Aapnu Gujarat
બિઝનેસ

શેલ કંપનીઓ ઉપર પ્રતિબંધ પ્રશ્ને સેટમાં રજૂઆત કરાઈ

જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટ અને પાર્શ્વનાથ ડેવલપર્સ સહિત અનેક કંપનીઓએ આજે સેબીના નિર્ણય સામેના વિરોધમાં સિક્યુરિટી એપ્લેક ટ્રીબ્યુનલ (સીએટી)માં અપીલ કરી દીધી હતી. સેબી દ્વારા તેમને શેલ કંપની તરીકેના વર્ગમાં મુકી દેતા આ કંપનીઓએ સેટમાં અપીલ કરી છે. આ કંપનીઓ દ્વારા કારોબાર નિયંત્રણ ઉપર સ્ટે મુકવાની પણ માંગણી કરી છે. સેબીએ તેની હિલચાલનો બચાવ કરીને કેટલીક રજૂઆતો કરી છે. બીજી બાજુ સેબીએ અન્ય કેટલીક કંપનીઓએ ઉપર પણ સકંજો જમાવવાની તૈયારી કરી છે. કેટલીક કંપનીઓ સેબીના નિર્ણયને પડકાર ફેંકવાની તૈયારી કરી રહી છે. અત્રે નોંધનીય છે કે, બીજી બાજુ માર્કેટ રેગ્યુલટર સેબીએ ગઇકાલે સ્ટોક એક્સચેંજને એવા ૩૩૧ શંકાસ્પદ શેલ કંપનીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો જે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે. આ ૩૩૧ સેલ કંપનીઓના શેરના કારોબારને બંધ કરી દેવાનો આદેશ કરાયો છે. કાળા નાણાની સમસ્યાને ઉકેલવા માટે આ કંપનીઓના શેર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આજે આ શેરના કારોબાર બંને સ્ટોક એક્સચેંજ બીએસઈ અને એનએસઈ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. સેલ કંપનીઓ સામાન્યરીતે શંકાસ્પદ સંસ્થાઓ હોય છે જેનો ઉપયોગ મોટાભાગે ગેરકાયદે નાણાના શોધમાં કરવામાં આવે છે. આ કંપનીઓ દ્વારા કારોબારી નિયંત્રણ ઉપર સ્ટે મુકવાની માંગણી કરવામાંઆવી રહી છે. સેબીએ ૩૩૧ આવી કંપનીઓના શેરમાં કારોબારને નિયંત્રિત કરવા એક્સચેંજને સુચના આપી હતી. જે પૈકી કેટલીક દ્વારા સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણ દ્વારા જંગી રોકાણ કરવામાં આવી ચુક્યું છે. જે કુમાર ઇન્ફ્રા પ્રોજેક્ટે કહ્યું છે કે, તે કોઇ શેલ કંપની નથી. રેગ્યુલેટરની ગણતરી બિનજરૂરી છે. અમારી કંપનીની ફરિયાદ સ્પષ્ટ છે. કંપની દ્વારા તમામ ધારાધોરણોને પાળવામાં આવ્યા છે. પરિણામ સ્વરુપે આ હિલચાલને યોગ્ય જાહેર કરાય તે જરૂરી છે.

Related posts

अनिल अंबानी को राहत

aapnugujarat

વોડાફોન-આઈડિયા રાઈટ્‌સ ઈશ્યુથી ૨૫૦૦૦ કરોડ એકત્રિત કરશે

aapnugujarat

ઓગસ્ટમાં હોલસેલ ફુગાવો ૩.૨ ટકા થયો : ૪ માસની ઉંચી સપાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1