કે દરેક પ્રકારના વ્યાજને મેળવીને તેમના ૯ હજાર કરોડ બાકી છે અને તેની પણ સમીક્ષા કરવી જોઇએ. આ ક્યાં સુધી આગળ જશે? શું આ ન્યાય સુસંગત છે?માલ્યાએ વધુમાં કહ્યું કે, ડીઆરટીના રિકવરી અધિકારીઓએ ભારતમાં બેંકો તરફથી હાલમાં તેમના ગૃપની ૧૩ હજાર કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, હું ૯ હજાર કરોડ રૂપિયા લઇને ભાગી ગયો જેનાથી સરકારી બેંકોને નુંકસાન થયું, તો ન્યાય અથવા નિષ્પક્ષતા ક્યાં છે?

Related posts

મુંબઈમાં રેલ્વે બ્રિજનો હિસ્સો તુટ્યો : પ ઘાયલ

aapnugujarat

बीकेयू राष्ट्रीय सचिव की बेटी मुंबई में मिली : रिपोर्ट

aapnugujarat

દેશમાં કોવિડ ૧૯ના કેસમાં ઘટાડો નોંધાયો

editor

Leave a Comment

UA-96247877-1