Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મરાઠા અનામત : મામલો બેકવર્ડ ગ્લાસ કમિશનને મોકલવા નિર્ણય

મરાઠા સમુદાયના લોકો દ્વારા જોરદાર શક્તિ પરીક્ષણ કરીને દેખાવો કરવામાં આવ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે તેમની માંગણી ઉપર સહમતિ દર્શાવી હતી. દેવેન્દ્ર ફડનવીસે કેટલીક મોટી જાહેરાતો કરી હતી. સરકારે સીધીરીતે અનામતની માંગને સ્વીકારી નથી પરંતુ આ દિશામાં આગળ વધીને કેટલાક મહત્વપૂર્ણ પગલાની વાત કરી હતી. મુખ્યમંત્રીએ વિધાનસભામાં કહ્યું હતું કે, મરાઠા અનામતની માંગને બેકવર્ડ ક્લાસ કમિશનને સોંપી દેવામાં આવી છે જે મરાઠાઓને અનામત આપવાના આધાર અને શક્યતાઓમાં અભ્યાસ કરશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર કમિશનને નિવેદન કરશે કે તે ઝડપથી કામ કરે અને પોતાનો રિપોર્ટ હાઈકોર્ટમં રજૂ કરે. આ ઉપરાંત અન્ય એક મોટી જાહેરાત કરતા ફડનવીસે કહ્યું હતું કે, શિક્ષણના મામલામાં મરાઠા સમુદાયના બાળકોને એ તમામ સુવિધાઓ અને છુટછાટ આપવામાં આવશે જે ઓબીસી વિદ્યાર્થીઓન મળી રહી છે. હાલમાં ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને ૬૦૫ પ્રવાહમાં છુટછાટ મળે છે. જે હવે મરાઠા સમુદાયના લોકોને પણ આપવામાં આવશે. સાથે સાથે એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે, દરેક જિલ્લામાં મરાઠા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે. આના માટે તમામ જિલ્લાને પાંચ કરોડ રૂપિયા ફંડ તરીકે આપવામાં આવશે. મુખ્યમંત્રીએ મરાઠા સમુદાયના પ્રતિનિધિઓ અને તમામ પાર્ટીઓના નેતાઓ સાથે વાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોપર્ડી ગેંગરેપ કેસને ઝડપથી ઉકેલવાની દિશામાં તપાસ ચાલી રહી છે. છેલ્લા પાંચ મહિના દરમિયાન સરકારી વકીલ ઉજ્જવલ નિકમે ૩૧ સાક્ષીઓની ચકાસણી કરી છે પરંતુ પીડિતોના વકીલ દ્વારા આ મામલાને લટકાવી દેવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આ મામલો મરાઠા સમુદાયની માંગમાં સામેલ છે. સમુદાયે ઇચ્છા વ્યક્ત કરી છે કે, ગયા વર્ષે અહેમદનગરના કોપર્ડીમાં કિશોરી પર ગેંગરેપ અને હત્યાના આરોપીઓને ફાંસી આપી દેવામાં આવે. આ મામલો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે. સમુદાય ગરીબ પીડિત અટકાવવા સાથે સંબંધિત કાયદામાં ફેરફાર કરવાની માંગને લઇને આગળ વધી રહી છે. એમ માનવામાં આવે છે કે, મરાઠા આંદોલનના લાખો લોકો જોડાયા હતા. ગયા વર્ષે ૧૩ અને ૧૪મી જુલાઈના દિવસે અહેમદનગર જિલ્લામાં કોપર્ડી ગામમાંથી એક મરાઠી યુવતી લાપત્તા થઇ ગઇ હતી. મોડેથી ગામમાં તેનો મૃતદેહ મળ્યો હતો. ગેંગરેપ બાદ આ યુવતીની હત્યા કરી દેવામાં આવી હતી. કોપર્ડી ગામના અપરાધી દલિત સમુદાયના છે જેથી આ બનાવ બાદ મરાઠા સમુદાયના લોકોએ દલિતોની સામે નારાજગી વ્યક્ત કરી હતી.

Related posts

કર્ણાટકમાં ભાજપ-કોંગીની સામે ઉમેદવારોને લઇ ગુંચ

aapnugujarat

उत्तराखंड में४८ घंटे के बाद खुला गंगोत्री नेशनल हाईवे

aapnugujarat

પીએનબી ફ્રોડ : નિરવ મોદી, મેહુલ ચોકસીનાં પાસપોર્ટ સસ્પેન્ડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1