Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચંદીગઢ છેડતી કેસમાં બીજેપી ચીફનો પુત્ર અરેસ્ટ

આઇએએસ ઓફિસરની પુત્રી સાથે છેડતીના મામલામાં મુખ્ય આરોપી વિકાસ બરાલાની બુધવારે ધરપકડ કરવામાં આવી છે. વિકાસ બરાલા વિરુદ્ધ અપરહરણની કોશિશની બિનજામીનપાત્ર કલમો લગાડવામાં આવી છે. તેને મંગળવારે પોલીસ દ્વારા સમન પાઠવવામાં આવ્યું હતું. બુધવારે પૂછપરછ માટે સેક્ટર-૨૬ પોલીસ-સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. વિકાસે સમનની નોટિસ સ્વીકારવાની ના પાડી તો નોટિસને તેના ઘરની દીવાલ પર જ ચીપકાવી દેવામાં આવી હતી.વિકાસ બુધવારે બપોરે લગભગ અઢી વાગે પોલીસ-સ્ટેશન પહોંચ્યો. તેની સાથે કેસનો બીજો આરોપી પણ પહોંચ્યો હતો.પોલીસે બંનેની પૂછપરછ કરી. તે પછી તેમની ધરપકડ કરવામાં આવી. તેમના પર અપહરણની બિનજામીનપાત્ર કલમ પણ લગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પીડિતા વર્ણિકા કુંડૂ આ મામલે અપહરણની કલમ જોડવાની માંગ કરી રહી હતી.
બંને આરોપીઓના ત્યાં પહોંચતા પહેલા સેક્ટર-૨૬ના પોલીસ-સ્ટેશનની સિક્યોરિટી વધારી દેવામાં આવી હતી.વિકાસને જે સમયે અરેસ્ટ કરવામાં આવ્યો, તેના પિતા સુભાષ બરાલા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. તેમણે તપાસમાં પૂરો સહકાર આપવાની અને કોઇપણ પ્રકારનું દબાણ ન કરવાની વાત કરી હતી.
આ પહેલા ચંદીગઢના ડીજીપી તેજીન્દર સિંહ લુથરાના જણાવ્યા પ્રમાણે, ઘટના પછી પોલીસ વિકાસ બરાલા અને તેના સાથીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઇને ગઇ હતી, પરંતુ તેમણે બ્લડ અને યુરિન સેમ્પલ્સ આપવાનો ઇન્કાર કર્યો હતો. પરિણામે ડોક્ટરે ઓબ્ઝર્વેશનના આધારે મેડિકલ રિપોર્ટ તૈયાર કર્યો છે, તેમાં દારૂ પીધો હોવાની પુષ્ટિ થઇ છે.લુથરાએ કહ્યું કે આરોપીઓનું બ્લડ અને યુરિનના સેમ્પલ્સ ન આપવા તેમની વિરુદ્ધ જાય છે. તેમણે કહ્યું કે ન્યાય માટે બધું કરી છૂટવામાં આવશે.ઉલ્લેખનીય છે કે વિરોધપક્ષો કોંગ્રેસ અને ઇનેલોએ આ મામલે સીબીઆઇ અથવા હાઇકોર્ટના વર્તમાન જજ પાસે તપાસ કરાવવાની માંગ કરી છે.

Related posts

સેબીની આજે બેઠક : શેલ કંપનીઓનો મુદ્દા પર ચર્ચા

aapnugujarat

ત્રિપલ તલાક મામલે વટહુકમને બહાલી

aapnugujarat

એરસેલ કેસ : ચિદમ્બરમની ૧૮મી સુધી ધરપકડ નહીં થાય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1