Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શરદ યાદવે અહેમદ પટેલને શુભેચ્છા આપી

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી જીતીને પાંચમી વાર સાંસદ બનેલા અહેમદ પટેલને જેડીયુના સીનિયર લીડર શરદ યાદવે શુભેચ્છા પાઠવી છે. તેમણે બુધવારે પટેલ સાથે એક તસવીર શેર કરતા ટિ્‌વટ કરી છે કે, મુશ્કેલીના સમયમાં જીત માટે અભિનંદન. હું આશા રાખું છું કે આગળ પણ તમને હંમેશા સફળતા મળે. ખાસ વાત એ છે કે, ગુજરાતમાં જેડીયુનો માત્ર એક જ ધારાસભ્ય (છોટુભાઈ વસાવા) છે અને તેણે પણ પાર્ટી લાઈન વિરુદ્ધ જઈને પટેલને વોટ આપ્યો હોવાનું કહેવાય છે. જેડીયુના સીનિયર લીડરે બીજેપીને સપોર્ટ કરવાનો વિશ્વાસ આપ્યો હતો. બીજેપી છોટુભાઈની આ હરકતથી નારાજ હોવાનું માનવામાં આવે છે. આ સંજોગોમાં તેમની અને શરદ યાદવ વચ્ચે અંતર વધે તેવી શક્યતા છે.સોનિયા ગાંધીના પોલીટીકલ પાર્ટીના એડ્‌વાઈઝર અહેમદ પટેલે જીત માટે કોંગ્રેસના દરેક ઈમાનદાર ધારાસભ્યો, પાર્ટી લીડરશીપ અને વર્કર્સને પણ અભીનંદન આપ્યા છે. બીજેપી વિશે પટેલે કહ્યું છે કે, ભગવાન દરેકને સદબુદ્ધિ આપે. ઈશ્વરના આશીર્વાદ અને પાર્ટીના ઈમાનદાર મિત્રો, ધારાસભ્યો અને શુભચિંતકોની મદદથી જીત મળી છે.અહેમદ પટેલે પરિણામ જાહેર થયાં બાદ એકપછી એક અનેક ટિ્‌વટ કરતાં કહ્યું કે, આ ફકત મારી જીત નથી પરંતુ મની પાવર, સત્તાનો પાવર અને સત્તાના દૂરપયોગની હાર છે.અહેમદ પટેલે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે,આ ચૂંટણીથી ભાજપની વ્યક્તિગત રીષ અને રાજકીય આતંક ઉજાગર થયો છે. ગુજરાતના લોકોએ આ વર્ષના અંતમાં આવતી ચૂંટણી ભાજપને હરાવી તેનો બદલો લેવો જરૂરી છે.અહેમદ પટેલે ગુજરાત કોંગ્રેસના દરેક ધારાસભ્યોનો આભાર માન્યો જેઓએ ભાજપ દ્વારા આપવામાં આવેલા લાલચ કે દબાણ હેઠળ ન ઝૂકતા તેમને મત આપ્યાં હતા.હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે મંગળવારે રાત્રે રાજ્યસભાની ત્રણ સીટ માટે મતગણતરી થઈ હતી. તેમાં પટેલને ૪૪ અને તેમની વિરુદ્ધમાં ઉભેલા બળલંત સિંહ રાજપુતને ૩૮ વોટ મળ્યા હતા. અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને પણ આ ચૂંટણીમાં ૪૬-૪૬ મત સાથે જીત મળી છે.

Related posts

લોકકલ્યાણની યોજના લોકો સુધી લઇ જવા સાંસદોને મોદીનું સૂચન

aapnugujarat

संसद के बजट सत्र से पहले प्रधानमंत्री मोदी ने बुलाई कैबिनेट की बैठक

aapnugujarat

સંસદ પર હુમલાની ૧૭મી વરસી : શહીદને શ્રદ્ધાંજલિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1