Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેબીની આજે બેઠક : શેલ કંપનીઓનો મુદ્દા પર ચર્ચા

માર્કેટ રેગ્યુલેટર સેબીની અતિમહત્વપૂર્ણ બોર્ડ બેઠક યોજાનાર છે જેમાં શેર માર્કેટ મારફતે ગેરકાયદે ફંડના રુટને વધારે ઉપયોગ કરવા સાથે સંબંધિત શેલ કંપનીઓ સામે પગલા લેવાના સંદર્ભમાં વિચારણઆ કરવામાં આવી શકે છે. સેબી બોર્ડે શંકાસ્પદ શેલ કંપનીઓ સામે કાર્યવાહી કરવા માટે કમરકસી લીધી છે. મળેલી માહિતી મુજબ હાલમાં ૩૦૦થી વધુ લિસ્ટેડ કંપનીઓ અને સાથે સાથે શ્રેણીબદ્ધ અનલિસ્ટેડ કંપનીઓ અને વ્યક્તિગત લોકો પર સેબીની ચાંપતી નજર છે. તમામના આંકડા મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે. કરચોરી માટે શેરબજારના પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાના મામલામાં તેમના ઉપર નજર રાખવામાં આવી રહી છે. કરચોરી ઉપરાંત અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ માટે પણ આ તમામ લિસ્ટેડ કંપનીઓ અને અનલિસ્ટેડ સેંકડો કંપનીઓ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. આવતીકાલે મળનારી આ બેઠકમાં સેટલમેન્ટ માટેની પ્રક્રિયાને વધુ ઝડપી કરવા તથા આંતરિક વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા સહિતની દરખાસ્તો ઉપર વિચારણા કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટના પગલા માટે કેટલી કંપનીઓ આવી શકે છે તે મુદ્દે પણ વિચારણા કરવામાં આવશે. એન્ફોર્સમેન્ટના પગલા માટે કેસ પસંદ કરવા માર્કેટ રેગ્યુલેટર દ્વારા ટુંક સમયમાં જ આંતરિક માર્ગદર્શિકા રજૂ કરી દેવામાં આવશે. આ માર્ગદર્શિકા પેન્ડિંગ કેસો માટે લાગૂ કરવામાં આવનાર છે. આ દરખાસ્તને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. એનએસઈ અને પીડબલ્યુસી સાથે સંબંધિત હાઈપ્રોફાઇલ કેસોને લઇને પણ સેબીની આ બેઠક ઉપર તમામ કારોબારીઓની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ઉપરાંત આ બેઠકમાં શેરબજારમાં લિસ્ટેડ શંકાસ્પદ શેલ કંપનીઓ સાથે સંબંધિત ઘટનાક્રમ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. તેમની સામે કયા પગલા લઇ શકાય છે તેની રણનીતિ તૈયાર કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી મોટી સંખ્યામાં લિસ્ટેડ કંપનીઓ પણ ગેરકાયદે નાણા માટે ખોટા રસ્તાનો ઉપયોગ કરી રહી છે. રેગ્યુલેટર દ્વારા જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા થનાર છે જેમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇનના લાભને લઇને પણ ચર્ચા કરવામાં આવશે. શેરબજારમાં તેની ગણતરી કઇ રીતે થાય તેને લઇને પણ ચર્ચા છે. શંકાસ્પદ શેલ કંપનીઓમાં તેમના નાણા રોકી ચુકેલા મૂડીરોકાણકારોના હિતોનું રક્ષણ કરવા સહિત જુદા જુદા પાસાઓ ઉપર બોર્ડ બેઠકમાં ચર્ચા થશે. આવી કંપનીઓના અધિકારીઓ સામે રેગ્યુલેટરી દ્વારા પગલા માટેની રુપરેખા નક્કી કરવામાં આવશે. સુત્રોનું કહેવું છે કે, નોટબંધી બાદ સત્તાવાળાઓએ શેરમાં કારોબાર કરવા એક કરતા વધારે પેનકાર્ડનો ઉપયોગ કરવા અનેક કેસ શોધી કાઢ્યા છે. ૭મી ઓગસ્ટના દિવસે સેબીએ ૩૩૧ કંપનીઓના શેરમાં કારોબારને રોકી દેવા એક્સચેંજને સીધા આદેશ કર્યા હતા. સરકારે શંકાસ્પદ શેલ કંપનીઓની અગાઉ ઓળખ કરી હતી. અપીલ કરવામાં આવ્યા બાદ સિક્યુરિટી એપ્લેટ ટ્રીબ્યુનલ દ્વારા ૩૩૧ કંપનીઓની યાદીમાં રહેલી કંપનીઓ પર લાદવામાં આવેલા નિયંત્રણોને ઉઠાવી પણ લીધા હતા.

Related posts

બાબા બર્ફાનીનાં દર્શન કરવા ૬૭૧ ભક્તોની ટુકડી રવાના

aapnugujarat

લોકસભામાં રાહુલ મોદીને ગળે મળ્યા

aapnugujarat

બસપ સાથે ગઠબંધન રાખવા અખિલેશ બેઠકો પણ છોડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1