Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બિહારમાં પુરની સ્થિતીમાં સુધારો : મૃતાંક ૫૧૫

બિહારમાં પુરના કારણે મોતનો આંકડો હવે વધીને ૫૧૫ ઉપર પહોંચી ગયો છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બિહાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીએ કહ્યુ છે કે ૧૯ જિલ્લામાં હજુ પુરની અસર છે. ૨૩૭૧ પંચાયતમાં લાખો લોકો હજુ સકંજામાં છે. છેલ્લા બે સપ્તાહના ગાળામાં આર્મી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ દ્વારા ૮૫૪૯૩૬ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પુરની સ્થિતીમાં સુધારો થતા રાહત કેમ્પોની સંખ્યામાં સરકારો ઘટાડો કર્યો છે. સંખ્યા હવે ઘટાડીને ૧૧૫ કરી દેવામાં આવી છે. આકેમ્પમાં રહેતા લોકોની સંખ્યા ઘટીને હવે ૧૦૬૬૫૦ થઇ ગઇ છે જે હાલમાં બે લાખ હતી. પુર પિડિતો માટે ૭૯૪ સામુદાયિક રસોડા ચાલી રહ્યા છથે. અગાઉ રસોડાની સંખ્યા ૧૦૦૦ હતી. પટણાથી પ્રાપ્ત હેવાલ મુજબ પુરની સ્થિતીમાં હવે ઉલ્લેખનીય સુધારો થયો છે. જો કે મોતનો આંકડો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત વધી રહ્યો છે. હવે મોતનો આંકડો વધીને ૫૧૫ સુધી પહોચી ગયો છે. બિહારમાં પુરના કારણે હજુ સુધી ૧૯ જિલ્લાના ૧.૭૧ કરોડ લોકોને માઠી અસર થઇ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી વધુ ઝડપી કરી દેવામાં આવી છે. જે વિસ્તારમાં સૌથી વધારે અસર થઇ છે તેમાં કિસનગંજ, અરેરિયા, પુરણિયા અને કટિહારનો સમાવેશ થાય છે. કોશી પ્રદેશના કેટલાક રાજ્યો પણ અસરગ્રસ્ત છે. પૂર્વ અને પશ્ચિમ ચંપારણમાં હાલત કફોડી બનેલી છે. નેપાળ અને આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની માઠી અસર બિહારમાં થઇ છે. પશ્ચિમી ચંપારન જિલ્લામાં ૬.૮૨ લાખ લોકોને અસર થઇ છે. અહીં ૩૬ લોકોના મોત થઇ ચુક્યા છે. અરરિયા જિલ્લામાં સૌથી વધુ ૯૫ લોકોના મોત થયા છે. સિતામઢીમાં ૪૬ લોકોના મોત થયા છે. કટિહારમાં ૪૦, પૂર્વ ચંપારન જિલ્લામાં ૩૨, મધુબાનીમાં ૨૮થી વધારે લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કામગીરીમાં એનડીઆરએફની ૨૮ ટીમો છે જેમાં ૧૧૫૨ કર્મચારીઓ સામેલ છે. ૧૧૮ બોટ પણ છે. પુરગગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળાને રોકવા માટે પણ તં૬ સામે નવી સમસ્યા સર્જાઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૬મી ઓગષ્ટના દિવસે હવાઇ નિરિક્ષણ કર્યા બાદ ૫૦૦ કરોડની સહાય જાહેર કરી હતી. મોદીએ સીમાંચલ ક્ષેત્રના જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.બીજી બાજુ ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં પુરની સ્થિતિમાં સુધારો થયો છે. પુરના બીજા દોરમાં ૭૩ લોકોના મોત થયા છે. આસામમાં ૧૫૭ થી પણ ઉપર પહોંચી ગયો છે. ઉત્તર અને પૂર્વીય રાજ્યના છ જિલ્લામાં ૧.૬ લાખ લોકો હજુ મુશ્કેલી અનુભવી રહ્યા છે.
આસામમાં પુરના નવેસરના મોજામાં ૨.૦૩ લાખ લોકોને અસર થઇ છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં ધેમાજી, બારપેટા, ચિરાંગ, મોરીગાંવ, નાગાંવ અને કારબી એંગલોંગનો સમાવેશ થાય છે. મોરીગાંવમાં સૌથી વધુ અસર થઇ છે. અહીં ૯૨૦૦૦ને અસર થઇ છે જ્યારે નાગાંવમાં ૫૪૫૦૦ લોકોને અસર થઇ છે. પ્રથમ રાઉન્ડમાં ૮૫ લોકોના મોત થયા હતા અને ૧૯ લાખને અસર થઇ હતી.એપ્રિલથી જુલાઈ વચ્ચેના ગાળામાં આ ૮૫ મોત થયા હતા. હવે બીજા દોરમાં વધુ ૭૩ લોકોના મોત થયા છે. આની સાથે જ આ વર્ષે પુર સંબંધિત બનાવોમાં કુલ મોતનો આંકડો વધીને ૧૫૭ ઉપર પહોંચી ગયો છે. ૩૪૩ ગામો હજુ પાણીમાં છે. ૨૫૦૦૦ એકર પાક ભૂમિ પાણીમાં છે.
લખનૌથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશમાં મૃતાંક વધીને વધીને ૧૦૧ ઉપર પહોંચી ગયો છે.કોલકાતાથી પ્રાપ્ત અહેવાલ મુજબ છ જિલ્લાઓમાં પુરની અસર થઇ છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ થયો નથી જે જિલ્લાઓને અસર થઇ છે તેમાં અલીપુરદાર, જલપાઈગુડી, દિનાજપુર, કુચબિહાર, માલ્દાનો સમાવેશ થાય છે. ૫૯ લાખ લોકોને અસર થઇ છે. છ લાખ હેક્ટર પાક ભૂમિને નુકસાન થયું છે. ૭૦૦૦ કરોડનું નુકસાન થઇ ચુક્યું છે. પુરગ્રસ્ત રાજ્યો પર કેન્દ્ર અને સંબંધિત સરકારોની બાજ નજર છે.

Related posts

ઓરિસ્સામાં તબાહી બાદ બંગાળમાં ફેનીથી નુકસાન ટળ્યું

aapnugujarat

વાહનોનો થર્ડ પાર્ટી વીમો ઉતરાવવો પડશે મોંઘો, ઈરડાનો પ્રસ્તાવ

aapnugujarat

બાટલા હાઉસ એન્કાઉન્ટરઃ આરિજ ખાન દોષી જાહેર

editor

Leave a Comment

UA-96247877-1