Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારત છોડો આંદોલનની ૭૫મી વર્ષગાંઠ મનાવાઈ :વર્ષ ૧૯૪૨ના આંદોલનથી પ્રેરણા લેવાની જરૂર : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, દેશવાસીઓને દુનિયાના દેશો માટે આજની સ્થિતિમાં એવી જ પ્રકારથી પ્રેરણા લેવી જોઇએ જેવી પ્રેરણા ૧૯૪૨ના આંદોલનમાં મળી હતી. ૧૯૪૨ના આંદોલન બાદ ભારતે દુનિયાને પ્રેરિત કરવામાં ભૂમિકા ભજવી હતી. ૧૯૪૨ના ભારત છોડો આંદોલનની આજે ૭૫મી વર્ષગાંઠ પર લોકસભામાં વિશેષ ચર્ચા થઇ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. વડાપ્રધાને કહ્યું હતું કે, ગરીબી, કુપોષણ, ભ્રષ્ટાચાર દેશની સામે સૌથી મોટા પડકાર તરીકે છે. મોદીએ ઉમેર્યું હતું કે, આજે અમે ૨૦૧૭માં છીએ ત્યારે તેઓ આ બાબતને લઇને ઇન્કાર કરી શકે નહીં કે, આજે અમારી પાસે ગાંધી નથી. આજે અમારી પાસે એ વખતની ઉંચાઈ ઉપર લઇ જનાર નેતૃત્વ નથી પરંતુ સવા સો કરોડ દેશવાસીઓની સાથે અમે એવા સ્વપ્નને પૂર્ણ કરી શકવાની સ્થિતિમાં છીએ જે સપના મહાત્મા ગાંધી જેવા મહાન લોકોએ જોયા હતા. મોદીએ કહ્યું હતું કે, અમારી સ્વતંત્રતા માત્ર ભારત માટે જ નહીં બલ્કે વિશ્વના બીજા દેશો માટે પણ પ્રેરણારુપ રહી છે. તે વખતે ૧૯૪૨ના આંદોલન બાદ જ્યારે અમને આઝાદી મળી ત્યારે આ માત્ર અમારા દેશની સ્વતંત્રતા ન હતી બલ્કે આફ્રિકાથી લઇને અન્ય દેશો માટે પણ પ્રેરણાસમાન રહી હતી. ત્યારબાદ એક પછી એક અનેક દેશો સ્વતંત્ર થયા હતા. ભ્રષ્ટાચાર ખુબ જ ખતરનાક જોખમ તરીકે છે. વડાપ્રધાને કહ્યું હતું કે, ૨૦૧૭થી ૨૦૨૨ સુધી પાંચ વર્ષની અવધિમાં અમે એ ભાવના અને સંકલ્પની સાથે કામ કરવા માંગીએ છીએ જે કામ ૧૯૪૨થી ૧૯૪૭ વચ્ચેના ગાળામાં પાંચ વર્ષની અવધિમાં થયું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, ૧૯૪૨માં કરો અથવા મરોના નારાએ દેશના લોકોને રોમાંચિત કરી દીધા હતા. એવી જ રીતે હવે પણ નવા સંકલ્પો લઇને અમે કરીશું અને કરીને રહીશુંના સંકલ્પ લેવા જોઇએ. ગરીબી, કુપોષણ, ભ્રષ્ટાચારના પડકારો સામે લડવાનો સમય આવી ગયો છે. અમે સકારાત્મક ફેરફારો નિહાળી રહ્યા છીએ. ૨૦૨૨માં જ્યારે અમે સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ કરીશું ત્યારે અમને સંકલ્પ કરવાની જરૂર છે કે, સ્વતંત્રતાના વીર જવાનોના સપનાને પૂર્ણ કરીશું. મોદીએ તમામ રાજકીય પક્ષોને સાથે મળીને આગળ આવવાની પણ અપીલ કરી હતી. કેટલાક મુદ્દા પર સહમતિ બનાવીને આગળ વધવાનો સમય છે. જીએસટીનો દાખલો આપતા તેમણે કહ્યું હતું કે, તેઓ હમેશા કહે છે કે, આ એક દાખલા સમાન ઘટના છે. આ કોઇ એક સરકાર અથવા પાર્ટીની સફળતા નથી બલ્કે તમામની સફળતા છે.

Related posts

મમતા, માયાવતી અને નાયડુ પીએમ પદ માટેના ઉમેદવાર : શરદ પવાર

aapnugujarat

ગૌતમ ગંભીરે રામ મંદિર નિર્માણ માટે ૧ કરોડ રૂપિયા દાન આપ્યું

editor

नौकरियां नहीं मिलेगी तो युवा उठाएंगे हथियार : महबूबा मुफ्ती

editor

Leave a Comment

UA-96247877-1